આરિફ, કિશનસિંઘ (જ. 1836, અમૃતસર, પંજાબ; અ. 1904, પંજાબ, ઇન્ડિયા) : પંજાબી કવિ. 28 કાવ્યગ્રંથોના લેખક. આમાં ધાર્મિક, ઉપદેશાત્મક તથા હીર, શીરીન-ફરહાદ, પૂરણ ભગત, ભરથરી-હરિ, રાજા-રસૂલા, દુલ્લા-ભટ્ટી અને અન્ય પ્રેમકિસ્સાઓની કાવ્યરચનાઓ છે. તેઓ મહદંશે હીર(કલિયનવાલી હીર)ના કાવ્યસ્વરૂપના કારણે જાણીતા છે. આરિફ 19મી સદીના ઉત્તરાર્ધના પ્રતિનિધિ કવિ છે. તેઓ ઊર્મિપ્રધાનતા અને સંગીતમય કવિતાને લીધે તેમના સમકાલીનોથી જુદા તરી આવે છે. તેમની કવિતામાં નિરાશાવાદ, પલાયનવાદ અને સ્ત્રી-વિરોધી વલણ વ્યક્ત થાય છે.

ગુરુબક્ષસિંહ