ગણિત

આર્કિમીડીઝ

આર્કિમીડીઝ (જ. ઈ. પૂ. 290, સિરેક્યૂઝ; અ. ઈ. પૂ. 212) : પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો સૌથી મહાન ગણિતજ્ઞ અને શોધક. કારકિર્દીની શરૂઆતમાં થોડો સમય તે ઇજિપ્તમાં રહ્યા હતા, પણ મુખ્યત્વે તેમણે આખું જીવન સિરેક્યૂઝમાં જ ગાળ્યું હતું. ત્યાંના રાજા હીરોન(બીજા)ના તે અંગત મિત્ર હતા. આર્કિમીડીઝના જીવન અંગે ઘણી વિગતો મહદંશે દંતકથા…

વધુ વાંચો >

આર્યભટ્ટ

આર્યભટ્ટ : ભારતમાં થઈ ગયેલા આ નામના બે ગણિતજ્ઞ ખગોળવેત્તાઓ. (1) આર્યભટ્ટ પ્રથમનો જન્મ ઈ. સ. 476માં થયો હતો. તે એક પ્રખર ગણિતજ્ઞ અને ખગોળવેત્તા હતા. તેમનો જન્મ કુસુમપુર નગરમાં થયો હતો. એમ મનાતું હતું કે કુસુમપુર હાલનું પટણા કે તેની નજીકનું કોઈ ગામ હશે; પરંતુ તે કદાચ દક્ષિણ ભારતના કેરળ…

વધુ વાંચો >

આલેખ

આલેખ (Graph) : અવલોકનો કે માહિતીની ભૌમિતિક રીતે રજૂઆત કરવાની પદ્ધતિ. અંતર અને દિશા તેનાં પાયાનાં તત્વો છે. (ક) કોર્તેઝીય પદ્ધતિ : સમતલના કોઈ એક બિંદુમાંથી પસાર થતી બે પરસ્પર લંબરેખાઓ લેવામાં આવે તો બિન્દુને ઊગમબિંદુ (origin) અને લંબરેખાઓને લંબયામાક્ષો (coordinate axes) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લંબરેખાઓ પૈકી…

વધુ વાંચો >

આલેખશાસ્ત્ર

આલેખશાસ્ત્ર (graph theory) : આલેખોના અભ્યાસને લગતું ગણિતશાસ્ત્ર. આ શાખાને રેખા-સંકુલ(net-works)નું ગણિત પણ કહે છે. આલેખ એટલે સાંત સંખ્યાનાં બિંદુઓ અને આ બિંદુઓની કેટલીક જોડને જોડતી રેખાઓનો ગણ. આ રેખા સીધી રેખા હોવા ઉપરાંત વક્રરેખા પણ હોઈ શકે. આ વ્યાખ્યા ઉપરથી એક બાબતનો તુરત ખ્યાલ આવશે કે બીજગણિત અને કલનશાસ્ત્ર(calculus)માં…

વધુ વાંચો >

આલ્મા જેસ્ટ

આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો. આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને,…

વધુ વાંચો >

આંકડાપદ્ધતિઓ

આંકડાપદ્ધતિઓ (Numeral Systems) સંખ્યા વિશેનો પહેલવહેલો વિચાર માનવીને ક્યારે આવ્યો હશે તે ચોકસાઈથી કહી શકાય તેમ નથી. તેમ છતાં તે અંગે થયેલાં ઐતિહાસિક સંશોધનોને આધારે મળતી વિગતો રસ પડે તેવી છે. માનવવિકાસના પ્રાથમિક તબક્કાઓમાં પણ વિચારવિમર્શની તકો અત્યંત ઓછી હતી અને વિચારવિનિમય માત્ર કેટલાક ધ્વન્યાત્મક સંકેતો કે કેટલીક શારીરિક ચેષ્ટાઓ…

વધુ વાંચો >

ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી

ઇન્ડિયન મેથમેટિકલ સોસાયટી : વી. રામસ્વામી ઐયરની પ્રેરણાથી મૂળ ઇન્ડિયન મૅથમૅટિક ક્લબના નામે 1907માં અસ્તિત્વમાં આવેલું ભારતના ગણિતજ્ઞોનું મંડળ. 1921માં તેનું ઉપર પ્રમાણે નામ બદલવામાં આવ્યું હતું. વિજ્ઞાનની કોઈ પણ શાખામાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી ભારતની આ પહેલી સંસ્થા હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ બી. હનુમંતરાવ હતા. 1909થી…

વધુ વાંચો >

ઇંચ

ઇંચ : બ્રિટિશ માપપદ્ધતિના લંબાઈના મૂળભૂત એકમ ફૂટનો બારમો (1/12) ભાગ અથવા વાર(yard)નો છત્રીસમો (1/36) ભાગ. લંડનની ‘સ્ટાન્ડડર્ઝ ઑફિસ ઑવ્ ધ બૉર્ડ ઑવ્ ટ્રેડ’માં 62oF તાપમાને રાખેલા પ્લેટિનમ-ઇરિડિયમ સળિયા પરના બે સમાંતર સોનાના ડટ્ટા (plugs) વચ્ચેના અંતરના ત્રીજા ભાગને પ્રમાણભૂત ફૂટ કહે છે. ઇંચનું લૅટિન નામ uncia છે. તેની વ્યુત્પત્તિ…

વધુ વાંચો >

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)  (જ. ઈ. સ. 683; અ. ઈ. સ. 727 ચાઈના) : ચીની બૌદ્ધ તાંત્રિક સાધુ, ખગોળવેત્તા, ગણિતશાસ્ત્રી અને સંશોધક. ઈસુની સાતમી સદીમાં, જ્યારે ચીનમાં થાંગ (Tang) રાજવંશનું શાસન (ઈ. સ. 618થી 906) ચાલતું હતું ત્યારે ભારતના ઘણા ખગોળશાસ્ત્રીઓ ચીન ગયા હતા અને ત્યાં રાજકીય પંચાંગ બનાવવામાં…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >