છોટુભાઈ સુથાર
કોરોનાગ્રાફ
કોરોનાગ્રાફ : સૂર્યના આવરણના અભ્યાસ માટેનું દૂરબીન. સૂર્યનું વાતાવરણ ત્રણ જુદાં જુદાં આવરણોનું બનેલું છે : (1) પ્રકાશ આવરણ, (2) રંગાવરણ અને (3) કિરીટાવરણ. આ આવરણોનો અભ્યાસ મોટે ભાગે પૂર્ણ સૂર્યગ્રહણ સમયે થતો આવ્યો છે, પણ સૂર્યનું પૂર્ણ ગ્રહણ બહુ જ ઓછી મિનિટો (સામાન્ય રીતે દોઢથી બે મિનિટ) ટકતું હોય…
વધુ વાંચો >કૌણિક અંતર યા મંદકેન્દ્ર
કૌણિક અંતર યા મંદકેન્દ્ર : કક્ષીય ગતિ દર્શાવવા માટે વપરાતી કોણીય અંકસંખ્યા. મંદકેન્દ્ર ત્રણ પ્રકારનાં છે : (1) સ્પષ્ટ, (2) મધ્યમ અને (3) ઉત્કેન્દ્રક. સ્પષ્ટ મંદકેન્દ્ર : કક્ષામાં ગતિ કરતા વાસ્તવિક ગ્રહ દ્વારા સૂર્ય અને નીચબિંદુ સાથે મપાતો ગ્રહની કક્ષા દિશામાંનો કોણ. આકૃતિમાં તે PSB છે અને S આગળ તેને…
વધુ વાંચો >ક્રાંતિવૃત્ત
ક્રાંતિવૃત્ત (ecliptic) : તારાઓની પૃષ્ઠભૂમિ પર સરકતા દેખાતા સૂર્યનો વર્ષ દરમિયાન આકાશી બૃહદ્ વૃત્તીય માર્ગ. ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત એકબીજાને બે બિંદુઓ(વસંત સંપાત અને શરદ સંપાત)માં છેદતા હોય છે. પૃથ્વીની વિષુવાયન ગતિને કારણે ક્રાંતિવૃત્ત, વિષુવવૃત્ત પર પશ્ચિમ તરફ વર્ષે 127 સેમી.ના હિસાબે સરકતું રહે છે. પરિણામે ઉક્ત છેદનબિંદુઓ સ્થિર ન…
વધુ વાંચો >ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ
ક્રાંતિવૃત્તનું તિર્યક્ત્વ : આકાશી વિષુવવૃત્ત સાથે ક્રાંતિવૃત્ત દ્વારા બનાવાતો ખૂણો. તે હંમેશાં એકસરખો રહેતો નથી. એનું તિર્યક્ત્વ દર વર્ષે 0.47” જેટલું બદલાય છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં તે 23° 50′, ઈ. સ.ની નવમી સદીમાં 23° 35′ અને 1990માં તે 23° 26′ 28” હતું. 2000માં તે ઘટીને 23° 26′ 21″ થયું.…
વધુ વાંચો >