જયકુમાર ર. શુક્લ
ભાનુમિત્ર
ભાનુમિત્ર (ઈ. પૂ. 1લી સદી) : લાટ દેશ(દક્ષિણ ગુજરાત)ના રાજા બલમિત્રનો નાનો ભાઈ અને યુવરાજ. જૈન અનુશ્રુતિ અનુસાર બલમિત્ર અને ભાનુમિત્ર બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેમનું પાટનગર ભરુકચ્છ (ભરૂચ) હતું. તેમના રાજ્યકાલ દરમિયાન આર્ય ખપુટાચાર્ય, એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્ય, ભરૂચ ગયા હતા. કાલકાચાર્ય પારસ-કુલ(ઈરાન)થી 96 શાહી શકરાજાઓને લઈ આવ્યા. એ…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >ભીલવાડા
ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા,…
વધુ વાંચો >મજમુદાર, પરીક્ષિતલાલ
મજમુદાર, પરીક્ષિતલાલ (જ. 8 જાન્યુઆરી 1901, પાલિતાણા, ગુજરાત; અ. 12 સપ્ટેમ્બર 1965, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને આજીવન હરિજનસેવક. તેમનો જન્મ મધ્યમવર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા લલ્લુભાઈ પાલિતાણા દરબારની નોકરીમાં શિરસ્તેદાર હતા. પિતાની સાદાઈ અને નિર્મળ સ્નેહનો પ્રભાવ તેમના જીવન ઉપર પડ્યો હતો. બચપણથી એમનામાં હરિજનસેવા માટેની વૃત્તિ જાગ્રત થઈ…
વધુ વાંચો >મજમુદાર, મંજુલાલ રણછોડલાલ
મજમુદાર, મંજુલાલ રણછોડલાલ (જ. 18 સપ્ટેમ્બર 1897, પેટલાદ, જિ. ખેડા; અ. 11 નવેમ્બર 1984, વડોદરા) : ગુજરાતના અગ્રણી સારસ્વત. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું અને તેમનું કાર્યક્ષેત્ર પણ વડોદરા રહ્યું. અભ્યાસ દરમિયાન 1914માં ‘વસન્ત’માં ‘નાનો વિહારી’ નામે બાલવાર્તા તથા 1915માં વડોદરા ‘કૉલેજ મિસેલેની’માં ‘નરસિંહ મહેતાની કવિતા’ પ્રગટ થયાં.…
વધુ વાંચો >મજુમદાર, રમેશચંદ્ર
મજુમદાર, રમેશચંદ્ર (જ. 4 ડિસેમ્બર 1888, ખંડરપરા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 11 ફેબ્રુઆરી 1980, કલકત્તા) : ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમણે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી અને ગ્રિફિથ પ્રાઇઝમૅન બન્યા. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી…
વધુ વાંચો >મથુરા
મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…
વધુ વાંચો >મદનપાલ
મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી…
વધુ વાંચો >મદુરાઈ
મદુરાઈ : તમિલનાડુ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 90 56´ ઉ. અ. અને 780 07´ પૂ. રે.ની આજુબાજુનો 7,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ અને દીરન ચિમ્મામલાઈ જિલ્લા, પૂર્વમાં પાસુમપન મુથુ રામલિંગમ્ જિલ્લો, દક્ષિણમાં કામારાજર…
વધુ વાંચો >મદ્રકો
મદ્રકો : પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં વસતી એક પ્રસિદ્ધ જાતિ. તેઓ ‘મદ્રો’ તરીકે પણ ઓળખાતા હતા. મદ્ર લોકો ઉત્તર મદ્રો, પૂર્વ મદ્રો, દક્ષિણ મદ્રો ઇત્યાદિ વર્ગોમાં વિભાજિત હતા. ઉત્તર મદ્રોનો નિર્દેશ ‘ઐતરેય બ્રાહ્મણ’માં થયો છે. તદનુસાર તેઓ હિમવત્ પ્રદેશમાં ઉત્તર કુરુદેશની સમીપમાં સંભવત: કાશ્મીર પ્રદેશમાં વસતા હતા. પૂર્વ મદ્રો પ્રાય:…
વધુ વાંચો >