ગુજરાતી સાહિત્ય
બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય
બૂચ, ગજેન્દ્રરાય ગુલાબરાય (જ. 15 સપ્ટેમ્બર 1902, વસાવડ, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 1927, સૂરત) : ગુજરાતી કવિ. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, તેથી પ્રાથમિક કેળવણી જસદણમાં, માધ્યમિક કેળવણી ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ તથા ગિરાસિયા કૉલેજમાં. ઉચ્ચ કેળવણી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1919માં મૅટ્રિક, 1923માં બી.એ., સંસ્કૃત ઓનર્સ સાથે પ્રથમ…
વધુ વાંચો >બૂચ, ચંદ્રશંકર અમૃતલાલ
બૂચ, ચંદ્રશંકર અમૃતલાલ : જુઓ સુકાની
વધુ વાંચો >બૂચ, જન્મશંકર મહાશંકર
બૂચ, જન્મશંકર મહાશંકર : જુઓ લલિત
વધુ વાંચો >બૂચ, નટવરલાલ પ્રભુલાલ
બૂચ, નટવરલાલ પ્રભુલાલ (જ. 19 ઑક્ટોબર 1906, પોરબંદર) : ગુજરાતી કવિ ને હાસ્યકાર. મૂળ વતન ગોંડલ. મૅટ્રિક્યુલેશન (1923). સંસ્કૃત અને અંગ્રેજી સાથે ર્ફ્ગ્યુસન કૉલેજ, પુણેથી બી.એ. (1927); સંસ્કૃત વિષય સાથે એમ.એ. (1929); રાષ્ટ્રભાષા કોવિદ. 1930થી 1939 દરમિયાન દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને 1939થી 1948 દરમિયાન ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં અંગ્રેજીના શિક્ષક; 1948થી 1958…
વધુ વાંચો >બૂચ, હસિત (કાન્ત) હરિરાય
બૂચ, હસિત (કાન્ત) હરિરાય (જ. 26 એપ્રિલ 1921, જૂનાગઢ; અ. 14 મે 1989, વડોદરા) : ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જ્ઞાતિએ નાગર ગૃહસ્થ. મૅટ્રિક્યુલેશન 1938. ઉચ્ચ શિક્ષણ વડોદરા કૉલેજમાં. 1942માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને વડોદરા કૉલેજમાં ફેલો. 1944માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ. અને કે. હ.…
વધુ વાંચો >બૃહતી
બૃહતી : જુઓ છંદ
વધુ વાંચો >બૃહત્ કાવ્યદોહન
બૃહત્ કાવ્યદોહન : મધ્યકાલીન ગુજરાતી પદ્યરચનાઓનો અષ્ટગ્રંથી સંગ્રહ : ગ્રંથ 1 (1886), ગ્રંથ 2 (1887), ગ્રંથ 3 (1888), ગ્રંથ 4 (1890), ગ્રંથ 5 (1895), ગ્રંથ 6 (1901), ગ્રંથ 7 (1911), ગ્રંથ 8 (1913). સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). પ્રકાશન : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ. કુલ 10 ગ્રંથમાં પ્રગટ કરવા ધારેલ…
વધુ વાંચો >બૃહત્ પિંગળ
બૃહત્ પિંગળ (1955) : ગુજરાતી કવિતાના સંદર્ભમાં પિંગળશાસ્ત્રની સર્વગ્રાહી ચર્ચા કરતો પ્રશિષ્ટ ગ્રંથ. ‘બૃહત્ પિંગળ’ રા. વિ. પાઠકના ગુજરાતી પિંગળના અધ્યયન અને સંશોધનનો નિચોડ આપતો, પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો લગભગ સાત સો પૃષ્ઠોમાં વિસ્તરેલો ઉત્તમ ગ્રંથ છે. તેમણે પિંગળની ર્દષ્ટિએ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિતાની અને ખાસ કરીને…
વધુ વાંચો >બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’)
બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’) (જ. 10 ઑગસ્ટ 1905, બેટ દ્વારકા; અ. 16 જાન્યુઆરી 1989) : ગુજરાતી ભાષાના નામાંકિત કવિ અને વિવેચક. 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી-ગુજરાતી સાથે બી.એ. થયા. 1932માં એલએલ.બી. અને 1936માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. થયા. પચાસેક વર્ષ સતત કાવ્ય-સર્જન કરનારા ગાંધીયુગના કવિ છે. પ્રારંભનાં કેટલાંક વર્ષ ‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર’માં…
વધુ વાંચો >બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન)
બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન) (જ. 25 નવેમ્બર 1923, ધાંધળી; અ. 2 જાન્યુઆરી, 1993, મુંબઈ) : જાણીતા ગુજરાતી ગઝલકાર તથા નવલિકાકાર તથા નવલકથાકાર. ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામે જન્મેલા આ કવિનો અભ્યાસ મૅટ્રિક સુધીનો હતો. કિસ્મત કુરેશી તેમના ગઝલ-ગુરુ હતા. 1945માં ‘શયદા’ ભાવનગર એક મુશાયરામાં આવ્યા ત્યારે તેમને ‘બે ઘડી…
વધુ વાંચો >