ગિરીશભાઈ પંડ્યા

કૃષ્ણા

કૃષ્ણા :આંધ્રપ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 16o 18′ ઉ. અ. અને 81o 13’ પૂ. રે. પર આવેલ છે. વિસ્તાર 3773 ચો. કિમી. છે. આ જિલ્લાની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે ગુંટુર, બાપટલા(Bapatla) અને ઉત્તરે ઈલુરુ અને એન.ટી. આર. જિલ્લા અને દક્ષિણે પણ બંગાળનો ઉપસાગર સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાને…

વધુ વાંચો >

કૅનોઝોઇક યુગ

કૅનોઝોઇક યુગ (Cainozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસનો અંદાજે છેલ્લાં 6.5-7 કરોડ વર્ષનો સમયગાળો. પૃથ્વીના પટ પર આજે જોવા મળતા ખંડો, સમુદ્રો અને મહાસાગરો, ભવ્ય પર્વતરચનાઓનાં વિવિધ ભૂમિર્દશ્યો, જળપરિવાહ અને નદીમાર્ગો, વિશાળ મેદાનો, આબોહવાના વિભાગો, પ્રાણીઓ અને વનસ્પતિ જેવાં જીવનસ્વરૂપો તેમજ તેમનું વિતરણ વગેરે જેવાં લક્ષણો કૅનોઝોઇક યુગના ટૂંકા ભૂસ્તરીય સમયગાળા…

વધુ વાંચો >

કૅમ્બ્રિયન રચના

કૅમ્બ્રિયન રચના : પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકી જૂનામાં જૂની, ખડકરચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે કૅમ્બ્રિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના ભૂતકાળમાં 10 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો કૅમ્બ્રિયન કાળ આજથી 60 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 50 કરોડ વર્ષ પૂર્વે પૂરો થયેલો. આ રચના માટે…

વધુ વાંચો >

કેરબો (તૃણમણિ – અંબર)

કેરબો (તૃણમણિ, અંબર) : બંધારણ C : H : Oના ભિન્ન ભિન્ન પ્રમાણવાળું. શંકુદ્રુમ જંગલોનાં વૃક્ષોનો રેઝિન અવશેષ. તે પારદર્શક, પીળો, નારંગી કે લાલ-બદામી રંગોમાં ઉપલબ્ધ હોઈ, અસ્ફટિકમય હોવા છતાં ઝવેરાતમાં વપરાય છે. મુખ્યત્વે પોલૅન્ડ, સિસિલી અને મ્યાનમારમાંથી મળી રહે છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

કૅરિબિયન સમુદ્ર

કૅરિબિયન સમુદ્ર (Carribbean Sea) : ઉત્તર અમેરિકાના અગ્નિખૂણે અને દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 15o 00′ ઉ. અ. અને 73o 00′ પ. રે.ની આજુબાજુનો 19,42,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર ઉત્તર આટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ છે અને અંશત: ભૂમિબદ્ધ છે. તેની ઉત્તરે અને…

વધુ વાંચો >

કૈલાસ (પર્વત)

કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં…

વધુ વાંચો >

કોકરાઝાર

કોકરાઝાર : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 28′ થી 26o 54′ ઉ. અ. અને 89o 42′ થી 90o 06′ પૂ.રે.ની વચ્ચેનો 3129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામ રાજ્યના છેક છેડાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભુતાનનો…

વધુ વાંચો >

કોઝીકોડ

કોઝીકોડ : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11o 7′ 22”થી 11o 48′ 32” ઉ.અ. અને 75o 30′ 58”થી 76o 08′ 20” પૂ.રે. વચ્ચેનો 2,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ કન્નુર જિલ્લો, પૂર્વ તરફ વાયનાડ જિલ્લો, દક્ષિણ તરફ મલ્લાપુરમ…

વધુ વાંચો >

કોટરયુક્ત સંરચના

કોટરયુક્ત સંરચના (vesicular structure) : ખડકમાં નાનાંમોટાં અસંખ્ય કોટરોવાળી સંરચના. આવા ખડકને કોટરયુક્ત ખડક કહેવાય. પ્રસ્ફુટન સમયે ઘણા લાવા વાયુસમૃદ્ધ હોય છે. ઠરવાની અને સ્ફટિકીકરણની પ્રવિધિ દરમિયાન દબાણ ઘટી જવાથી વાયુઓ નાનામોટા પરપોટા સ્વરૂપે ઊડી જતા હોય છે અને તેને પરિણામે ઠરતા જતા લાવાના જથ્થામાં ગોળાકાર, લંબગોળાકાર, નળાકાર કે અનિયમિત…

વધુ વાંચો >

કોટા

કોટા : રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25o 00′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે.ની આજુબાજુનો 5481 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સવાઈ માધોપુર, ટૉન્ક અને બુંદી જિલ્લા; પૂર્વ તરફ મધ્યપ્રદેશની સીમા અને બરન જિલ્લો; અગ્નિ તરફ ઝાલાવાડ; દક્ષિણ તરફ ઝાલાવાડ જિલ્લો…

વધુ વાંચો >