ગિરીશભાઈ પંડ્યા
ગયા
ગયા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 4941 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ જહાનાબાદ અને નાલંદા જિલ્લા, પૂર્વ તરફ નવાડા જિલ્લો, દક્ષિણ તરફ હઝારીબાગ, ચત્રા…
વધુ વાંચો >ગર્ત (થાળું)
ગર્ત (થાળું) (depression) : સામાન્યત: ભૂપૃષ્ઠના સમતલ સપાટ વિસ્તાર કે પર્વતોના ઊંચાણવાળા વિસ્તારની વચ્ચે તૈયાર થયેલો છીછરો કે ઊંડો તેમજ નાનામોટા કદવાળો નીચાણવાળો ભાગ. મોટે ભાગે આવા નિચાણવાળા ભાગ પાણીથી ભરાયેલા હોય છે, તેમ છતાં પૃથ્વીના પટ પર એવા ઘણા ગર્ત છે જે નદીજન્ય કાંપથી ભરાઈ જવાથી મેદાનો બની ગયાં…
વધુ વાંચો >ગંગાનગર
ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન…
વધુ વાંચો >ગંજમ
ગંજમ (Ganjam) : ઓડિસા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 19° 45’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 8,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કંધમાલ (ફૂલબની) અને નયાગઢ જિલ્લા, પૂર્વ તરફ નયાગઢ અને ખુરદા જિલ્લા, દક્ષિણ તરફ આંધ્રપ્રદેશનો શ્રીકાકુલમ્ જિલ્લો, અગ્નિકોણ તરફ…
વધુ વાંચો >ગાઝિયાબાદ
ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા…
વધુ વાંચો >ગાઝીપુર
ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગાર્નેટ
ગાર્નેટ : રત્ન તરીકે વપરાતું અને આકર્ષક સ્વરૂપોમાં મળતું ખનિજ. તેના છ પેટા પ્રકારો છે : પાયરોપ, ઍલ્મન્ડાઇન, સ્પેસરટાઇટ, યુવારોવાઇટ, ગ્રોસ્યુલર અને એન્ડ્રેડાઇટ. મોટે ભાગે ગાર્નેટ વિકૃત પ્રકારના શિસ્ટ ખડકોમાંથી, તો ક્યારેક પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાંથી પણ મળી રહે છે. શિસ્ટ ખડક નરમ હોવાથી તે સરળતાથી છૂટાં પડી શકે છે.…
વધુ વાંચો >ગિરનાર
ગિરનાર : ગુજરાતનો એક ઊંચામાં ઊંચો અને પવિત્ર ગણાતો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે.. તે જૂનાગઢની પૂર્વમાં 3.62 કિમી. દૂર આવેલો છે. ગિરનાર વાસ્તવિક રીતે ગિરિમાળાનો એક સમૂહ છે, જેમાં અનેક ડુંગર-ડુંગરીઓ છે. તેમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા એ પાંચ…
વધુ વાંચો >ગિરિદિહ
ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન
ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા…
વધુ વાંચો >