ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

મિક્સર-ગ્રાઇન્ડર

મિક્સર-ગ્રાઇન્ડર : વસ્તુઓને દળી-પીસી કે કાપીને એકરૂપ (સમરસ) બનાવતું સાધન. આ પ્રકારનાં સાધનો રસોઈના કામ માટે વપરાતી શાક-ભાજી જેવી વસ્તુઓથી માંડીને કારખાનાંઓમાં રસાયણોને કાપી/કચડી પીસી/દળીને મિશ્રિત કરવા માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. જ્યારે વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે ઊભા નળાકારમાં દાંતાવાળી/બ્લેડવાળી ચકરી(impeller)ને ફેરવવામાં આવે છે. આકૃતિ 1માં તેને દર્શાવતું સાદું…

વધુ વાંચો >

મિલિંગ મશીન

મિલિંગ મશીન (Milling Machine) : ધાતુના દાગીના પર ચક્રાકારી કર્તન ઓજાર (rotary cutting tool) વડે વિવિધ સપાટીઓ તૈયાર કરવા વપરાતું મશીન. આ પ્રકારનાં અન્ય મશીનોમાં શેપર અને પ્લેનર મશીનો ગણાવી શકાય. શેપર પ્રમાણમાં નાના અને પ્લેનર મોટા દાગીના માટે પસંદ કરાય છે. મિલિંગ મશીન શેપર અને પ્લેનર કરતાં વધારે ઝડપથી…

વધુ વાંચો >

મિશ્રધાતુ (Alloy)

મિશ્રધાતુ (Alloy) : બે અથવા તેથી વધુ ધાતુઓનો બનેલ પદાર્થ. કોઈ પણ ધાતુ તેના પૂર્ણ, શુદ્ધ સ્વરૂપમાં બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે કે વપરાય છે. વળી ધાતુનું શુદ્ધ સ્વરૂપ મેળવવું ઘણું મોંઘું પણ બની રહે છે. બહોળા પ્રમાણમાં વપરાતી લોખંડ (આયર્ન), ઍલ્યુમિનિયમ, તાંબું, જસત, ટિન જેવી ધાતુઓ વાસ્તવમાં તેના…

વધુ વાંચો >

મૂસ (crucible)

મૂસ (crucible) : ધાતુરસ બનાવવા માટે વપરાતું સાધન. જે ધાતુ કે મિશ્રધાતુને પિગાળવાની હોય તેને મૂસમાં મૂકવામાં આવે છે અને પછી તેને ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુના ગલનબિંદુ સુધી તાપમાન થતાં તે પીગળે છે અને તૈયાર થયેલ રસને જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલ બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવામાં…

વધુ વાંચો >

મૅજિક આઈ

મૅજિક આઈ (Magic Eye) : રૅડિયો રિસીવરોમાં બરોબર ટ્યૂનિંગ થાય છે કે કેમ તે દર્શાવતું ઉપકરણ (device). તે ત્રિ-ધ્રુવ વાલ્વ (triode) અને સાદી ઋણકિરણનળી(cathode-ray tube)થી બનેલું હોય છે. તેમાં ધાતુની ચકતી (fin) કંટ્રોલ-ઇલેક્ટ્રૉડ તરીકે વપરાય છે. આ કંટ્રોલ-ઇલેક્ટ્રૉડમાં મળતા ઇનપુટના પ્રમાણમાં ફ્લોરસન્ટ ટ્યૂબમાં પ્રકાશ જોવા મળે છે. રેડિયોમાં તે વૉલ્યૂમ-કંટ્રોલ…

વધુ વાંચો >

મૅટે (matte)

