ગુજરાતી સાહિત્ય

આખ્યાન

આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે,…

વધુ વાંચો >

આગગાડી

આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…

વધુ વાંચો >

આગંતુક

આગંતુક : ધીરુબહેન પટેલ કૃત 2001ના વર્ષનું કેન્દ્ર સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનાર ગુજરાતી નવલકથા (1996). ‘આગંતુક’નું નાન્દીવાક્ય છે : ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત….’ સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહિ, ભગવાં કપડાંનોય ત્યાગ કરીને…

વધુ વાંચો >

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ (જ. 9 સપ્ટેમ્બર 19૦૦, જેતલસર; અ. 25 નવેમ્બર 1965) : ગુજરાતીમાં સાગરસાહસની નવલકથાઓના લેખક ઉપરાંત નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કચ્છ-માંડવીમાં. લેખક તરીકેનાં ઘડતર-બળોમાં આટલાં મુખ્ય : સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કારવારસો, લોકસાહિત્યની લોકકથાઓ અને દંતકથાઓ, સિનેસૃષ્ટિનો અનુભવ અને પત્રકારત્વનો વ્યવસાય. 1917માં મૅટ્રિક થઈ મુંબઈ…

વધુ વાંચો >

આચાર્ય, જયંતીલાલ મફતલાલ

આચાર્ય, જયંતીલાલ મફતલાલ (ઉપનામ ‘પુંડરિક’) (જ. 18 ઑક્ટોબર 19૦6, કડી; અ. 19 જુલાઈ 1988) : ગુજરાતી લેખક. અમદાવાદમાં રહી 1925માં મૅટ્રિક કર્યા પછી 1929માં સંસ્કૃત-ગુજરાતી સાથે બી. એ. થયા. 1931થી ’34 સુધી શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનની નિશ્રામાં રહ્યા. 1935થી ’7૦ સુધી અમદાવાદની વિવિધ સંસ્થા-શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું. તેમની સાહિત્યલેખનપ્રવૃત્તિનો પરિપાક…

વધુ વાંચો >

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’ ( જ. 25 ઑગસ્ટ 1897; વિરમગામ; અ. 23 મે 1984, અમદાવાદ) : ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ લેખક. ઊંઝાના વતની. માધ્યમિક શિક્ષણ પાટણ-સિદ્ધપુરમાં. 1914માં મૅટ્રિક. ગુજરાત કૉલેજમાંથી 1919માં સંસ્કૃત સાથે બી. એ. થયા. અસહકારના આંદોલનમાં જોડાયા એ સાથે રાષ્ટ્રીય શાળાઓમાં ને તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

આત્મકથા

આત્મકથા : જીવન અથવા જીવનચરિત્ર સાથે ગોત્રસંબંધ ધરાવતો સાહિત્યપ્રકાર. જીવનચરિત્ર તથા આત્મચરિત્રને ઇતિહાસ સાથે પણ સંબંધ છે. જીવનકથાનો લેખક કોઈ બીજી વ્યક્તિના જીવન વિશે લખતો હોય છે ત્યારે આત્મકથાનો લેખક પોતાના જીવન વિશે લખતો હોય છે. આત્મકથાનો લેખક પોતે જ પોતાની કથાનો નાયક હોય છે. પોતાના જીવન વિશે તેને પ્રત્યક્ષ…

વધુ વાંચો >

‘આત્મકથા’

‘આત્મકથા’ : જુઓ, સત્યના પ્રયોગો.

વધુ વાંચો >

આત્મનિમજ્જન

આત્મનિમજ્જન (1895, 1914, 1959) : અગાઉ ‘પ્રેમજીવન’ અને અભેદોર્મિ’ શીર્ષકથી અલગ ટુકડે પ્રગટ થયા પછી આ શીર્ષકથી સમગ્રરૂપે પ્રગટ થયેલો ગુજરાતી કવિતાસંગ્રહ. લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858-1898). તેની પહેલી આવૃત્તિમાં 40, બીજીમાં 45 અને ત્રીજી આવૃત્તિમાં 55 કૃતિઓ સંગ્રહાયેલી છે. તેમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો છે. મણિલાલે…

વધુ વાંચો >

આદિમતાવાદ (સાહિત્ય)

આદિમતાવાદ (સાહિત્ય) : માનવચિત્તનું એક વિલક્ષણ પ્રવર્તન. જે સાહિત્યમાં તે પ્રગટ થાય તે સાહિત્યને આદિમતાવાદી સાહિત્ય કહી શકાય. પશ્ચિમમાં તો છેક અઢારમી સદીથી સાહિત્ય અને કલામાં આદિમતાવાદનું નિરૂપણ અને વિચારણા થતાં આવ્યાં છે. જે. જે. રૂસોએ નિસર્ગમાનવની વિભાવના દ્વારા સંસ્કૃતિસર્જિત અનિષ્ટોનો વિરોધ શરૂ કર્યો, એથી એને ‘ફ્રેન્ચ આદિમતાવાદના પિતા’નું બિરુદ…

વધુ વાંચો >