જયંત રેલવાણી
શાહ, સાબિત અલી
શાહ, સાબિત અલી (જ. 1740, મુલતાન, હાલ પાકિસ્તાન; અ. 1810) : સિંધી કવિ. તેઓ શિયા પંથના મુસ્લિમ હતા અને પોતાને જફ્ફાર સાદિકના અનુયાયી – જાફ્ફરી તરીકે ઓળખાવતા હતા. તેમણે જુદા જુદા મૌલવીઓ પાસેથી શિક્ષણ લીધું હતું. સાહિત્યિક અભ્યાસ સૈયદ ચિરાગસાહેબ પાસે કર્યો. જ્યારે મૌલવી મદારસાહેબની પ્રેરણાથી કાવ્યસર્જન કર્યું. તેઓ મૂળ…
વધુ વાંચો >સચલ સરમસ્ત
સચલ સરમસ્ત (જ. 1739, દરાજ, સિંધ; અ. 14 ઑક્ટોબર 1829, દરાજ) : સૂફી મતના અવૈસી ફકીર અને સિંધી કવિ. તેમનું ખરું નામ અબ્દુલ વહાબ સલાહ-ઉદ્-દીન હતું. તેમણે ‘સચલ’ અથવા ‘સચુ’ જેવું તખલ્લુસ રાખેલું. તેનો સાહિત્યિક અર્થ થાય છે : ‘સત્યપ્રિય માનવી’ અથવા ‘સત્યપ્રિય ભક્ત’. તેઓ કાયમ ધ્યાનાવસ્થામાં રહેતા હોવાથી તે…
વધુ વાંચો >સદા ગુલાબ (૧૯૩૦)
સદા ગુલાબ (1930) : સિંધી કેળવણીકાર, કવિ, નવલકથાકાર અને નાટ્યકાર લાલચંદ અમરડિનોમલ જગતિયાણી(1885-1954)ની અનૂદિત કૃતિ. તેમણે ઠાકુર રવીન્દ્રનાથના જાણીતા કાવ્યસંગ્રહ ‘ધ ગાર્ડનર’ના આધારે તેનો અપદ્યાગદ્ય શૈલીમાં સિંધીમાં અનુવાદ કર્યો છે. તેમાં તેમણે યુવાવયની સૂક્ષ્મ ઊર્મિઓને અભિવ્યક્ત કરી છે. તેમણે મૂળ કાવ્યના ભાવાર્થને સંપૂર્ણપણે વળગી રહીને દેશજ ભાષામાં વણી લીધો છે.…
વધુ વાંચો >સદારંગાણી, હરુદાસ ઈસરદાસ
સદારંગાણી, હરુદાસ ઈસરદાસ (જ. 22 ઑક્ટોબર, 1913, શહેદાદપુર, જિ. નવાબશાહ, સિંધ; અ. 7 ડિસેમ્બર, 1992, દિલ્હી) : ‘ખાદિમ’ તખલ્લુસ ધરાવતા સિંધી કવિ અને ફારસી વિદ્વાન. તેમને તેમના મુક્તકસંગ્રહ ‘ચીખ’ (‘અ શ્રિક’, 1977) બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1938માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ…
વધુ વાંચો >સરસ્વતી (સામયિક) (1890)
સરસ્વતી (સામયિક) (1890) : સિંધી સાહિત્યના પ્રકાશનનો ધારાવાહિક રૂપે પાયો નાખનાર સામયિક. અંગ્રેજ સરકારના શિક્ષણ ખાતા તરફથી સિંધમાં પત્રકારત્વના પ્રારંભિક કાળમાં ‘સિંધસુધાર’ નામના સાપ્તહિકનો પ્રારંભ થયો હતો. તેમાં શૈક્ષણિક બાબતો ઉપરાંત અન્ય સરકારી કામગીરી પ્રગટ કરાતી. તે સમયે ‘સુધારસભા’ નામે પ્રબુદ્ધ ગણની એક સંસ્થા સ્થપાઈ. તેણે અંગ્રેજીમાં ‘સિંધ ટાઇમ્સ’ નામક…
વધુ વાંચો >સાધુ નવલરામ
સાધુ નવલરામ (જ. 1848, હૈદરાબાદ, સિંધ; અ. 1893) : સિંધી કેળવણીકાર, સમાજસુધારક અને સિંધમાં નવજાગૃતિના પ્રણેતા. તેઓ સાધુ હીરાનંદના વડીલ બંધુ હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ સામાજિક સુધારાના આદર્શ સાથે સાદગીભર્યું જીવન જીવતા. સ્નાતક થતાંની સાથે તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. તે વખતે સિંધમાં શિક્ષણનો પ્રસાર નહિવત્ હતો અને કન્યા કેળવણી પ્રત્યે…
વધુ વાંચો >સાધુ હીરાનંદ
સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ. તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત…
વધુ વાંચો >સામતાણી ગુનો દયાલદાસ
સામતાણી, ગુનો દયાલદાસ [જ. 13 જુલાઈ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1997] : સિંધીના અદ્યતન વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના બીજા વાર્તાસંગ્રહ ‘અપરાજિતા’ (1970) બદલ 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ શિક્ષિત અને સાહિત્યિક ભૂમિકા ધરાવતા પરિવારમાં થયો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈ…
વધુ વાંચો >‘સામી’ ચૈનરાય બચોમલ
‘સામી’, ચૈનરાય બચોમલ (જ. 1743, શિકારપુર, સિંધ; અ. 1850, શિકારપુર) : ખ્યાતનામ સિંધી કવિ. તેમનો જન્મ ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો હતો. તેમણે તેમના શ્લોકો અથવા કાવ્યોમાં સિંધી ‘બેત’ રૂપે વૈદિક બોધને ઘરગથ્થુ ભાષામાં ઉતાર્યો છે. તેઓ શેઠ ટિંડનમલાનીના એજન્ટ તરીકે પંજાબ સુધી માલ વેચવા જતા હતા. તેમાં તેમના સિદ્ધાંત પ્રમાણે…
વધુ વાંચો >સુખમની
સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’);…
વધુ વાંચો >