ગિરીશભાઈ પંડ્યા
અકોલા
અકોલા : મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 44′ ઉ. અ. અને 770 00′ પૂ. રે. આજુબાજુનો 10,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરે અમરાવતી જિલ્લો, પૂર્વમાં અમરાવતી અને યવતમાળ જિલ્લા, દક્ષિણે યવતમાળ અને પરભણી જિલ્લા…
વધુ વાંચો >અગ્નિકૃત ખડકો
અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને…
વધુ વાંચો >અગ્નિજિત માટી
અગ્નિજિત માટી (fire clay) : કુદરતમાં મળી આવતી એક પ્રકારની માટી, જે ઊંચા તાપમાને પીગળીને કાચમય (glassy) ન બનતાં ગરમીનો પ્રતિકાર કરે છે. આવા પ્રકારની માટીમાં લોહદ્રવ્ય અને સોડિયમ/પોટૅશિયમના ક્ષારો ગેરહાજર હોય છે. સામાન્યત: અગ્નિજિત માટી જળકૃત ઉત્પત્તિજન્ય હોય છે. તેમાં આલ્કલી દ્રવ્યો બિલકુલ હોતાં નથી; હોય તો નજીવા પ્રમાણમાં…
વધુ વાંચો >અગ્રઊંડાણ
અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે…
વધુ વાંચો >અગ્રભૂમિ
અગ્રભૂમિ (foreland) : જળ, ભૂમિ કે પર્વતીય વિસ્તારમાં ધસી ગયેલી ભૂમિજિહ્વા. ‘અગ્રભૂમિ’ પ્રવર્તનના જુદા જુદા પાંચ પ્રકાર જોવા મળે છે. સમુદ્રની અંદર સુધી ધસી ગયેલી ઊંચી ભૂશિર; ભૂમિનો પૃથક્ રીતે સમુદ્ર તરફ આગળ વધી પ્રવેશેલો ભાગ. આ પ્રકારનું ભૂમિસ્વરૂપ આકાર લે તે માટેના પ્રારંભિક તબક્કામાં સમુદ્રજળપ્રવિષ્ટ ભૂમિની ત્રણ બાજુઓ પર…
વધુ વાંચો >અતિધસારો
અતિધસારો (over-thrust) : 100 અથવા તેથી ઓછા નમનકોણની સ્તરભંગ-તલસપાટી(fault plane)વાળી, કેટલાક કિમી. સુધી ધસી ગયેલી, લાંબા અંતરના ખસેડ સહિતની, વ્યસ્ત સ્તરભંગવાળી ગેડરચના. આ રીતે જોતાં, ધસારો (thrust) એ ગેડીકરણમાં થયેલો વ્યસ્ત (reverse) પ્રકારનો સ્તરભંગ જ છે. ધસારા કે અતિધસારાને અતિગેડમાંથી (overfold), સમાંતર અક્ષનમન ગેડ(isoclinal fold)માંથી કે ક્ષિતિજસમાંતર અક્ષનમન (recumbent) ગેડમાંથી…
વધુ વાંચો >અતિપ્રાચીન ખડકપ્રદેશ
અતિપ્રાચીન ખડકપ્રદેશ (shield or craton) : પૃથ્વીના પોપડાનો એક અત્યંત મહત્ત્વનો રચનાત્મક એકમ. આ માટે ‘અવિચલિત ખડકપ્રદેશ’ શબ્દપ્રયોગ પણ થાય છે. ભૂસંનતિમય (geosynclinal) પટ્ટાના સીમાન્ત ભાગો પર રહેલા જટિલ ગેડરચનાવાળા પર્વતોની અપેક્ષાએ પૃથ્વીના પોપડાનો, ક્યાંક ક્યાંક પાતળા જળકૃત ખડકસ્તરો સહિત, મુખ્યત્વે અગ્નિકૃત અને/અથવા વિકૃત ખડકશ્રેણીઓથી બનેલો, એવા પ્રકારનો ખંડીય ભૂભાગ,…
વધુ વાંચો >અતિવ્યાપ્તિ
અતિવ્યાપ્તિ (over-lap) : સંગતસ્તરશ્રેણી(conformable series)ના ઉપરના સ્તરો તે જ શ્રેણીના નીચેના સ્તરો કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલા હોય તે પ્રકારની સંરચના. અતિવ્યાપ્તિ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં અધોગમનની ક્રિયાની સાથે સાથે જ નિક્ષેપક્રિયા પણ થતી જતી હોય અને ક્રમશ: વધુ ને વધુ વિસ્તાર આવરી લેવાતો હોય. આ જ કારણે અતિવ્યાપ્તિ…
વધુ વાંચો >અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ
અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે…
વધુ વાંચો >