ચિત્રકલા

લી કુન્ગ્લીન

લી કુન્ગ્લીન (જ. 1049, શુચેન્ગ, ઍન્વેઇ પ્રાંત, ચીન; અ. 1106, ચીન) : સુંગ કાળના એક ઉત્તમ ચીની ચિત્રકાર. વિદ્વાનોની લાંબી પરંપરા ધરાવતા કુટુંબમાં જન્મ. કુટુંબીજનો પણ અભ્યાસીઓ હતા. 1070માં લી કુન્ગ્લીનને ‘ચીન-શીહ’(એડ્વાન્સ સ્કૉલર)ની પદવી પ્રાપ્ત થઈ. પ્રાંતના પાટનગર કાઇફેન્ગમાં બીજા વિદ્વાનોની પેઠે તેમણે સરકારી અધિકારીની કારકિર્દી શરૂ કરી. આ નગરમાં…

વધુ વાંચો >

લીચ, જૉન

લીચ, જૉન (જ. 29 ઑગસ્ટ 1817, લંડન, બ્રિટન; અ. 29 ઑક્ટોબર 1864, લંડન, બ્રિટન) : પ્રસિદ્ધ ‘પંચ’ સામયિકના જાણીતા વ્યંગ્યચિત્રકાર. લીચને તબીબી શાખામાં પ્રવેશ મળ્યો હોવા છતાં એમનું અભ્યાસમાં ચિત્ત ચોંટ્યું નહિ, તેથી તેમણે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. લંડનની શેરીમાં ભટકીને અનન્ય હાસ્યજનક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓનાં રેખાંકનો કર્યાં. આ રેખાંકનો…

વધુ વાંચો >

લી તાંગ (Li Tang)

લી તાંગ (Li Tang) (જ. આશરે 1080, હોઆંગહો પ્રાંત, ચીન; અ. આશરે 1130, ચીન) : ચીનના એક ઉત્તમ કોટિના ચિત્રકાર. દક્ષિણી સુંગ ચિત્રશૈલીના સ્થાપક. ઉત્તર ચીનના સમ્રાટ હુઈ ત્સુન્ગની ચિત્રકલા એકૅડેમીના એ પ્રમુખ બનેલા. પરંતુ મૉંગોલ આક્રમણને પ્રતાપે એ સમ્રાટનું પતન થતાં લી તાંગ દક્ષિણ ચીનના સમ્રાટ સુન્ગ કાઓ ત્સુન્ગના…

વધુ વાંચો >

લીબર્મેન, મૅક્સ

લીબર્મેન, મૅક્સ (જ. 20 જુલાઈ 1847, બર્લિન, જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1935, બર્લિન, જર્મની) : પ્રભાવવાદી ચિત્રશૈલીની જર્મન શાખાના પ્રમુખ ચિત્રકાર. તેમણે 1866થી 1868 સુધી સ્ટેફેક નામના ચિત્રકાર પાસે તાલીમ લીધી. એ પછી 1868થી 1872 સુધી વાઇમર ખાતેની કલાશાળામાં તેમણે અભ્યાસ કર્યો. વસ્તુલક્ષી (objective) નિરીક્ષણ લીબર્મૅનની કલાનું પહેલેથી જ મુખ્ય…

વધુ વાંચો >

લીબલ, વિલ્હેલ્મ

લીબલ, વિલ્હેલ્મ (જ. 23 ઑક્ટોબર 1844, કોલોન, જર્મની; અ. 4 ડિસેમ્બર 1900, વુર્ઝબર્ગ, જર્મની) : વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો આલેખવા માટે જાણીતો જર્મન ચિત્રકાર. તે મુદ્રણક્ષમ કલાનો કલાકાર પણ હતો. જર્મન વાસ્તવવાદી કલાના મોખરાના કલાકારોમાં આજે તેની ગણતરી થાય છે. લીબલનો પિતા ક્લોન કથીડ્રલના કૉયર અને ઑર્કેસ્ટ્રાનો ડિરેક્ટર હતો. 1864માં વીસ…

