ગિરીશભાઈ પંડ્યા
ખનિજતેલ (mineral oil), પેટ્રોલિયમ
ખનિજતેલ (mineral oil), પેટ્રોલિયમ : પૃથ્વીના પોપડાના ખડક-સ્તરોમાંથી અન્ય ખનિજોની જેમ કુદરતી રીતે મળતું તેલ. પેટ્રોલિયમ એ મૂળ ગ્રીક શબ્દો ‘Petra’ (ખડક) અને ‘Olium’ (તેલ) પરથી બનેલો શબ્દ છે. ખનિજતેલ અથવા પેટ્રોલિયમ અમુક જ પ્રકારના ખડકસ્તરોમાં વિશિષ્ટ પ્રકારની રચનાવાળા વિભાગોમાં મળી શકે છે. ઊર્જા નિર્માણ કરવામાં ખનિજતેલ અત્યંત મહત્વનો ભાગ…
વધુ વાંચો >ખનિજનિક્ષેપો
ખનિજનિક્ષેપો (mineral deposits) : સંપૂર્ણત: કે અંશત: આર્થિક મૂલ્ય ધરાવતો કુદરતમાં મળી આવતો કોઈ પણ ખનિજ કે ધાતુખનિજનો જથ્થો. આ શબ્દપ્રયોગ મોટે ભાગે મૅગ્નેટાઇટ, હીમેટાઇટ, ક્રોમાઇટ જેવા કોઈ પણ એક પ્રકારના જથ્થા માટે ઉપયોગમાં લેવાય છે. એક કરતાં વધુ ખનિજોના સહયોગમાં મળતા જૂથ માટે કે ચૂનાખડક, રેતીખડક, આરસપહાણ જેવા મૂલ્યવાન…
વધુ વાંચો >ખનિજ-નિર્દેશકો
ખનિજ-નિર્દેશકો (gossans, iron hats) : ભૂપૃષ્ઠ પરનાં કાટરંગી લોહ-ઑક્સાઇડ આચ્છાદનો. પોપડાના અંદરના ભાગોમાં રહેલા પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, બોર્નાઇટ વગેરે જેવા લોહયુક્ત ખનિજ સલ્ફાઇડ ધરાવતા નિક્ષેપો કે શિરાઓવાળા જથ્થાઓનું ઑક્સિડેશન થતાં તેમાંનું લોહદ્રવ્ય ઉપર તરફ ખેંચાતું જઈ ભૂપૃષ્ઠ તલ પર આચ્છાદન સ્વરૂપે જમા થાય છે. આવાં આચ્છાદનો, અમુક ઊંડાઈએ સલ્ફાઇડ-સમૃદ્ધ ખનિજ જથ્થાઓના…
વધુ વાંચો >ખનિજ-પરખ
ખનિજ-પરખ : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના ભૌતિક, પ્રકાશીય, સ્ફટિકીય અને રાસાયણિક ગુણધર્મો પ્રયોગશાળામાં ચકાસીને ઓળખી શકાય છે. રંગ, વર્ણરેખા, સ્વરૂપ, ચમક, પ્રભંગ અને વિભેદ જેવા ગુણધર્મો ભૌતિક લક્ષણોમાં; રંગવિકાર, ધ્રુવીભૂત રંગો, યુગ્મતા જેવા ગુણધર્મો પ્રકાશીય લક્ષણોમાં; સ્ફટિકસ્વરૂપ, સ્ફટિકસમતા અને સ્ફટિકપ્રણાલી જેવા ગુણધર્મો સ્ફટિકીય લક્ષણોમાં તથા રાસાયણિક બંધારણ રાસાયણિક લક્ષણમાં…
વધુ વાંચો >ખનિજવર્ણકો
ખનિજવર્ણકો (mineral pigments) : રંગોની બનાવટમાં, રંગને અપારદર્શિતા આપવામાં, રંગો બનાવવાના માધ્યમ તરીકે, ચણતર કે પ્લાસ્ટર માટેના સિમેન્ટ કે પીસેલા ચૂનામાં રંગ લાવવા માટે, પ્લાસ્ટરમાં, લિનોલિયમ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાં ઉમેરણ તરીકે વપરાતાં ખનિજદ્રવ્યો. ખનિજવર્ણકોને ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવેલા છે : (i) કુદરતી ખનિજવર્ણકો, (2) કુદરતી ખનિજદ્રવ્યોને બાળીને કે શુદ્ધ…
