ચન્દ્રકાન્ત મહેતા
ભરતેશ્વરવૈભવ
ભરતેશ્વરવૈભવ (સોળમી સદી) : કન્નડ કૃતિ. સોળમી શતાબ્દીના અંતમાં જૈન કવિ રત્નાકરવર્ણીએ રચેલી કાવ્યકૃતિ. 18 સર્ગોમાં રચાયેલી એ બૃહદ મહાકાય રચના છે. એમાં 2,000 જેટલાં કાવ્યો છે. કાવ્યનું શીર્ષક દર્શાવે છે, તે પ્રમાણે એ પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતેશ્વરના જીવન પર આધારિત છે. પૂર્ણ જાહોજલાલી તથા સર્વ પ્રકારની સમૃદ્ધિમાં ઊછર્યા હોવા…
વધુ વાંચો >ભંજ, ઉપેન્દ્ર
ભંજ, ઉપેન્દ્ર (સત્તરમી શતાબ્દી) : ઊડિયા લેખક. મધ્યકાલીન ઊડિયાના ખ્યાતનામ કવિ. એમનો જન્મ ગુંજાર જિલ્લાના ધુમુસર ગામના રાજકુટુંબમાં થયો હતો. એમનો જીવનકાળ ઈ. સ. 1680થી ઈ.સ. 1720નો મનાય છે. એમના દાદા ધનંજય ભંજ એ યુગના અગ્રગણ્ય કવિ હતા. એમણે પરંપરાગત રીતે શિક્ષણ લીધું હતું. સંસ્કૃતમાં પાંડિત્ય મેળવ્યું હતું. એમણે 100…
વધુ વાંચો >ભાઈ મોહનસિંહ
ભાઈ મોહનસિંહ (જ. 1905, પાકિસ્તાન; અ. 1965) : પંજાબી લેખક. એમની કાવ્યચેતના પર એમની જન્મભૂમિની લોકકથાઓ અને સામાજિક રૂઢિઓનો તથા તેના ભવ્ય પ્રાકૃતિક પરિવેશનો પ્રભાવ હતો. ‘સાવે પુત્તર’ (1930) એમની પ્રારંભિક રચનાઓનો સંગ્રહ છે. એમાં આદર્શવાદ તથા ઉર્દૂ અને ફારસીનો પ્રભાવ છે. ‘કસુમડા’(1939)માં વિષય તથા નિરૂપણમાં એમની કાવ્યપ્રતિભાની ઝાંખી થાય…
વધુ વાંચો >ભાઈ વીરસિંગ
ભાઈ વીરસિંગ (જ. 1872; અ. 1957) : આધુનિક પંજાબી સાહિત્યના અગ્રગણ્ય લેખક. તેઓ અમૃતસરમાં રહેતા હતા. એમના પિતા ડૉ. ચરણસિંહ પણ પંજાબી સાહિત્યકાર હતા. એમના નાના ધર્મપરાયણ વ્યક્તિ હતા. પિતાની સાહિત્યપ્રીતિ અને નાનાની ધાર્મિકતા બંનેનો વારસો એમણે દીપાવ્યો. તેઓ પત્રકાર તરીકે પણ જાણીતા હતા. 1899માં એમણે ‘ખાલસા સમાચાર’ સાપ્તાહિક શરૂ…
વધુ વાંચો >ભાન, પુષ્કર
ભાન, પુષ્કર (જ. 1926 – ) : કાશ્મીરી લેખક. મધ્યમવર્ગીય કાશ્મીરી પંડિતના પુત્ર. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પસાર કરીને મુંબઈની મૉડર્ન મિલમાં હિસાબ વિભાગમાં જોડાયા. 1947માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે તે ભારતના સૈન્યના સાંસ્કૃતિક વિભાગમાં જોડાયા અને ભારતીય સૈન્યના સાંસ્કૃતિક જૂથમાં થતાં નાટકોમાં અભિનેતા તરીકે પંકાયા. 1951માં…
વધુ વાંચો >ભાનુમતી
ભાનુમતી (1890–91) : આસામી કૃતિ. અસમિયા લેખક પદ્મનાથ ગોંહાઈ બરુઆની નવલકથા. આસામી સાહિત્યની તે પ્રથમ નવલકથા છે. આસામીમાં એ સાહિત્યપ્રકાર તેનાથી શરૂ થાય છે. આ નવલકથા સામયિકમાં ધારાવાહીરૂપે પ્રકાશિત થઈ હતી. એ ભાનુમતી અને ચારુ ગોંહાઈની પ્રણયકથા છે. ભાનુમતીના પિતા એને, કશી વાતનું દુ:ખ ન પડે તે માટે, રાજકુંવર સાથે…
વધુ વાંચો >ભારતીદાસન્
ભારતીદાસન્ (જ. 21 એપ્રિલ 1891, પૉંડિચેરી; અ. 21 એપ્રિલ 1964) : ખ્યાતનામ તમિળ કવિ. મૂળ નામ કનક સુબ્બુરત્નમ્. પૉંડિચેરીમાં અભ્યાસ. 1908માં તમિળ વિદ્વાન પરીક્ષામાં પ્રથમ આવ્યા. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પણ તેઓ જાણતા હતા. તેમણે પૉંચેરીમાં કાલ્વે કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. 1908માં તમિળ કવિ ભારતીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત…
વધુ વાંચો >ભારતીય સાહિત્યશાસ્ત્ર
ભારતીય સાહિત્યશાસ્ત્ર (1956) : મરાઠી કૃતિ. નાગપુર વિશ્વવિદ્યાલયના સંસ્કૃતના પ્રાધ્યાપક અને પંડિત ગણેશ ત્ર્યંબક દેશપાંડેના ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર’ પુસ્તકને 1956ના મરાઠી સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. એમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો સળંગ ઇતિહાસ આપેલો છે; એટલું જ નહિ, પણ એમાં કવિતા તેમજ નાટક વિશેના ભરતથી જગન્નાથ પંડિત સુધીના સર્વે…
વધુ વાંચો >ભારતી, સુબ્રમણ્યમ્
ભારતી, સુબ્રમણ્યમ્ (જ. 11 ડિસેમ્બર 1882, એટ્ટયપુરમ્, જિ. તિરુનેલવેલી, તમિલનાડુ; અ. 1921) : વીસમી સદીના પ્રારંભિક કાળના સૌથી મહાન તમિળ કવિ. 1880માં એટ્ટયપુરમ્ ખાતે પ્રથમ કાપડ-મિલના સ્થાપક અને પશ્ચિમી તકનીકના હિમાયતી વિદ્વાન બ્રાહ્મણ ચિન્નાસ્વામી આયરના પુત્ર. 5 વર્ષની વયે માતાનું અવસાન. 14 વર્ષની વયે લગ્ન થયું. તિરુનેલવેલીની હિન્દુ કૉલેજમાં કેટલુંક…
વધુ વાંચો >ભારતી, સોમસુંદર
ભારતી, સોમસુંદર (જ. 1876; અ. 1954) : તમિળ લેખક. વીસમી શતાબ્દીમાં તમિલનાડુમાં રાષ્ટ્રીયતાનો પ્રચાર કરનારા લેખકોમાં સોમસુંદર ભારતીનું સ્થાન અગ્રેસર રહ્યું છે. એમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી અને વકીલાત શરૂ કરી. એમણે અધ્યયનકાળમાં જ અનેક તમિળ વિદ્વાનોને મળી તમિળ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે થોડો…
વધુ વાંચો >