ગુજરાતી સાહિત્ય

ચિત્રદર્શનો

ચિત્રદર્શનો (1921, પ્રથમ આવૃત્તિ) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલાં ઓગણીસ શબ્દચિત્રોનો લેખસંગ્રહ. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં છે. આ શબ્દચિત્રોમાં કેટલાંક ઐતિહાસિક, કેટલાંક કાલ્પનિક, કેટલાંક મનુષ્યરત્નોનાં, કેટલાંક પ્રસંગનાં અને કુદરત કે કલાની વિશેષતાનાં પણ છે. સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે. લોકોત્તર…

વધુ વાંચો >

ચિન્તયામિ મનસા (1982)

ચિન્તયામિ મનસા (1982) : ગુજરાતી વિવેચનસંગ્રહ. તેમાં 1977થી 1980ના ગાળામાં સુરેશ જોષીએ લખેલા લેખો છે. અધુનાતન યુરોપીય વિચારણાઓ વિશે અંગ્રેજી ભાષાના લેખોને આધારે તે લખેલા છે. ક્યાંક સારાનુવાદ, વિવરણ પણ છે. ખાસ કરીને અહીં સાહિત્ય અને ફિલસૂફીના પ્રશ્નો, કાવ્યવિવેચનના નવા અભિગમો અને સંકેતવિજ્ઞાન વિશેના લેખો આધુનિક સાહિત્ય અને વિવેચન પાછળ…

વધુ વાંચો >

ચૌધરી, રઘુવીર દલસિંહ

ચૌધરી, રઘુવીર દલસિંહ (જ. 5 ડિસેમ્બર 1938, બાપુપુરા) : પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર. તખલ્લુસ ‘લોકાયતસૂરિ’ અને ‘વૈશાખનંદન’. માતા જીવીબહેન. 1960માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યની શરૂઆત કરેલી. 1979માં ‘હિંદી ઔર ગુજરાતી કી ક્રિયાત્મક ધાતુઓ કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. 1977થી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક. ‘કુમાર’ ચંદ્રક (1965),…

વધુ વાંચો >

ચૌલા :

ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ…

વધુ વાંચો >

છપ્પા (છપ્પય, ષટ્પદ)

છપ્પા (છપ્પય, ષટ્પદ) : છ પદ(ચરણ કે પંક્તિઓ)ની પદ્યરચના. છયે પદો એક છંદમાં હોઈ શકે અગર એમાં એકથી વધુ છંદોનો વિનિયોગ થયો હોય. અખાભગત(સત્તરમી સદી મધ્યભાગ)ની ‘છપ્પા’ને નામે પ્રસિદ્ધ કૃતિમાં ચોપાઈનાં છ ચરણની પદ્યરચના છે. એ પૂર્વે માંડણ(પંદરમી સદી ઉત્તરાર્ધ)ની ‘પ્રબોધબત્રીશી’માં પણ ષટ્પદી ચોપાઈ વપરાયેલી હતી, પણ એને ‘છપ્પા’નું નામાભિધાન…

વધુ વાંચો >

છંદ

છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…

વધુ વાંચો >

છંદોલય

છંદોલય (1949) : ગુજરાતી કવિ નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ. ગીત, સૉનેટ, મુક્તક અને અન્ય છાંદસ મળી કુલ 52 કૃતિઓના આ સંગ્રહમાં છંદ અને લય પરનું કવિનું પ્રભુત્વ, રોમૅન્ટિક આવેગ અને પ્રશિષ્ટ કલા-ઇબારત; પ્રકૃતિ, મનુષ્ય, દેશપ્રેમ જેવા વિષયો; બાનીની સુઘડતા અને પ્રાસયોજનાની આકર્ષક ચુસ્તી ધ્યાન ખેંચે છે. અંગત પ્રેમની, અને તેમાંય…

વધુ વાંચો >

છાયા, રતિલાલ કાશીલાલ

છાયા, રતિલાલ કાશીલાલ (જ. 20 નવેમ્બર 1908, ભડ, જિ. જૂનાગઢ; અ. 16 ઑક્ટોબર, 1995, પોરબંદર) : સાગરકવિ તરીકે જાણીતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન (1939) અને એસ.ટી.સી.(1944)માં પાસ. ભાવસિંહજી હાઈસ્કૂલમાં (1929–1967) ગુજરાતી-અંગ્રેજીના શિક્ષક. ‘ઝાકળનાં મોતી’ (1933), ‘સોહિણી’ (1951) તથા ‘હિંડોલ’ (1962) એ ત્રણ કાવ્યસંગ્રહો પૈકી ‘હિંડોલ’ને 1961–62ના વર્ષનું ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક…

વધુ વાંચો >

છોટમ

છોટમ (જ. 24 માર્ચ 1812, મલાતજ, તા. પેટલાદ, જિ. ખેડા; અ. 5 નવેમ્બર 1885) : 19મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી. કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ ઝીલીને, નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યની પ્રાચીન પરંપરાને અનુસરનાર આ સંતકવિ ‘છોટમ’નું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા છોટાલાલે…

વધુ વાંચો >

જટાયુ (1986)

જટાયુ (1986) : ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી અગ્રણી કવિ. અવાજોમાંનો એક અવાજ રજૂ કરતો સિતાંશુ યશશ્ચન્દ્રનો ‘ઓડિસ્યૂસનું હલેસું’ (1974) પછીનો બીજો કાવ્યસંગ્રહ. એકસાથે ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’, ‘મોહેં-જો-દડો’ જેવી પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓ ધરાવતો આ સંગ્રહ કવિની પ્રતિભાનો ઊંચો આંક દર્શાવે છે. અહીં કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાને જોઈ શકાય છે. કોઈ પણ…

વધુ વાંચો >