જયકુમાર ર. શુક્લ
નેપાળ
નેપાળ દક્ષિણ મધ્ય એશિયાનો દેશ. આ દેશ ભારતની ઉત્તરે આવેલી હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવો પર આશરે 26° 19´થી 30° 18´ ઉ. અ. તથા 80° 03´થી 88° 11´ પૂ. રે વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકારનો આ દેશ પૂર્વ-પશ્ચિમ આશરે 800 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ 150થી 240 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ
નેપિયર, (સર) ચાર્લ્સ જેમ્સ (જ. 10 ઑગસ્ટ 1782, લંડન; અ. 29 ઑગસ્ટ 1853, પૉર્ટસ્મથ, હેમ્પશાયર) : બ્રિટિશ સેનાપતિ, પાકિસ્તાનમાં આવેલ સિંધનો વિજેતા (1843) અને ગવર્નર (1843-47). નેપોલિયનના સમયમાં ફ્રાન્સ સામેના દ્વીપકલ્પીય યુદ્ધ અને 1812ના યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના યુદ્ધનો તે અનુભવી યોદ્ધો હતો. 1839માં રાજકીય અને સામાજિક સુધારા માટેનું ચાર્ટિસ્ટ આંદોલન…
વધુ વાંચો >નોઆખલી
નોઆખલી : બાંગ્લાદેશના ચિત્તાગોંગ ક્ષેત્રીય વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું વહીવટી વડું મથક તથા બંદર. ‘નોઆખલી’નો અર્થ ‘નવેસરથી છેદાયેલો જળમાર્ગ’ એ પ્રમાણે થાય છે. તે બંગાળના ઉપસાગર પર મેઘના નદીના મુખભાગમાં નદીનાળ-પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ 1822માં સ્થપાયેલો આ જિલ્લો 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે.ની…
વધુ વાંચો >નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા)
નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડની ઉત્તરે મધ્યમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ ખંડના છઠ્ઠા ભાગને આવરી લે છે. તેનું ભૌગોલિક સ્થાન દક્ષિણ ગોળાર્ધમાં આશરે 11°થી 26° દ. અ. અને 129°થી 138° પૂ. રે. વચ્ચે આવેલું છે. ઉત્તર-દક્ષિણ મહત્તમ 1600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 966 કિમી. અંતર ધરાવતા આ પ્રદેશનું ક્ષેત્રફળ 13,52,212…
વધુ વાંચો >નૉર્વે
નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…
વધુ વાંચો >ન્યૂ કૅલિડોનિયા
ન્યૂ કૅલિડોનિયા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં મેલાનેશિયા (Melanesia) તરીકે ઓળખાતા વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ફ્રાન્સનાં દરિયાપારનાં સંસ્થાનો પૈકીનો ટાપુપ્રદેશ. નાના નાના ટાપુઓ ધરાવતો ન્યૂ કૅલિડોનિયા પ્રદેશ ઑસ્ટ્રેલિયાના સિડનીથી 2,000 કિમી. અંતરે ઈશાનમાં આવેલો છે. આખો પ્રદેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ 19°થી 23° દ. અ. અને 163°થી 169° પૂ. રે. વચ્ચે આવેલો…
વધુ વાંચો >ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સ : ઑસ્ટ્રેલિયા ખંડનાં છ રાજ્યો પૈકી અગ્નિખૂણે આવેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. તે 28° 10´ દ. અ.થી 37° 30´ દ. અ. અને 141° 0´ પૂ. રે.થી 153° 30´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે ક્વીન્સલૅન્ડ, પૂર્વે પૅસિફિક મહાસાગર, દક્ષિણે વિક્ટોરિયા રાજ્ય અને પશ્ચિમે દક્ષિણ ઑસ્ટ્રેલિયા…
વધુ વાંચો >પટેલ, એચ. એમ.
પટેલ, એચ. એમ. (જ. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; અ. 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી…
વધુ વાંચો >પટેલ, ચીમનલાલ નારણદાસ
પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા…
વધુ વાંચો >પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ
પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ (જ. 7 જૂન 1888, સારસા, જિ. ખેડા; અ. 31 માર્ચ 1970, અમદાવાદ) : ગુજરાત રાજ્યમાં આવેલ વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા, ગુજરાતના સ્વતંત્ર પક્ષના સુકાની. ભાઈલાલભાઈનો જન્મ સોજિત્રાના મધ્યમવર્ગના પાટીદાર કુટુંબમાં સારસા (મોસાળમાં) મુકામે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે વીરસદનાં ગંગાબહેન…
વધુ વાંચો >