મૅટે (matte) : તાંબું, નિકલ અને સીસાની સલ્ફાઇડ ખનિજ ધાતુઓમાંથી નિર્મોચન થયેલ (molten) સલ્ફાઇડોનું મિશ્રણ. તાંબાની ખનિજ-ધાતુઓનું સીધું પ્રગલન (smelting) કરવાને બદલે તેઓનું પ્રથમ મૅટે તરીકે પ્રગલન થાય છે; જેમાં આશરે 40થી 45  % તાંબું અને સાથોસાથ લોહ તથા સલ્ફર હોય છે. ત્યારબાદ આ મિશ્રણ પર બેસીમર પ્રકારના કન્વર્ટરમાં વધારાની…

વધુ વાંચો >

મૅન્ડ્રિલ

મૅન્ડ્રિલ (Mandril) : લેથકાર્યમાં દાગીનાને પકડવાનું સાધન. લેથકાર્યમાં દાગીનાને પકડવા માટે અનેક જાતનાં ચક, ફેઇસ-પ્લેટ તેમજ મૅન્ડ્રિલનો ઉપયોગ થાય છે. જે દાગીનો પોલાણવાળો હોય અને પોલાણવાળા ભાગ(અંદરના ભાગ)નું ટર્નિંગ (બોરિંગ) થઈ ગયું હોય, પરંતુ બહારના ભાગનું ટર્નિંગ કરવાનું હોય તેવા દાગીનાને મૅન્ડ્રિલ પર પકડી રાખવામાં આવે છે. મૅન્ડ્રિલને લેથનાં બે…

વધુ વાંચો >

મોટરકાર

મોટરકાર : મુખ્યત્વે અંતર્દહન એન્જિનથી સ્વયંચાલિત (ઑટોમોબાઇલ) અને સામાન્ય રીતે ત્રણથી ચાર વ્યક્તિઓના યાત્રાપરિવહન માટે વપરાતું ચાર પૈડાંવાળું, ઘણું પ્રચલિત સાધન. આ સાધન ટ્રક, ટ્રૅકટર, જીપ, મોટરસાઇકલ અને મોપેડ જેવાં અન્ય ઑટોમોબાઇલ સાધનો જેવું સાધન છે. મોટરના મુખ્ય ભાગોમાં ચેસીસ કે જેના પર એન્જિન અને ગતિપ્રસારણ સાધનો (ક્લચથી ટાયર સુધીનાં)…

વધુ વાંચો >

મોટરસાઇકલ

મોટરસાઇકલ : ઇલેક્ટ્રિક મોટર કે મુખ્યત્વે આંતરદહન એન્જિનથી ચાલતી બે પૈડાંવાળી સાઇકલ. આવી મોટર-સાઇકલોમાં જેનાં પૈડાં નાનાં, એન્જિનની ગતિ પ્રમાણમાં વધુ હોય અને ગિયર બદલવાની વ્યવસ્થા હૅન્ડલમાં હોય તેમને સ્કૂટર કહે છે. જે મોટરસાઇકલોમાં પૈડાનો વ્યાસ ઘટાડ્યો ન હોય, પરંતુ વજનમાં હલકાં, એન્જિનની શક્તિ ઓછી, ગતિ બદલાવવાની વ્યવસ્થા (ગિયર વગરની)…

વધુ વાંચો >

મૉડ્યુલેશન (modulation)

મૉડ્યુલેશન (modulation) : સાંકેતિક માહિતી રૂપે સંચાર માધ્યમ દ્વારા ગ્રહણકાર (receiver) સુધી સંદેશો પહોંચાડવાની પ્રક્રિયા. એક સ્થળેથી બીજા સ્થળે ઇલેક્ટ્રિક સિગ્નલોનું સંચારણ અવકાશ (space)માં કરવા માટે ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડની જરૂર પડે છે અને જ્યારે આ ફીલ્ડમાં સમયના સંદર્ભમાં સાંકેતિક માહિતીને લીધે ફેરફાર થાય છે ત્યારે તે સાંકેતિક મોજાં(modulated waves)નું સ્વરૂપ ધારણ…

વધુ વાંચો >