જયકુમાર ર. શુક્લ
પ્લિની (ગેયસ પ્લિનિયસ સિકન્દસ)
પ્લિની (ગેયસ પ્લિનિયસ સિકન્દસ) (જ. ઈ. સ. 23, નોવમ કોમમ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 79) : રોમન ઇતિહાસકાર. તે રોમ ગયો અને વકીલાત શરૂ કરી. ત્યારબાદ લશ્કરમાં જોડાઈને જર્મની, સ્પેન અને ગોલ પ્રદેશમાં સેવા આપી. સમ્રાટ વેસ્પેસિયન તેનો મિત્ર હતો. તેણે પ્લિનીને ગવર્નર તરીકે નીમ્યો હતો. તે ઘણો ઉદ્યમી…
વધુ વાંચો >ફડકે, વાસુદેવ બળવંત
ફડકે, વાસુદેવ બળવંત (જ. 4 નવેમ્બર 1845, શિરધોન, જિ. કોલાબા; અ. 17 ફેબ્રુઆરી 1883, એડન) : અર્વાચીન ભારતના પ્રથમ ક્રાંતિકાર. મહારાષ્ટ્રના ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. કોંકણના રત્નાગિરિ જિલ્લાના કેલશી ગામનું તેમનું કુટુંબ સોળમી સદીમાં કોલાબા જિલ્લાના શિરધોન ગામે આવીને વસ્યું હતું. વાસુદેવના દાદા અનંતરાવ પેશવાઓના સમયમાં કર્નાલાના કિલ્લાના કિલ્લેદાર હતા…
વધુ વાંચો >ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ
ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ (મામાસાહેબ) (જ. 2 ડિસેમ્બર 1887, જાંબુલપાડા, જિ. રત્નાગિરિ; અ. 29 જુલાઈ 1974, ગાંધીઆશ્રમ, ગોધરા) : અસ્પૃશ્યતાનિવારણ આદિ હરિજનસેવાનું રચનાત્મક કાર્ય કરનાર ગાંધીમાર્ગી સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રત્નાગિરિમાં લીધું. નાનપણથી અંગ્રેજી નહિ ભણવાના અને બ્રિટિશ સરકારની નોકરી…
વધુ વાંચો >ફિનલૅન્ડ
ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની…
વધુ વાંચો >ફિલિપ – બીજો
ફિલિપ – બીજો (1) (જ. ઈ. પૂ. 382, પેલ્લા, મેસિડોનિયા; અ. ઈ. પૂ. 336) : ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા. એમિન્ટાસ બીજાના સૌથી નાના પુત્ર ફિલિપને તેમની કિશોરવયમાં કેટલાંક વર્ષ થિબ્સમાં બાન (hostage) તરીકે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તત્કાલીન જાણીતા સેનાપતિઓ પાસે તે લશ્કરી વિજ્ઞાન શીખ્યા.…
વધુ વાંચો >ફીચ, રાલ્ફ
ફીચ, રાલ્ફ (જ. 1550; અ. 4 ઑક્ટોબર, 1611 લંડન) : ભારત તથા અગ્નિએશિયાનો પ્રવાસ કરનાર પ્રથમ અંગ્રેજોમાંનો એક; લંડનનો વેપારી. ફેબ્રુઆરી 1583માં જૉન ન્યૂબેરી, જૉન એલ્ડર્ડ, વિલિયમ લિડીઝ, જેમ્સ સ્ટોરી અને ફીચ રાલ્ફ જહાજમાં પ્રવાસ શરૂ કરીને સિરિયા ગયા. ત્યાંથી તેઓ બગદાદ તથા બસરા થઈને ઈરાની અખાતના જાણીતા નગર હોરમઝ…
વધુ વાંચો >ફુતૂહાતે આલમગીરી
ફુતૂહાતે આલમગીરી : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ આલમગીરના સમયમાં જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ સાથેનાં યુદ્ધોના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ. અણહિલવાડ પાટણનો નાગર ગૃહસ્થ ઈશ્વરદાસ એક કુશળ વહીવટદાર, મુત્સદ્દી અને વિદ્વાન હતો. તે ઔરંગઝેબની નોકરીમાં હતો. મુઘલ સમયમાં ગુજરાતી હિંદુઓમાં નાગરો સરકારી નોકરીમાં મહત્વના અધિકારીઓ હતા. તે સમયે ફારસી રાજભાષા હોવાથી તેઓ…
વધુ વાંચો >ફુતૂહુસ-સલાતીન
ફુતૂહુસ-સલાતીન : ઈ. સ. 1350–51માં ઈસામીએ મહાકાવ્ય રૂપમાં લખેલ ઐતિહાસિક ગ્રંથ. તેમાં તેણે ગઝનીના યમિનીઓના ઉદયથી શરૂ કરીને દિલ્હીના તુગલુક વંશના સુલતાન મુહમ્મદ-બિન-તુગલુકના રાજ્યકાળ સુધીનો ઇતિહાસ લખ્યો છે. લેખક દિલ્હીમાં રહેતો હતો ત્યારે સુલતાન તેનું પાટનગર દિલ્હીથી દોલતાબાદ લઈ ગયો. ઈસામી સુલતાનના જુલમનો ભોગ બન્યો હતો. તેને તેના 90 વર્ષના…
વધુ વાંચો >ફુસી
ફુસી (ઈ. પૂ. 2900) : પ્રાચીન દંતકથા મુજબ ચીનનો પ્રથમ સમ્રાટ. તે પાઓ સી અથવા મી સી તરીકે પણ ઓળખાય છે. તેનો જન્મ દૈવી માનવામાં આવે છે. તેણે પ્રાણીઓને કેળવ્યાં, તેની પ્રજાને ખોરાક રાંધતાં, જાળ વડે માછલીઓ પકડતાં અને લોખંડનાં હથિયારો વડે શિકાર કરતાં શીખવ્યું. તેણે ચીનમાં લગ્ન કરવાની પ્રથા…
વધુ વાંચો >ફૂલબાની
ફૂલબાની : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જિલ્લાના બૌધ ખોંડમાલ પેટાવિભાગનું વડું મથક તથા એ જ નામ ધરાવતું નગર. અગાઉના આંગુલ જિલ્લાનું પણ તે મુખ્ય મથક હતું. 1993ના નવેમ્બરની 12મી તારીખે ફૂલબાની (બૌધ ખોંડમાલ) જિલ્લાની નવેસરથી રચના કરવામાં આવેલી છે. ભૌ. સ્થાન : તે 20° 30´ ઉ.અ. અને 84°…
વધુ વાંચો >