વધુ વાંચો >ખનિજશાસ્ત્ર
ખનિજશાસ્ત્ર (mineralogy) : ખનિજીય અભ્યાસનાં તમામ પાસાંને આવરી લેતી વિજ્ઞાનશાખા. તેમાં ખનિજોનાં ભૌતિક ગુણધર્મો, રાસાયણિક બંધારણ, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના, પ્રાપ્તિસ્થિતિ, કુદરતમાં તેમનું વિતરણ, ભૌતિક-રાસાયણિક સંજોગોના સંદર્ભમાં તેમની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ખનિજીય અભ્યાસના હેતુઓ ભિન્ન ભિન્ન હોઈ શકે – પછી તે વર્ણનાત્મક હોય, વર્ગીકરણાત્મક હોય, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના નક્કી…
વધુ વાંચો >ખનિજશિરાઓ
ખનિજશિરાઓ (mineral veins) : ખડક-ફાટોમાં શિરાસ્વરૂપે જોવા મળતો અવક્ષેપિત (precipitated) ખનિજનિક્ષેપ. ઉષ્ણજળજન્ય દ્રાવણોની નિક્ષેપક્રિયામાં ઘટતા જતા તાપમાનના તબક્કામાં તે જ્યારે 200o સે.થી 50o સે.ની કક્ષાએ પહોંચે છે ત્યારે તેમાંનું ખનિજદ્રવ્ય સંતૃપ્ત થતાં ક્યારેક સ્ફટિકસ્વરૂપે તો ક્યારેક અવક્ષેપ(precipitation)સ્વરૂપે નાનીમોટી ખડક-ફાટોમાં જમા થાય છે. તાપમાનના ગાળા મુજબ ઉષ્ણજળજન્ય દ્રાવણમાંથી ખનિજદ્રવ્ય પૂર્ણસ્ફટિક કે…
વધુ વાંચો >ખમ્મામ
ખમ્મામ (Khammam) : તેલંગણા રાજ્યમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 16o 45´થી 18o 35´ ઉ.અ. અને 79o 47´થી 80o 47´ પૂ.રે. 16,029 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે છત્તીસગઢ અને ઓરિસા રાજ્યોની સીમા, પૂર્વ તરફ પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લા, દક્ષિણ તરફ કૃષ્ણા જિલ્લો, પશ્ચિમ તરફ નાલગોંડા અને વારંગલ…
વધુ વાંચો >ખરગાંવ
ખરગાંવ : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો અગાઉ પશ્ચિમ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 20 22´ થી 22 35´ ઉ. અ. અને 74 25´ થી 76 14´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ધાર, ઇન્દોર અને દેવાસ જિલ્લા, દક્ષિણે મહારાષ્ટ્રનો જલગાંવ જિલ્લો, પૂર્વે ખંડવા અને…
વધુ વાંચો >ખંડ
ખંડ (continent) : વિશાળ ભૂમિસમૂહ. પૃથ્વીની ર્દશ્યમાન સપાટી ભૂમિસમૂહ અને જલસમૂહ જેવા બે વિભાગમાં વહેંચાઈ ગયેલી છે. ભૂમિસમૂહો પૃથ્વીની કુલ સપાટીનો 1⁄3 ભાગ રોકે છે, જે મોટે ભાગે જુદા જુદા જલસમૂહોને કારણે એકબીજાથી અલગ પડે છે. ભૂમિસમૂહો ખંડો અને જલસમૂહો સમુદ્ર કે મહાસાગર તરીકે ઓળખાય છે. મુખ્ય ખંડો એશિયા, યુરોપ,…
વધુ વાંચો >