ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
ઈસા, કૅથેરાઈન
ઈસા, કૅથેરાઈન (જ. 3 એપ્રિલ 1898 એક્ટેરિનોસ્લૉવ, યુક્રેન, રશિયા; અ. 4 જૂન, 1997, સાન્તા બાર્બરા, કેલિફોર્નિયા) : એક્ટેરિનોસ્લૉવ રશિયામાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર મહિલા-વનસ્પતિશાસ્ત્રી. તેમણે રશિયા, જર્મની અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હતું. તે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં ડેવિસ કૅમ્પસમાં અને 1965થી સાન્તા બાર્બરા કૅમ્પસમાં વનસ્પતિવિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા રહ્યાં હતા. વનસ્પતિની અંત:સ્થ રચના તેમનો…
વધુ વાંચો >ઉપલસરી (અનંતમૂળ)
ઉપલસરી (અનંતમૂળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hemidesmus indicus R. Br. (સં. અનંતમૂલ, સારિયા, નાગ-જિહવા, ઉત્પલસારિવા; હિં. અનંતમૂલ, કપૂરી; બં. અનંતમૂલ શ્યામાલતા; મ. અનંતમૂલ, ઉપરસાલ, ઉપલસરી, કાવરી; ગુ. સારિવા, ઉપલસરી, ઉપરસાલ, કપૂરી, મધુરી, અનંતમૂળ; ક. સુગંધીબલ્લી, નામદેવેરૂ, કરીબંટ, સોગદે; તે. પલાશગંધી; મલા. નાન્નારી;…
વધુ વાંચો >ઉપલેટ (કઠ)
ઉપલેટ (કઠ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍૅસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saussurea lappa C. B. Clarke (સં. કુષ્ઠ, હિં. કુઠ, મ. કોષ્ઠ, બં. કુઠ, કં. કોષ્ટ, તે. ચંગલકુષ્ટ, ફા. કાક્ષોહ, અ. કુસ્તબેહેરી, ગુ. ઉપલેટ, કઠ; અં. કોસ્ટસ, કુઠ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, ઉત્કંટો, સૂરજમુખી વગેરેનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >ઉલટકંબલ (ઓલટકંબલ)
ઉલટકંબલ (ઓલટકંબલ) : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ambroma augusta Linn. f. (હિં. ઉલટકંબલ; બં. સનુકપાસી, ઓલટકંબલ; અં. કેવિલ્સકૉટન, પેરીનિયલ ઇંડિયન હેમ્પ) છે. કડાયો, સુંદરી, મરડાશિંગી અને મુચકુંદ આ વનસ્પતિનાં સહસભ્યો છે. તે મોટો, ઝડપથી વિસ્તરતો રોમિલ ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તે પંજાબ અને…
વધુ વાંચો >ઊંધાફૂલી
ઊંધાફૂલી : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Trichodesma indicum R. Br. (સં. અવાંકપુષ્પી, અધ:પુષ્પી, રોમાલુ; હિ. અંધાહુલી, ધ્વેટા કુલ્ફા, રત્મંડી; મ. છોટા ફુલવા; ગુ. ઊંધાફૂલી) છે. ગુજરાતમાં Trichodesmaની ચાર જાતિઓ મળી આવે છે. ગુજરાતના પ્રખ્યાત વનસ્પતિવિદ જયકૃષ્ણ ઇંદ્રજીએ T. africanum R. Br. ફક્ત કચ્છમાં મળતી…
વધુ વાંચો >ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર)
ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર) : સજીવના બંધારણમાં આવેલ પ્રોટીનનું ઍસિડ જલાપઘટન (hydrolysis) કરતાં પ્રાપ્ત થતા એકલકો (monomers). તેઓ વનસ્પતિકોષોમાં થતી ચયાપચયની પ્રક્રિયાના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે; તેથી જુદા જુદા કોષો, પેશી અને અંગોમાં તેઓ વિવિધ માત્રામાં મળી આવે છે. ઍમિનોઍસિડનું માપન નીનહાઇડ્રીન દ્વારા થઈ શકે છે. જીવોત્પત્તિ અને ઉદવિકાસ અને વિભેદન…
વધુ વાંચો >ઓઝા, જયન્તીલાલ દેવશંકર
ઓઝા, જયન્તીલાલ દેવશંકર (જ. 25 જુલાઈ 1907; અ. 16 ફેબ્રુઆરી 1981) : ગુજરાતના અગ્રણી વનસ્પતિવિદ્ અધ્યાપક. મુખ્ય વિષય વનસ્પતિવિજ્ઞાન સાથે 1929માં ફરગ્યુસન કૉલેજ, પુણેમાંથી સ્નાતકની પદવી મેળવી. 1932માં પ્રા. એસ. એલ. અજરેકરના માર્ગદર્શન નીચે ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ‘A study of fungus parasites of Tinospora cordifolia miels’ (ગળો) ઉપર સંશોધનનિબંધ લખીને…
વધુ વાંચો >ઑપેરિન, ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ
ઑપેરિન, ઍલેક્ઝાન્ડર ઇવેનૉવિચ [જ. 2 માર્ચ 1894, ઉગ્લિક (મૉસ્કો પાસે); અ. 21 એપ્રિલ 1980, મૉસ્કો] : રાસાયણિક દ્રવ્યોમાંથી સજીવની ઉત્પત્તિના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર મહાન રશિયન જીવવિજ્ઞાની. તેમણે મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી વનસ્પતિદેહધર્મશાસ્ત્ર(plant physiology)નો મુખ્ય વિષય લઈને ડૉક્ટરેટ મેળવી. અભ્યાસ દરમિયાન વનસ્પતિદેહધર્મશાસ્ત્રી કે. એ. તિમિર્યાઝેવ – જે ડાર્વિનના સંપર્કમાં આવેલ હતા…
વધુ વાંચો >કશ્યપ શિવરામ લાલા
કશ્યપ, શિવરામ લાલા [જ. 6 નવેમ્બર 1882, જેલમ (પંજાબ); અ. 26 નવેમ્બર 1934, લાહોર] : સુપ્રસિદ્ધ ભારતીય વનસ્પતિશાસ્ત્રી. કાયસ્થ કુટુમ્બની ફક્ત લશ્કરી નોકરી કરવાની પરંપરા તોડીને 1900માં આગ્રાની મેડિકલ સ્કૂલનો ડિપ્લોમા મેળવીને કશ્યપ ડૉક્ટર થયા. ખાનગી વિદ્યાર્થી તરીકે પંજાબ યુનિવર્સિટીની બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી જીવવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે જોડાયા…
વધુ વાંચો >