જયકુમાર ર. શુક્લ

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં)

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં) (જ. 1871, દેવાસ, હાલ મધ્ય પ્રદેશ; અ. 23 ઑગસ્ટ 1958, પુણે) : વડોદરા રાજ્યનાં મહારાણી અને જાણીતાં સમાજસુધારક. તેમનો જન્મ દેવાસના જાણીતા ઘાટગે કુટુંબમાં થયો હતો. કિશોરવયમાં તેમણે ભાષા અને લલિતકલાઓનો વારસો મેળવ્યો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) સાથે 1885માં તેમનાં લગ્ન થયાં. તેમણે મહારાજા સયાજીરાવ…

વધુ વાંચો >

ગિરિદિહ

ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુના (Guna)

ગુના (Guna) : મધ્યપ્રદેશના ગ્વાલિયર વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 77° 30´ પૂ. રે.ની આજુબાજુનો 11,065 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શિવપુરી, પૂર્વ તરફ ઝાંસી (ઉ. પ્ર.), સાગર અને દક્ષિણે વિદિશા જિલ્લા…

વધુ વાંચો >

ગુપ્ત, પરમેશ્વરીલાલ

ગુપ્ત, પરમેશ્વરીલાલ (જ. 14 ઑક્ટોબર 1914, આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 29 જુલાઈ 2001, મુંબઈ) : ભારતીય સિક્કાશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન અને સ્વાતંત્ર્ય-સૈનિક. વૈશ્ય બાબુ ગોપાલદાસ અગ્રવાલને ત્યાં જન્મ. 1930માં તેઓ વેસ્લી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે જવાહરલાલ નહેરુની ધરપકડનો વિરોધ કરવા માટે સંગઠન કરવાથી શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. તે પછી તેઓ…

વધુ વાંચો >

ગુરગાંવ (Gurgaon)

ગુરગાંવ (Gurgaon) : હરિયાણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.  તેની ઉત્તરે રોહતક જિલ્લો અને દિલ્હીનો રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર, પૂર્વ તરફ ફરીદાબાદ જિલ્લો, દક્ષિણ તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સીમા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા અને રેવાડી જિલ્લો આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર છેડા…

વધુ વાંચો >

ગુરદાસપુર (Gurdaspur)

ગુરદાસપુર (Gurdaspur) : પંજાબ રાજ્યના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32° 02´ ઉ. અ. અને 75° 31´ પૂ. રે.ની આજુબાજુનો 3,570 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બિયાસ અને રાવી નદીઓ વચ્ચે આવેલો છે. તેની ઉત્તર તરફ જમ્મુ-કાશ્મીર રાજ્યની…

વધુ વાંચો >

ગુલબર્ગ (Gulbarga)

ગુલબર્ગ (Gulbarga) (કાલાબુરાગી) : કર્ણાટક રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 20´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 16,224 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિદર જિલ્લો, દક્ષિણ તરફ રાયચુર જિલ્લો અને પશ્ચિમ તરફ બીજાપુર…

વધુ વાંચો >

ગુલામી પ્રથા

ગુલામી પ્રથા : માણસની માણસ ઉપરની માલિકી તથા તેનું નિરંકુશ શોષણ કરતી પ્રથા. જંગમ મિલકત તરીકે ગુલામ ખરીદાતો–વેચાતો, ભેટ અપાતો અને તેનો વિનિમય થઈ શકતો. ગુલામોનાં સંતાનો પણ ગુલામીમાં સબડતાં હતાં અને તેમને દેહાંતદંડની શિક્ષા કરી શકાતી. સ્ત્રી ગુલામો સાથે માલિક દુરાચાર કરી શકતો. પ્રાચીન સુમેર, ફિનિશિયા, ગ્રીસ, રોમ, ભારત…

વધુ વાંચો >

ગોરખપુર

ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…

વધુ વાંચો >