ચલચિત્ર
એન્ફન્ત્સ દુ પેરાદી
એન્ફન્ત્સ દુ પેરાદી (ચિલ્ડ્રન ઑવ્ પેરેડાઇઝ) (1945) : દિગ્દર્શન- કલાના નમૂનારૂપ ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : માર્સેલ કાર્ને. નિર્માતા : પાથે સિનેમા કંપની. પટકથા : ઝાક પ્રેવર્ટ, મોરિસ થિરેટ, જૉસેફ કૉસ્મા અને જી. મૉક્વે. અભિનયવૃન્દ : આર્લેટ્ટી (ગ્રેનેસ), ઝ્યાં લુઇ બારો (દેબ્ય્રુ), પિયરે બ્રાસ્સીયેર (ફ્રેડરિક લેમાત્રે), મારિયા કાસારિઝ (નાથાલી), માર્સેલ હેરાન્ડ…
વધુ વાંચો >એરાઉન્ડ ધ વર્લ્ડ (1967)
એરાઉન્ડ ધ વર્લ્ડ (1967) : 70 મિમી.માં નિર્માણ પામેલી સર્વપ્રથમ હિંદી ફિલ્મ. ભારત સરકારની વિદેશી હૂંડિયામણ અંગેની અવાસ્તવિક નીતિનો ખ્યાલ આપવા તૈયાર કરાયેલી આ ફિલ્મના નિર્માણની વિગત આ પ્રમાણે છે : નિર્માતા – પી. સી. પિક્ચર્સ; દિગ્દર્શક – એમ. એલ. પાછી; સંગીતનિર્દેશન – શંકર જયકિશન; અભિનયવૃંદ – રાજકપૂર, રાજશ્રી, પ્રાણ,…
વધુ વાંચો >એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956)
એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956) : જાણીતા ફ્રેન્ચ લેખક જુલે વર્નની પ્રખ્યાત કાલ્પનિક કથા પર રચાયેલી એટલી જ પ્રખ્યાત અંગ્રેજી ફિલ્મ. હોલીવુડમાં સર્જાયેલી આ લોકપ્રિય ફિલ્મના નિર્માતા છે માઇક ટોડ અને દિગ્દર્શક છે માઇકલ ઍન્ડરસન. એમાં અભિનય પણ સમર્થ કલાકારોએ આપ્યો છે. બ્રિટિશ અભિનેતા ડૅવિડ નિવેનની સાથે કેન્ટિન…
વધુ વાંચો >એલીપથ્યામ્ (Red Trap)
એલીપથ્યામ્ (Red Trap) : રાષ્ટ્રીય ચલચિત્ર સ્પર્ધા(1982)માં શ્રેષ્ઠ સિનેકૃતિનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ ચિત્રપટ. શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ માટેનો પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને દાયકાની એક મહત્વની સિનેકૃતિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ ચલચિત્ર 1983માં દિલ્હી ખાતે યોજાયેલ નવમા આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પૅનોરમા વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેના દિગ્દર્શક અદૂર…
વધુ વાંચો >એશિયન ચલચિત્ર
એશિયન ચલચિત્ર : ભારત સહિત એશિયા ખંડના તમામ દેશોમાં ચાલતી ચલચિત્ર-નિર્માણની પ્રવૃત્તિ. ભારત આ ક્ષેત્રે ચિત્રનિર્માણની સંખ્યાની દૃષ્ટિએ તો હૉલિવુડની બરાબરી કરે છે અને એકવીસમી સદીનો આરંભ થતા સુધીમાં તો વિશ્વ સિનેમામાં ભારતીય ચલચિત્રે તેની ઓળખ પણ ઊભી કરી દીધી છે. ભારતીય કલાકારો તથા કસબીઓની હૉલિવુડમાં પણ માંગ ઊભી થવા…
વધુ વાંચો >ઑન ધ વૉટર ફ્રન્ટ (1954)
ઑન ધ વૉટર ફ્રન્ટ (1954) : શોષિત ગોદી કામદારોના ભ્રષ્ટાચારી નેતા સામે એકલે હાથે બળવો પોકારનાર વીર કામદાર અને તેના સમર્થક પાદરીની કથાને વણી લેતી સિનેકૃતિ. દિગ્દર્શક : ઇલિયા કઝાન; નિર્માતા : સામ સ્પીગેલ; પટકથા : બડશુલબર્ગ; સંગીત : લિયોનાર્દ બર્નસ્ટીન; અભિનયવૃંદ : માર્લોન બ્રેન્ડો, ઇવા મારી સેન્ટ, કાર્લ માલ્ડેન,…
વધુ વાંચો >ઓમર શરીફ
ઓમર શરીફ (જ. 10 એપ્રિલ 1932, ઍલેક્ઝેન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 10 જુલાઈ 2015, કેરો, ઇજિપ્ત) : ઇજિપ્તના સુવિખ્યાત ચલચિત્ર અભિનેતા. મૂળ નામ માઇકેલ શાલહૌબ. ધનિક પિતાના આ પુત્રે નાનપણથી જ પશ્ચિમી પદ્ધતિની તાલીમ મેળવી હતી. અભિનેતા બનતાં પહેલાં થોડો સમય તેણે પિતાની પેઢીમાં કામ કર્યું હતું. કાળા વાળ, કાળી આંખો અને…
વધુ વાંચો >ઓરિદાત્થુ
ઓરિદાત્થુ : જાણીતી મલયાળમ ફિલ્મ. નિર્માણસંસ્થા : સૂર્યકાન્તિ ફિલ્મ મેકર્સ; દિગ્દર્શક-કથા-પટકથા – સંગીત : જી. અરવિન્દન; છબીકલા : શાહજી; ધ્વનિમુદ્રણ : દેવદાસ; સંકલન : બોઝ; કલાનિર્દેશક : પદ્મકુમાર; નિર્માણવર્ષ : 1986. શું આધુનિક યાંત્રિકીકરણ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જશે ? જો ખરેખર તે સત્ય હોય તો તેની શી કિંમત ચુકવવી…
વધુ વાંચો >ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930)
ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (1930) : સર્વપ્રથમ યુદ્ધવિરોધી બોલપટ. યુનિવર્સલ સ્ટુડિયો દ્વારા નિર્મિત અને એરિક મારીઆ રિમાર્કની યુદ્ધવિરોધી મહાન નવલકથા ઉપર આધારિત આ ફિલ્મ આજે પણ યુદ્ધવિરોધી ફિલ્મોની શ્રેણીમાં અગ્રસ્થાન ધરાવે છે. જર્મનીએ આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તે છેક 1960માં ઉઠાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ઉપર આધારિત આ…
વધુ વાંચો >ઑસ્કાર એવૉર્ડ
ઑસ્કાર એવૉર્ડ : ચલચિત્રજગતમાં શ્રેષ્ઠ પ્રદાન માટે દર વર્ષે એનાયત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ કક્ષાના ગૌરવવંતા એવૉર્ડ. સ્થાપના અમેરિકામાં 1929માં. વર્ષ – દરમિયાન રજૂ થયેલી ફિલ્મોમાંથી ઉત્તમ ફિલ્મોની પસંદગી કરીને એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ તરફથી પારિતોષિક રૂપે જે સુવર્ણપ્રતિમા આપવામાં આવે છે તેને ‘ઑસ્કાર’ નામે ઓળખવામાં…
વધુ વાંચો >