ચન્દ્રકાન્ત શેઠ

જોશી, ઉમાશંકર જેઠાલાલ

જોશી, ઉમાશંકર જેઠાલાલ (‘વાસુકિ’, ‘શ્રવણ’) (જ. 21 જુલાઈ 1911, બામણા, ઈડર; અ. 19 ડિસેમ્બર 1988, મુંબઈ) : અગ્રગણ્ય ગુર્જર-ભારતીય કવિ. સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર. મૂળ લુસડિયાના પણ બામણા ગામ(ઉત્તર ગુજરાત)માં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી ‘ડુંગરાવાળા’ તથા નવલબહેન ભાઈશંકર ઠાકરનાં 9 સંતાનો (7 ભાઈઓ…

વધુ વાંચો >

ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર

ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર (જ. 27 જૂન 1918, કોડીનાર, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 24 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ‘સવ્યસાચી’. વિવેચક–સંશોધક–સંપાદક અને નાટ્યવિદ. ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક. વતન વીરમગામ. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. પિતા તલાટી, વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો, પ્રાકૃતિક સૌંદર્યનો…

વધુ વાંચો >

ડોગરી ભાષા અને સાહિત્ય

ડોગરી ભાષા અને સાહિત્ય : પહાડી–કાંગરા ચિત્રશૈલીના કલાકારો તરીકે તેમજ યોદ્ધાઓ તરીકે જાણીતા ડોગરાઓનું ભાષા-સાહિત્ય. ડોગરી અને તેની બોલીઓનો વિસ્તાર તે ડુગ્ગર. અગિયારમી સદીનાં ચમ્બાનાં તામ્રપત્રોમાં મળતા ‘દુર્ગર’ શબ્દ સાથે તેને સંબંધ છે. આ દુગ્ગરમાં ઉધમપુર, રામનગર, ચમ્બા, ધરમશાળા અને કુલ્લુ; કાંગરા, બસોહલી, નૂરપુર, સામ્બા, જમ્મુ અને અખનૂર તથા ગુરુદાસપુર,…

વધુ વાંચો >

દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ

દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ (જ. 1 જાન્યુઆરી 1892, સરસ, જિ. સૂરત;  અ. 15 ઑગસ્ટ 1942, પુણે) : મહાત્મા ગાંધીજીના અંતેવાસી, અંગત મંત્રી; શ્રેયોધર્મી પત્રકાર, ચરિત્રાત્મક સાહિત્યના સમર્થ સર્જક તથા અનુવાદક. વતની દિહેણના. પિતા હરિભાઈ સંસ્કારધર્મી સંનિષ્ઠ શિક્ષક. માતા જમનાબહેન ઊંડી ધર્મભાવનાવાળાં હિંદુ સન્નારી. મહાદેવભાઈના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ, માતાપિતાનો તેમજ ગોધરાના એક…

વધુ વાંચો >

પારેખ મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’)

પારેખ, મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’) (જ. 14 જુલાઈ 1923, અમદાવાદ) : ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક, વિવેચક, હાસ્યલેખક, નાટ્યલેખક, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક. પિતા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ સાહિત્યોપાસક હતા. માતા જડાવબહેન. વતન સૂરત. ઈ. સ. 1939માં  પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1952માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી…

વધુ વાંચો >

પૌરાણિક પરંપરા

પૌરાણિક પરંપરા : લોકસમુદાય આગળ પુરાણ વગેરે વાંચી સંભળાવનારા કથાકારોની પરંપરા. ભારતની અનુશ્રુતિ મુજબ વેદગ્રંથો પાયાના ગ્રંથો છે. તે અપૌરુષેય મનાયા છે, અર્થાત્ એમની ઉત્પત્તિ દૈવી છે. બ્રહ્માનાં ચાર મુખોમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા. એ વેદોમાં કહેલી ગૂઢ બાબતોને સાચી અને વધુ સ્પષ્ટ રીતે સમજવા-સમજાવવા માટે પુરાણસંહિતાઓ લખાઈ. પુરાણોને એટલા…

વધુ વાંચો >

પ્રશસ્તિકાવ્ય

પ્રશસ્તિકાવ્ય : જેમાં પ્રશસ્તિ કેન્દ્રસ્થાને હોય એવી કાવ્યરચના. કવિતામાં જેમ સ્નેહ, ભક્તિ, વાત્સલ્ય જેવા ભાવો તેમ સ્તુતિ-પ્રશંસા જેવા ભાવો પણ અવારનવાર જોવા મળે છે. પ્રાર્થનાકાવ્યો, સ્તુતિકાવ્યો ને સ્તોત્રકાવ્યોમાંયે પ્રશસ્તિનો ભાવ ભળતો – પ્રગટ થતો જોઈ શકાતો હોય છે. કીર્તન-પ્રકારમાંયે પ્રશસ્તિનો ભાવ અનુસ્યૂત હોય છે. આ પ્રકારની રચનાઓ ઉપરાંત જીવનનાં વિવિધ…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893)

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893) : પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી કવિતાના પ્રકાશનના હેતુથી સ્થપાયેલું અને નવ વર્ષ ચાલેલું ત્રૈમાસિક. તેના સંપાદક-સંશોધક તરીકેની જવાબદારી હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રીએ ઉઠાવી હતી. આ ત્રૈમાસિકમાં પ્રગટ થયેલી કાવ્યોની સૂચિ અંકવાર નીચે પ્રમાણે છે : વર્ષ 1 : 1885 : (1) હારમાળા : લે. પ્રેમાનંદ; (2)…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ)

પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓને સંશોધિત-સંપાદિત કરી ક્રમિક મણકાઓ રૂપે પ્રકાશિત કરતી 1889થી 1895ના અરસામાં વડોદરાના તત્કાલીન રાજ્યની આર્થિક સહાયથી ચાલેલી કાવ્યગ્રંથશ્રેણી. ગ્રંથ–ક્રમાંક પ્રકાશિત કૃતિનું / કૃતિઓનાં નામ કર્તાનું/કર્તાઓનાં નામ પ્રકાશનવર્ષ  1 દ્રૌપદીહરણ પ્રેમાનંદ 1890  2 રસિકવલ્લભાદિ દયારામ 1890  3 રાજસૂયયજ્ઞ ગિરધર 1890  4…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >