ગુરુબક્ષસિંહ

અહુજા, રોશનલાલ

અહુજા, રોશનલાલ (જ. 1904, વી. ટિબ્બી કૈસરાની, દેરા ગાઝીખાન) : પંજાબી નાટ્યલેખક અને સાહિત્યવિવેચક. સાત સંપૂર્ણ નાટકોના અને છ એકાંકીસંગ્રહોના લેખક. એકાંકીઓમાં તેઓ મહદંશે વ્યંગ્યાત્મક મિજાજમાં જીવનની નાની પણ મહત્વની ઘટનાનું નિરૂપણ કરે છે. તેમનાં ત્રણ દીર્ઘ નાટકો  ‘કલિંગ દા દુખાંત’ (રાજ્ય પારિતોષિક-વિજેતા), ‘દારા શિકોહ દા દુખાંત’ અને ‘ક્લિયોપૅટ્રા દા…

વધુ વાંચો >

આઝાદ, અવતારસિંઘ

આઝાદ, અવતારસિંઘ (જ.  ડિસેમ્બર 1906; અ. 31 મે 1972) : પંજાબી કવિ. વ્યવસાયે પત્રકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે બ્રિટિશ જેલોમાં સજા ભોગવેલી. તેમણે કાવ્યોના કુલ 10 સંગ્રહો (‘વિશ્વવેદના’ – 1941, ‘સોન સવેરા’ – 1945, ‘સોન શીખરાન’ – 1958) આપ્યા છે. ઉમર ખય્યામના ‘ખૈયામ ખુમારી’, ગુરુ ગોવિંદસિંહના ‘ઝફરનામા’ અને…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આન્દ્રા

આન્દ્રા : જાણીતા પંજાબી લેખક સંતસિંહ શેખોં(જ. 30 મે 1908; અ. 1997)ની મનોવૈજ્ઞાનિક નવલકથા. તેમાં સળંગ ચેતનાપ્રવાહ (stream of consciousness) ની શૈલીમાં નાયકનું આંતરદ્વન્દ્વ દર્શાવ્યું છે. જમીનદારે એક જણનું ‘ખૂન’ કરાવવાનું ષડયંત્ર રચ્યું છે. હત્યારાઓને કામે લગાડ્યા છે. ત્યાં તેને ખબર પડે છે કે જેનું એ ખૂન કરવા તત્પર થયો…

વધુ વાંચો >

આરિફ, કિશનસિંઘ

આરિફ, કિશનસિંઘ (જ. 1836, અમૃતસર, પંજાબ; અ. 1904, પંજાબ, ઇન્ડિયા) : પંજાબી કવિ. 28 કાવ્યગ્રંથોના લેખક. આમાં ધાર્મિક, ઉપદેશાત્મક તથા હીર, શીરીન-ફરહાદ, પૂરણ ભગત, ભરથરી-હરિ, રાજા-રસૂલા, દુલ્લા-ભટ્ટી અને અન્ય પ્રેમકિસ્સાઓની કાવ્યરચનાઓ છે. તેઓ મહદંશે હીર(કલિયનવાલી હીર)ના કાવ્યસ્વરૂપના કારણે જાણીતા છે. આરિફ 19મી સદીના ઉત્તરાર્ધના પ્રતિનિધિ કવિ છે. તેઓ ઊર્મિપ્રધાનતા અને…

વધુ વાંચો >

ઇક્ક શીત્ત ચનન દી

ઇક્ક શીત્ત ચનન દી (1963) : કરતારસિંઘ દુગ્ગલની 25 પંજાબી ટૂંકી વાર્તાઓનો પ્રતિનિધિ સંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1965માં ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું હતું. આમાંની મોટા ભાગની વાર્તાઓ સ્ત્રી-પાત્રોની આસપાસ કેન્દ્રિત છે. એ પાત્રોના માનસિક સ્તર માટે જવાબદાર બનતી સામાજિક પરિસ્થિતિ આસપાસ તેમની વાર્તાનું વિશ્વ રચાય છે. અન્ય સંગ્રહોની…

વધુ વાંચો >

કાગઝ તે કૅન્વાસ

કાગઝ તે કૅન્વાસ (1970) : પંજાબનાં કવયિત્રી અમૃતા પ્રીતમનો કાવ્યસંગ્રહ. તેને 1981માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં અમૃતા પ્રીતમ તેમનાં અગાઉનાં કાવ્યો કરતાં જુદો વળાંક લે છે. તે લોકબિંબો અને રૂઢિપ્રયોગોને સ્થાને આધુનિક બિંબો અને રૂઢિપ્રયોગો તથા લોકઢાળ અને પ્રણાલીગત છંદોને બદલે મુક્ત છંદોનો ઉપયોગ કરે છે. નિરાશાવાદ સુધી…

વધુ વાંચો >

કાચ દે વસ્તર

કાચ દે વસ્તર : સોહનસિંઘ મીશાનો પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું. કાવ્યો મહદંશે શહેરી નિમ્ન મધ્યમ વર્ગના વિશ્વને સ્પર્શે છે, આ વર્ગના લોકો તેમની શ્રદ્ધા અને માન્યતાઓને વસ્ત્રોની જેમ પહેરે છે અને પોતાને ઢંકાયેલા તથા રક્ષાયેલા માને છે; પરંતુ આ વસ્ત્રો જાણે…

વધુ વાંચો >

કાલ આજ તે ભાલક (1972)

કાલ, આજ તે ભાલક (1972) : પંજાબી લેખક હરચરણસિંઘનું 1973માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિકપ્રાપ્ત નાટક. પ્રવર્તમાન રાજકીય ભ્રષ્ટાચાર વિશે ગંભીર કટાક્ષવાળું હળવું પ્રહસન. પથભ્રષ્ટ ધાર્મિક ઉપદેશક મહંત ચરણદાસની તમામ ઇચ્છાઓ સ્વપ્નમાં પરિપૂર્ણ થાય છે. તે પ્રધાન બને છે અને ભૌતિક આનંદની તેની એષણા સંતોષે છે. આ નાટકની પશ્ચાદભૂમિકામાં નાટ્યલેખકે લોકનાટ્ય…

વધુ વાંચો >

કિસ પેહ ખોલો ગાંઠડી

કિસ પેહ ખોલો ગાંઠડી (1985) : પંજાબી સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલની આત્મકથા. પંજાબી ભાષાના ચરિત્રાત્મક સાહિત્યમાં શૈલીની દૃષ્ટિએ તે નવી જ ભાત પાડે છે. તેમાં અનિવાર્ય રીતે લેખક, તેમનાં સુખદુ:ખ, તેમની સિદ્ધિઓ, તેમની યાતનાઓ – ટૂંકમાં વ્યક્તિ અને કલાકાર તરીકે તેમના ઘડતરમાં જે જે પરિબળો, ઘટનાઓ, અનુભવો વગેરેએ ભાગ ભજવ્યો છે…

વધુ વાંચો >