ગુજરાતી સાહિત્ય
કરણઘેલો
કરણઘેલો (1866) : લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે. પાટણનો રાજા કરણ વાઘેલો એના…
વધુ વાંચો >કરુણપ્રશસ્તિ
કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…
વધુ વાંચો >કલાપી
કલાપી (જ. 26 જાન્યુઆરી 1874, લાઠી; અ. 9 જૂન 1900, લાઠી) : મૂળ નામ ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી. પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા. 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું. માતાનું નામ રાજબા. 1882થી 1890 સુધી રાજકોટની કૉલેજમાં અધ્યયન. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજી પાંચમા ધોરણ…
વધુ વાંચો >કલ્પના (સાહિત્ય)
કલ્પના (સાહિત્ય) : સર્જનાત્મક પ્રવૃત્તિ માટેનું તાત્વિક મહત્વનું ઉપાદાન. પ્રારંભમાં સર્જકો તથા વિવેચકોએ મુખ્યત્વે તેનો કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને ઉલ્લેખ કર્યો છે. સાહિત્યનાં બીજાં સ્વરૂપો અને સિદ્ધાંતોની જેમ જ આ પ્રશ્ન વિશે પણ મધ્યયુગ તથા પુનરુત્થાન યુગ દરમિયાન ઍરિસ્ટોટલ અને પ્લૅટોના નામે ઘણી ચર્ચા થઈ છે. મધ્યયુગ દરમિયાન કલ્પનાલક્ષી બાબતો પૂરતો બહુધા…
વધુ વાંચો >કવિતા
કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…
વધુ વાંચો >કવિ દલપતરામ
કવિ દલપતરામ (જ. 21 જાન્યુઆરી 1820, વઢવાણ; અ. 25 માર્ચ 1898, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર બે મુખ્ય કવિઓ(નર્મદ અને દલપત)માં કાળક્રમે પ્રથમ આવતા કવિ. પિતા ડાહ્યાભાઈ ત્રવાડી કર્મકાંડના વ્યવસાયને કારણે વતન વઢવાણમાં ‘ડાહ્યા વેદિયા’ તરીકે જાણીતા હતા. બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરેલી. પિતાને મંત્રોચ્ચાર…
વધુ વાંચો >કવિની શ્રદ્ધા (1972)
કવિની શ્રદ્ધા (1972) : ઉમાશંકર જોશીનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત સત્તર વિવેચનલેખોનો સંગ્રહ. ઉમાશંકરની પક્વ વિવેચનશક્તિના નિદર્શક આ સંગ્રહમાં સિદ્ધાંતનિષ્ઠ અને કૃતિનિષ્ઠ વિવેચનાના કેટલાક મૂલ્યવાન લેખો ઉપરાંત પશ્ચિમના કેટલાક મહત્વપૂર્ણ સર્જકો વિશેના લેખો પણ સંઘરાયેલા છે. ઉમાશંકરમાં બેઠેલો તેજસ્વી અધ્યાપક, એમનું સર્જકત્વ અને અંગ્રેજી-સંસ્કૃત ભાષાનું તેમનું ઊંડું અધ્યયન એ સર્વનો…
વધુ વાંચો >કવિ ન્હાનાલાલ દલપતરામ – ‘પ્રેમ-ભક્તિ’
કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમ-ભક્તિ’ (જ. 16 માર્ચ 1877, અમદાવાદ; અ. 9 જાન્યુઆરી 1946) : અર્વાચીન કાળના પહેલી હરોળના ગુજરાતી કવિ. અટક ત્રિવેદી પણ પિતા ‘કવીશ્વર’ તરીકે પંકાતા હોવાથી શાળાને ચોપડે તેમ પછી જીવનભર ‘કવિ’. નાનપણમાં અલ્લડવેડાથી પોતાનાં ભણતર અને ભાવિ વિશે વૃદ્ધ પિતાને ચિંતા કરાવેલી, પણ 1893નું મૅટ્રિકનું વર્ષ એમને…
વધુ વાંચો >કહેવતકથા (લોકોક્તિ)
કહેવતકથા (લોકોક્તિ) : ‘કહેવત’ અને ‘કથા’ એ બે શબ્દો મળીને ‘કહેવતકથા’ થઈ, પણ ‘કહેવતકથા’ શબ્દપ્રયોગ આધુનિક કાળે પ્રયોજાવો શરૂ થયો છે. લૌકિક પરંપરામાં ‘કહેવતકથા’ ‘લોકોક્તિ’ તરીકે પણ પ્રચલિત હતી. ‘કહેવત’ એટલે કહેતી, ર્દષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; ‘કહેવત’ ‘કહે’ ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં ‘કહેવું’ ‘કહેણી’ કે ‘કથવું’ અર્થ…
વધુ વાંચો >