વધુ વાંચો >

લી સુહ્સુન (Li Ssuhsun)

લી સુહ્સુન (Li Ssuhsun) (જ. 651, ચીન; અ. 716, ચીન) : તાંગ કાળના નિસર્ગના ચીની ચિત્રકાર. તાંગ રાજવંશમાં લી સુહ્સુનનો જન્મ થયેલો. રાજકીય ઊથલપાથલોભર્યું જીવન એ જીવેલા, દેશનિકાલ વેઠેલો તેમજ દેશમાં પુન:પ્રવેશ પણ કરેલો. માનદ લશ્કરી સેનાપતિનો હોદ્દો પણ મેળવેલો. આ ચિત્રો લી સુહ્સુને જ ચીતરેલાં એમ અધિકારપૂર્વક કહી શકાય…

વધુ વાંચો >

લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham)

લુઇસ, પર્સી વિન્ડૅમ (Lewis, Percy Wyndham) (જ. 18 નવેમ્બર 1882, નોવા સ્કોટિયા, કૅનેડા; અ. 7 માર્ચ 1957, લંડન, બ્રિટન) :  આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને વધાવી લેતી અમૂર્ત વૉર્ટિસિસ્ટ (Vorticist) ચળવળના પ્રણેતા ચિત્રકાર અને લેખક. તેમનો જન્મ ઍમ્હર્સ્ટ નજીક દરિયામાં એક તરાપા ઉપર થયો હતો. માતાપિતાના છૂટાછેડા થતાં આશરે 1893માં દસબાર વરસની…

વધુ વાંચો >

લુકાસ, વાન લેડન (Lucas, Van Leyden)

લુકાસ, વાન લેડન (Lucas, Van Leyden) (જ. 1489થી 1494, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1533, લીડન, નેધરલૅન્ડ્ઝ) : રેનેસાંસની ઉત્તર યુરોપીય શાખાના  મહત્વના ચિત્રકાર, એન્ગ્રેવર (છાપચિત્રકાર). પિતા હુઇગ (Huygh) જૅકબ્સને બાળપણમાં જ પુત્રને ચિત્રકલાની તાલીમ આપવી શરૂ કરેલી. પછીથી લુકાસ વધુ તાલીમાર્થે કૉર્નેલિસ એન્જેલ્બ્રેખ્ટ્રોનના વર્કશૉપમાં જોડાયા. આજે લુકાસની પ્રતિષ્ઠા ચિત્રકાર કરતાં છાપચિત્રકાર…

વધુ વાંચો >

લેજર, ફર્નાં (Leger, Fernand)

લેજર, ફર્નાં (Leger, Fernand) (જ. 4 ફેબ્રુઆરી 1881, આર્જેન્તા, નૉર્મન્ડી, ફ્રાન્સ; અ. 17 ઑગસ્ટ 1955, ફ્રાન્સ) : આધુનિક ઔદ્યોગિક ટેક્નૉલોજીથી પ્રભાવિત ફ્રેન્ચ ચિત્રકાર. એમનાં ચિત્રો ‘મશીન આર્ટ’ નામે જાણીતાં બન્યાં. ભડક રંગના વિરાટ કદના મિકેનિસ્ટિક આકારો ઊભા કરી કલાકૃતિઓનું સર્જન કરવાની એેમની ખાસિયત હતી. ગ્રામીણ વિસ્તારમાં બે પેઢીઓથી ઢોરઉછેરનો વ્યવસાય…

વધુ વાંચો >

લે નૈન પરિવાર (Le Nain Family)

લે નૈન પરિવાર (Le Nain Family) : [લે નૈન, એન્તોની (જ. આશરે 1588, લાઓં, ફ્રાન્સ; અ. 25 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, લુઈ (જ. આશરે 1593, લાઓં, ફ્રાન્સ; અ. 23 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, મૅથ્યુ (જ. 1607, લાઓં, ફ્રાન્સ; અ. 20 એપ્રિલ 1677, પેરિસ, ફ્રાન્સ)] : સત્તરમી…

વધુ વાંચો >