ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
યંત્ર (machine)
યંત્ર (machine) : નિર્ધારિત ગતિ આપવા ઉપરાંત પ્રાપ્ય યાંત્રિક શક્તિને સુધારી નિર્ધારિત કાર્યમાં તેનું પ્રેષણ કરી શકે તેવું સાધન. આમાં ઉચ્ચાલન, ચક્ર, ગરગડી, સ્ક્રૂ જેવાં સાદાં યંત્રોથી માંડીને આધુનિક ગાડીઓમાં વપરાતાં એન્જિનોનો પણ સમાવેશ થાય. યંત્રોનાં દેખાવ, કદ અને કાર્ય વિવિધ અને વ્યાપક હોય છે. પેપર-પંચ મશીનથી માંડીને હવાઈ જહાજ…
વધુ વાંચો >યંત્રમાનવ (robot)
યંત્રમાનવ (robot) : માનવની માફક કાર્ય કરતું માનવસર્જિત યંત્ર. યંત્રમાનવની ઘણી વ્યાખ્યાઓમાં ‘ફરી ફરી પ્રોગ્રામ કરી બહુવિધ કાર્ય કરી શકે તેવું કૌશલ્યધારી યંત્ર’ એવી વ્યાખ્યા સ્વીકારાઈ છે. અહીં કૌશલ્યનો અર્થ છે – ફેરફારો કરી જરૂરી કાર્ય કરવાની ક્ષમતા. અઢારમી સદીના અંતભાગમાં વરાળયંત્રો શોધાયાં અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં અનેક પ્રકારનાં યંત્રો…
વધુ વાંચો >રોપવે (aerial ropeway)
રોપવે (aerial ropeway) : દુર્ગમ પર્વતો કે ઊંચી-નીચી ખડકાળ જમીન પર દૂર માલસામાન ને મુસાફરો માટે દોરડા(કેબલ)નો ઉપયોગ કરતી યાતાયાતની એક રીત. કારખાના માટે ખાણમાંથી કાચો માલ લાવવા કે મોટો બંધ બાંધવા માટે માટી, કાંકરી, રેતી જેવા પદાર્થો પહોંચાડવા રોપવેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. હવે યાત્રાધામો અને પર્યટનસ્થળોમાં પણ…
વધુ વાંચો >રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ
રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ (જ. 12 ઑગસ્ટ 1806, જર્મની; અ. 1869) : ઝૂલતા પુલની બાંધકામ-કલાનો વિશ્વવિખ્યાત ઇજનેર. તેણે બર્લિનની રૉયલ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી, આગળના સ્નાતક-કક્ષાના અભ્યાસમાં 1826માં બેમ્બર્ગ, બેવેરિયામાં પરીક્ષાના ભાગરૂપે ‘સાંકળના ઝૂલતા પુલ’ (chain suspension bridge) વિષય પર મહાનિબંધ લખ્યો, ત્યારથી જ તેને આ વિષયમાં રસ જાગ્રત થયો…
વધુ વાંચો >રોલામાઇટ (rolamite)
રોલામાઇટ (rolamite) : યાંત્રિક સાધનો (પ્રયુક્તિઓ) માટે વપરાતી સાદી, નમ્ય (flexible) અને સહેલાઈથી ગોઠવી શકાય તેવી પ્રાથમિક યંત્રરચના (mechanism). સાદી, નાની યાંત્રિક સ્વિચની શોધ કરતાં ડૉનાલ્ડ વિલ્ક્સે 1966માં રોલામાઇટની શોધ કરી. પહેલાં આ પ્રકારના કામ માટે જે સ્વિચો વપરાતી તેનાં કદ અને ભાગોની સંખ્યામાં રોલામાઇટ ક્રિયાવિધિના ઉપયોગથી ઘટાડો થયો. રોલામાઇટની…
વધુ વાંચો >લંગર (anchor)
લંગર (anchor) : નાના વહાણ કે જહાજને દરિયા/ખાડીમાં સ્થિર પરિસ્થિતિમાં રાખવા માટે વપરાતું સાધન. સામાન્ય રીતે લંગર બે કે ત્રણ અંકોડા(હૂક)ના સ્વરૂપમાં હોય છે. તે લોખંડના ભારે દોરડા કે સાંકળ વડે બંધાયેલ હોય છે અને ખૂબ ભારે વજનનું (લોખંડનું) હોઈ દરિયાના તળિયામાં ખૂંપી જાય છે અને તે રીતે વહાણ/જહાજને જકડી…
વધુ વાંચો >લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ
લિન્ડબર્ગ, ચાર્લ્સ ઑગસ્ટસ (જ. 4 ફેબ્રુઆરી 1902; અ. 26 ઑગસ્ટ 1974) : યુ.એસ.નો મહાન વિમાનચાલક અને આટલાંટિક ઉપરના ન્યૂયૉર્કથી પૅરિસ સુધીના, વચ્ચે કોઈ પણ રોકાણ વગરના, સૌપ્રથમ હવાઈ ઉડ્ડયન માટે વિમાન-ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી વધુ જાણીતી વ્યક્તિ. લિન્ડબર્ગના બાળપણના દિવસો મિનિસોટા અને વૉશિંગ્ટન ડી.સી.માં વીત્યા હતા. વિસકૉન્સિન યુનિવર્સિટીમાં બે વર્ષ ગાળ્યા…
વધુ વાંચો >લિયર વિલિયમ પૉવેલ
લિયર વિલિયમ પૉવેલ (જ. 26 જૂન 1902; અ. 14 મે 1978) : યુ.એસ.ના જાણીતા ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઉદ્યોગપતિ. તેઓ સ્વયંશિક્ષિત (self-taught) હતા. ‘લિયર જેટ કૉર્પોરેશન’ દ્વારા દુનિયામાં પ્રથમ જેટ એરક્રાફ્ટનું મોટા પાયે ઉત્પાદન કરનાર હતા. આ ઉપરાંત તેમણે ઑટોમોબાઇલ રેડિયો, આઠ ટ્રૅકનું સ્ટીરિયો-ટેપ અને એરક્રાફ્ટ માટેનો ઑટોમેટિક પાઇલટ સૌપ્રથમ તૈયાર…
વધુ વાંચો >લેથ (lathe)
લેથ (lathe) : ધાતુમાં ધારદાર ઓજાર વડે કર્તન કરી-છોલીને નળાકાર ઘાટના દાગીના તૈયાર કરવા કે નળાકાર દાગીનામાં આંટા પાડવા માટે વપરાતું મશીન. લેથ મશીન ધાતુના (કે લાકડાના) પદાર્થોને છોલીને દાગીના તૈયાર કરવા વપરાતાં અનેકવિધ મશીનો(મશીનટૂલ્સ)માં સૌથી જૂનું અને આજે પણ સૌથી વિશેષ પ્રમાણમાં વપરાતું મશીન છે. સદીઓ પહેલાંના હાથથી ચલાવાતા…
વધુ વાંચો >