ગિરીશભાઈ પંડ્યા
ખંડનિર્માણ ભૂસંચલન
ખંડનિર્માણ ભૂસંચલન (epeirogenic movements) : ભૂસંચલનની ક્રિયાથી ખંડીય ભૂમિભાગ બનવાની ઘટના. ભૂસંચલન અને જ્વાળામુખીની પ્રક્રિયા થવા માટે પોપડાની અંદર ઊંડાઈએ ઉત્પન્ન થતાં વિરૂપક બળોને કારણભૂત ગણાવેલાં છે. આ પ્રકારની ક્રિયાઓ પૃથ્વીની સપાટીના ભૂમિભાગોનું ઉત્થાન દ્વારા નિર્માણ કરવામાં મોટો ભાગ ભજવે છે, જેને પરિણામે ખંડીય વિસ્તારોને સમુદ્રસપાટી સુધી ઘસાઈ જતાં અટકાવવામાં…
વધુ વાંચો >ખંડપર્વત
ખંડપર્વત (block mountain) : પર્વતનો એક પ્રકાર. ભૂસંચલન ક્રિયાઓને કારણે ભૂપૃષ્ઠમાં બે લાંબા, સમાંતર, સ્તરભંગ પડે ત્યારે વચ્ચેનો ભાગ સ્થિર રહે કે ઉપર તરફ ખસે અને બાજુના બે ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે જે પર્વતરચના થાય તેને ખંડપર્વત કહેવાય છે. સ્તરભંગને કારણે ઊંચકાયેલો વચ્ચેનો ભાગ ઉચ્ચપ્રદેશ કે ડુંગરધારનું સ્વરૂપ ધારણ…
વધુ વાંચો >ખાડીસરોવર
ખાડીસરોવર (lagoon) : દરિયાકિનારે તૈયાર થતા કુદરતી સરોવરનો એક પ્રકાર. દરિયાકિનારાથી અંદર તરફ અમુક અંતરે રચાયેલા નિક્ષેપજન્ય અવરોધ વચ્ચે આવેલા સરોવરને ખાડીસરોવર કહેવાય છે. નદીઓ દ્વારા ખેંચાઈ આવતો કાંપ સમુદ્રકિનારે ન ઠલવાતાં કિનારાથી અંદર અમુક અંતરે ઠલવાતો જાય તો કાંપના ભરાવાથી સમુદ્રતળનો કેટલોક ભાગ ઊંચો આવતાં આડ અથવા અવરોધપટ્ટી રચાય…
વધુ વાંચો >ખાતરો – ખનિજ
ખાતરો – ખનિજ (fertilizers-minerals) : ખનિજમાંથી બનાવેલું ખાતર. ખેતીવિષયક ઉત્પાદન વધારવામાં કૃત્રિમ અથવા રાસાયણિક ખાતરોના ઉપયોગનો ફાળો ઘણો મહત્વનો છે. ખાતર બનાવવામાં જરૂરી કાચો માલ કુદરતી ખનિજો અને રાસાયણિક દ્રવ્યોમાંથી મેળવાય છે. આ માટેનાં મુખ્ય ખનિજદ્રવ્યો પૈકી ફૉસ્ફેટ, ચૂનો, ચિરોડી, ગંધક, પાયરાઇટ, પોટાશ અને નાઇટ્રેટનો તેમજ ગૌણ ખનિજદ્રવ્યો પૈકી મૅગ્નેસાઇટ,…
વધુ વાંચો >ખીણ
ખીણ : પર્વતો કે ટેકરીઓની હારમાળાઓના સામસામેના ઢોળાવોની વચ્ચેના ભાગ ઉપર લાંબા ગાળાની સતત ઘસારા અને ધોવાણની ક્રિયાની અસરથી પરિણમતો નીચાણવાળો ભૂમિ-આકાર. ક્યારેક કોઈ એક પર્વત કે ટેકરીના પોતાના ઢોળાવ પર પણ સાંકડા-પહોળા કાપા સ્વરૂપે નાના પાયા પર પ્રાથમિક ખીણ-આકારો તૈયાર થતા હોય છે. નીચાણવાળી તળભૂમિમાં પાણી વહી જવા માટે…
વધુ વાંચો >ખેરી (લખીમપુર ખેરી)
ખેરી (લખીમપુર ખેરી) : ઉત્તરપ્રદેશમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌ. સ્થાન : તે 28o 10′ ઉ. અ. અને 80o 40′ પૂ. રે. 7,680 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વ તરફ ઘાઘરા નદીથી અલગ પડતો બહરાઈચ જિલ્લો, દક્ષિણ તરફ સીતાપુર અને હરદોઈ જિલ્લા તથા પશ્ચિમ તરફ શાહજહાનપુર અને પીલીભીત જિલ્લા…
વધુ વાંચો >ગજપતિ
ગજપતિ (Gajapati) : ઓડિસાના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21o 54´ ઉ. અ. અને 84o 15´ પૂ. રે.ની આજુબાજુનો 3,056 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફૂલબની (કંધમાલ); પૂર્વ તરફ ગંજામ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં આંધ્રપ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ રાયગઢ જિલ્લા આવેલા છે. જિલ્લામથક…
વધુ વાંચો >ગઢચિરોલી
ગઢચિરોલી (Gadchiroli) : મહારાષ્ટ્ર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19o 57´ઉ. અ. અને 78o 40´ પૂ. રે.ની આજુબાજુનો 14,477 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નાગપુર વિભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભંડારા અને ગોંડા, પૂર્વ અને અગ્નિ તરફ છત્તીસગઢની…
વધુ વાંચો >ગઢવા (Gadhawa)
ગઢવા (Gadhawa) : ઝારખંડના પશ્ચિમ ભાગમાં પાલામૌ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 11´ ઉ. અ. અને 83o 49´ પૂ. રે.ની આજુબાજુનો 4,044 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ રોહતાસ જિલ્લો (બિહાર), પૂર્વ તરફ પાલામૌ જિલ્લો, દક્ષિણ તરફ સરગુજા…
વધુ વાંચો >ગઢવાલ
ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા આ નામ ધરાવતા બે જિલ્લા – તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 29o 26´થી 31o 05´ ઉ. અ. અને 78o 12´થી 80o 06´ પૂ. રે. વચ્ચેનો 5,230 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તરકાશી; પૂર્વ તરફ રુદ્રપ્રયાગ,…
વધુ વાંચો >