ગુજરાતી સાહિત્ય
એતદ્
એતદ્ : આધુનિકતાનો પુરસ્કાર કરતું ગુજરાતી માસિક. ‘ઊહાપોહ’ના પુનર્જન્મ રૂપે પ્રગટેલા આ માસિકની શરૂઆત 1977ના નવેમ્બરમાં થઈ હતી. એપ્રિલ, 1983 સુધી તેના સંપાદનની જવાબદારી ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે સંભાળી હતી. જૂન, 1983થી સુરેશ જોષી અને શિરીષ પંચાલે સંપાદન સંભાળેલું. જાન્યુઆરી, 1987થી આ સામયિક ત્રૈમાસિક બન્યું છે. આ…
વધુ વાંચો >એન્સાઇક્લોપીડિયા
એન્સાઇક્લોપીડિયા : જુઓ કોશસાહિત્ય
વધુ વાંચો >એપિસ્ટલરી નૉવેલ
એપિસ્ટલરી નૉવેલ : જુઓ પત્રાત્મક નવલકથા.
વધુ વાંચો >એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)
એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908) : ગુજરાતી અને ઉર્દૂ તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા અમૃત કેશવ નાયક(1877-1907)ની ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં હપતે હપતે પ્રગટ થયેલી સામાજિક નવલકથા. તે ગુજરાતી પ્રેસ તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રસિદ્ધ થઈ હતી. તેને ઘણી લોકચાહના મળી હતી. પચાસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાનું કથાવસ્તુ શૈક્ષણિક અને સામાજિક…
વધુ વાંચો >ઍલેગરી
ઍલેગરી : જુઓ રૂપકગ્રંથિ.
વધુ વાંચો >ઐતરેય ઉપનિષદ
ઐતરેય ઉપનિષદ : જુઓ ઉપનિષદ.
વધુ વાંચો >ઓઝા, પ્રતાપ
ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ…
વધુ વાંચો >કચ્છનું સંસ્કૃતિદર્શન
કચ્છનું સંસ્કૃતિદર્શન (1959) : કચ્છની સંસ્કૃતિનું સર્વગ્રાહી દર્શન કરાવતો ગ્રંથ. લેખક રામસિંહજી કા. રાઠોડ. તેનાં 278 જેટલાં પૃષ્ઠોમાં અને 31 પ્રકરણોમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રમાણમાં શ્રદ્ધેય કહી શકાય તેવું ચિત્ર મળે છે. એ માટે લેખકે પ્રાચીન ગ્રંથો, વિદેશીઓના લેખો, તામ્રપત્રો, સિક્કા, શિલાલેખો, લોકગાથાઓ, પાળિયા, મંદિરો, કળાના નમૂના વગેરેનો અહીં…
વધુ વાંચો >કટાક્ષ
કટાક્ષ : વ્યક્તિમાં કે સમષ્ટિમાં રહેલાં દુર્ગુણો, મૂર્ખાઈ, દુરાચાર કે નબળાઈઓને હાંસી (ridicule), ઉપહાસ (derision), વિડંબના (burlesque) કે વક્રોક્તિ (irony) રૂપે બહુધા તેમાં સુધારો લાવવાની ભાવનાથી તેની નિંદા કે ઠપકા માટે પ્રયોજાતું સાહિત્ય-સ્વરૂપ. તેના માટે અંગ્રેજી પર્યાય છે SATIRE અને તેનું મૂળ છે લૅટિન શબ્દ SATIRA, જે SATURAનું પાછળથી ઉદભવેલું…
વધુ વાંચો >કથાઘટક
કથાઘટક : સાહિત્ય કે કલાની કૃતિમાં વણાયેલો કેન્દ્રવર્તી વિચાર. દા. ત., ઈર્ષ્યાભાવ એ ‘ઑથેલો’નું કથાબીજ કે ઘટક છે. આને માટે ફ્રેન્ચ ભાષામાં motif અને અંગ્રેજીમાં motive શબ્દો છે. અલબત્ત કેટલાક આંગ્લ લેખકો અંગ્રેજીમાં પણ motif લખાય-વપરાય એવો આગ્રહ સેવે છે. કૃતિનો પ્રધાન વિચાર ક્યારેક પાત્ર નિમિત્તે વ્યક્ત થતો હોય છે.…
વધુ વાંચો >