ગિરીશભાઈ પંડ્યા

કિઓન્જાર

કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…

વધુ વાંચો >

કિમ્બરલી

કિમ્બરલી : દક્ષિણ આફ્રિકા દેશનું શહેર. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ.રે.. આ સ્થળ દુનિયાનાં મહત્વનાં મોટાં હીરાધારક મથકો પૈકીનું એક છે. કેપ પ્રાંતમાં આવેલા કેપટાઉનથી ઈશાન તરફ 1040 કિમી.ને અંતરે છે. દુનિયાભરની મોટી ગણાતી હીરાની ખાણો કિમ્બરલી નજીક આવેલી છે. કિમ્બરલીમાં આવેલાં કારખાનાંમાં અહીંથી…

વધુ વાંચો >

કિશનગંજ

કિશનગંજ (Kishanganj) : બિહાર રાજ્યના છેક ઈશાન છેડે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26o 07′ ઉ. અ. અને 87o 56′ પૂ.રે.ની આજુબાજુનો 1,884 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ અને પશ્ચિમ બંગાળનો દાર્જીલિંગ જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળની સીમા, દક્ષિણ…

વધુ વાંચો >

કીમતી ખનિજો (રત્નો)

કીમતી ખનિજો (રત્નો) : ટકાઉપણું, સુંદરતા અને વિરલતા જેવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતાં ખનિજો. હાથીદાંત, પરવાળાં, મોતી કે અંબર જેવાં પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય દ્રવ્યો જ કીમતી હોઈ શકે એવું નથી, ખનિજ પર્યાય હેઠળ સમાવિષ્ટ થતાં હીરા, માણેક, નીલમ, પન્નું, પોખરાજ, ચંદ્રમણિ વગેરે પણ બહુમૂલ્ય હોય છે. બેશક, સુવર્ણ, ચાંદી કે પ્લૅટિનમ…

વધુ વાંચો >

કુદરતી વાયુ

કુદરતી વાયુ (natural gas) : પોપડાના છિદ્રાળુ ખડકોમાંથી મળી આવતો દહનશીલ વાયુ. તે ખનિજ તેલની સાથે ઉપલા થર તરીકે અથવા તેની નજીકના ભંડારમાં મળી આવે છે. ખનિજ તેલથી સ્વતંત્ર વાયુક્ષેત્ર (gas field) પણ હોઈ શકે છે. સામાન્ય રીતે તે મથાળા (ટોપી) રૂપે (gas cap), જથ્થા રૂપે (mass of gas) અને…

વધુ વાંચો >

કુપવારા

કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુર્દ

કુર્દ : કુર્દિસ્તાન તરીકે ઓળખાતા, નૈર્ઋત્ય એશિયાના પૂર્વ તુર્કી, પશ્ચિમ ઈરાન અને ઉત્તર ઇરાકના ટૉરસ અને સૅગ્રોસ પર્વતોમાં વસતી જાતિના લોકો. ઐતિહાસિક દૃષ્ટિએ કુર્દિસ્તાન નામ ‘કુર્દ લોકોની ભૂમિ’ અર્થવાળા ઈરાની શબ્દમાંથી ઊતરી આવેલું છે. આ લોકોનું મૂળ વતન ઇરાક, સીરિયા, તુર્કી અને રશિયા હતું. આજે તેઓ મોટેભાગે ગ્રામીણ વસાહતોમાં રહે…

વધુ વાંચો >

કૂક ટાપુઓ

કૂક ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો ટાપુસમૂહ. તે 8o.0′ દ. અ.થી 23o દ. અ. તથા 157o પ. રે.થી 167o પ. રે. વચ્ચેનો આશરે 22 લાખ ચોકિમી. જેટલો મહાસાગરીય વિસ્તાર આવરી લે છે, પરંતુ તેમના 15 જેટલા ટાપુઓનો કુલ ભૂમિવિસ્તાર 240 ચોકિમી. જેટલો છે તથા આ ટાપુઓને 145…

વધુ વાંચો >

કૂચબિહાર

કૂચબિહાર (Coochbehar) : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 26o 20′ ઉ. અ. અને 89o 20’ની આજુબાજુના) આશરે 3,387 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક ર્દષ્ટિએ તે હિમાલયના તરાઈ વિસ્તારનો એક ભાગ છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ જલપાઈગુરી જિલ્લો, પૂર્વ તરફ આસામનો…

વધુ વાંચો >