ગુજરાતી સાહિત્ય

‘સુકાની’

‘સુકાની’ (જ. 25 સપ્ટેમ્બર 1896, મુંદ્રા, કચ્છ; અ. 22 સપ્ટેમ્બર 1958, ચેન્નાઈ) : નવલકથાકાર, નિબંધકાર તેમજ વહાણવટાના તજ્જ્ઞ. મૂળનામ બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. વતન મુંદ્રા-કચ્છ. શિક્ષણ મુંબઈમાં. 1918માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. તે પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક વર્ષ ફેલો તરીકે તથા તે પછી પાંચ વર્ષ સંસ્કૃત-અંગ્રેજીના…

વધુ વાંચો >

સુદર્શન ગદ્યાવલિ

સુદર્શન ગદ્યાવલિ : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગના સમર્થ પ્રતિનિધિ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’માં 1885થી 1898 દરમિયાન કરેલાં ગદ્યલખાણનો સંગ્રહ. મણિલાલે એ લેખોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય અને શિક્ષણ એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરી હતી. ‘સિદ્ધાન્તસાર’ અને ‘પ્રાણવિનિમય’ તથા ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ જેવી સળંગ…

વધુ વાંચો >

સુદામાચરિત્ર

સુદામાચરિત્ર : ભગવાન શ્રીકૃષ્ણ સાથે સખ્યભક્તિથી જોડાયેલા તેમના બાલસખા સુદામાની ચરિત્ર-કથા. તે ભાગવતના દશમસ્કંધના 8081મા અધ્યાયમાં મળે છે. ભાગવતમાં સુદામાનો ‘કોઈ બ્રાહ્મણ’ તરીકે, કૃષ્ણના ગરીબ, બ્રાહ્મણ બાળમિત્ર તરીકે અને પછી ‘કુચૈલ’ તરીકે ઉલ્લેખ છે; પરંતુ ‘સુદામા’ એવો નામોલ્લેખ નથી. કૃષ્ણ-સુદામાની મૈત્રીને મધ્યકાળમાં વિવિધ કવિઓએ કાવ્યરૂપ આપ્યું છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ પદમાળા…

વધુ વાંચો >

સુધાંશુ

સુધાંશુ (જ. 25 ડિસેમ્બર 1913, પોરબંદર; અ. 29 માર્ચ 1983, પોરબંદર) : ગુજરાતીના કવિ, વાર્તાકાર અને સાહિત્યિક પત્રકાર. મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં. ઈ. સ. 1931માં મૅટ્રિક. વડોદરા કૉલેજમાં એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ. 1932-33માં રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ કાર્યાલયમાં નોકરીની શરૂઆત. થોડો વખત મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ઝવેરચંદ મેઘાણી…

વધુ વાંચો >

સુન્દરમ્

સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)] : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં…

વધુ વાંચો >

સેનગુપ્તા પ્રીતિ

સેનગુપ્તા, પ્રીતિ (જ. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત…

વધુ વાંચો >

સોની રમણલાલ પીતાંબરદાસ ‘સુદામો’

સોની, રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’ (જ. 25 જાન્યુઆરી 1908, કોણપુર, તા. મોડાસા, જિ. બનાસકાંઠા; અ. 20 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : બાળસાહિત્યકાર અને અનુવાદક. માતાનું નામ જેઠીબા. શાળાજીવનથી જ વાંચન-લેખનનો શોખ. મોડાસાના શાળાજીવન બાદ, વિદ્યાપીઠના ગ્રામસેવા વિદ્યાલયમાં પ્રથમ દિવસે જ ગાંધીજી પાસેથી ‘જનસેવા’ની મંત્રદીક્ષાની પ્રાપ્તિ. સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વખત જેલનિવાસ. ઈ.…

વધુ વાંચો >

સોપાન

સોપાન (જ. 14 જાન્યુઆરી 1910, ચકમપર, તા. મોરબી; અ. 23 એપ્રિલ 1986, વડોદરા) : ગુજરાતી વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર, સમાજહિતચિંતક, રાજકારણ-વિશ્ર્લેષક, સ્વાતંત્ર્યસેનાની. મૂળ નામ મોહનલાલ તુલસીદાસ મહેતા. અન્ય તખલ્લુસ ‘શ્રી’. વતન મોરબી. જ્ઞાતિએ દશા શ્રીમાળી જૈન વણિક. બાળકો જીવતાં નહિ એ વહેમે નાનપણમાં એમનું નામ ગાંડાલાલ પાડેલું. એમની સાત વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

સોમૈયા હરજીવન

સોમૈયા, હરજીવન (જ. 12 નવેમ્બર 1911, જોડિયા, જિ. જામનગર; અ. 19 જુલાઈ 1942, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને સાહિત્યકાર. જન્મ ગરીબ લોહાણા પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જોડિયામાં લીધું. પિતાનું અવસાન થતાં માતા, પુત્ર અને નાની બહેન કાકા પાસે કરાંચી આવ્યાં. માતા ઘરકામ કરીને ભાઈ-બહેનને ભણાવતાં. હરજીવન મૅટ્રિકમાં હતા તે વર્ષે…

વધુ વાંચો >

સોરઠ તારાં વહેતાં પાણી

સોરઠ, તારાં વહેતાં પાણી (1937) : ઝવેરચંદ મેઘાણીકૃત કીર્તિદા અને લોકપ્રિય નવલકથા. ગુજરાતીની વાતાવરણપ્રધાન પ્રાદેશિક કૃતિઓમાં તે ઘણી ધ્યાનપાત્ર રહી છે. હેતુલક્ષી ઘટનાઓને ક્રમશ: આલેખતી આ નવલકથા સોરઠના જાનપદી જીવનને ઊંડળમાં લે છે. આ નવલકથામાં મહત્વનાં પાત્રો તો અનેક છે પણ તેમાં નાયક-નાયિકા કોઈ નથી. કહેવું હોય તો કહી શકાય…

વધુ વાંચો >