ગણિત
રાવ, એ. આર.
રાવ, એ. આર. (જ. 23 સપ્ટેમ્બર 1908, જિ. સાલેમ, આંધ્રપ્રદેશ) : ઉચ્ચ કક્ષાના ગણિતજ્ઞ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. અને મુંબઈની વિલ્સન કૉલેજમાંથી એમ.એસસી.નો અભ્યાસ કર્યા બાદ તેઓ 1933માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. આકસ્મિક રીતે જ ગુજરાતમાં આવેલા રાવે તેને કર્મભૂમિ બનાવી અને સવાયા ગુજરાતી બનીને ગુજરાતમાં તેઓ વસ્યા.…
વધુ વાંચો >રાવ, સી. રાધાકૃષ્ણ
રાવ, સી. રાધાકૃષ્ણ (જ. 10 સપ્ટેમ્બર 1920, હદગાલી, કર્ણાટક) : ભારતના પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી અને ગણિતજ્ઞ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી 1940માં બી.એ. (ઑનર્સ) થયા. તે પછી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઈને 1943માં એમ.એ.ની ઉપાધિ મેળવી. વધુ અભ્યાસાર્થે તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કેમ્બ્રિજ…
વધુ વાંચો >રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ
રીમાન્ન, જ્યૉર્જ ફ્રેડરિક બર્નહાર્ડ (જ. 17 સપ્ટેમ્બર 1826, બ્રેસલેન્ઝ-હેનોવર; અ. 20 જુલાઈ 1866, સેલેસ્કા, ઇટાલી) : જર્મન ગણિતશાસ્ત્રી. તેમનું કર્તૃત્વ મુખ્યત્વે ભૂમિતિ અને ગાણિતિક પૃથક્કરણ સાથે સંકળાયેલું છે. વળી તેમના અવકાશ અંગેના ખ્યાલ અવકાશની ભૂમિતિ સાથે સંકળાયેલા હતા, જેની આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ભારે અસર થઈ અને પાછળથી સાપેક્ષવાદના ખ્યાલોમાં આધારરૂપ…
વધુ વાંચો >રૂપાંતરણ ગાણિતિક (transformation mathematical)
રૂપાંતરણ ગાણિતિક (transformation mathematical) આંકડાશાસ્ત્રીય માહિતીમાં ચોકસાઈ લાવવા લઘુગણકીય કે વર્ગમૂલીય વિધેયોમાં કરવામાં આવતા ફેરફાર. બૈજિક, ભૌમિતિક, વૈશ્લેષિક, અવકાશ કે આંકડાશાસ્ત્ર અંગેના ગાણિતિક પ્રશ્નોને સરળતાથી ઉકેલવા માટે બૈજિક પદો, ભૌમિતિક યામો કે અક્ષો અને વૈશ્લેષિક આલેખનોમાં ફેરફાર કરવામાં આવે છે. બૈજિક રૂપાંતરણ : બીજગણિતમાં બૈજિક પદાવલીઓના અવયવ પાડવામાં, પદાવલીને સંક્ષિપ્ત…
વધુ વાંચો >રેડિયન માપ (radian measure)
રેડિયન માપ (radian measure) : ખૂણો માપવાની વૃત્તીય પદ્ધતિના માપનો એકમ. ભૂમિતિમાં ખૂણો માપવા માટેની આ પદ્ધતિ વર્તુળના ગુણધર્મો પર આધારિત હોવાથી તેને વૃત્તીય પદ્ધતિ કહેવામાં આવે છે. ભૂમિતિમાં ખૂણા માપવા અંગેનો જાણીતો એકમ અંશ (degree) છે. વર્તુળના ચાર સરખા ભાગ પાડવાથી વર્તુળના કેન્દ્ર આગળ બનતા પૂર્ણ ખૂણા(360°)ના ચાર સરખા…
વધુ વાંચો >લક્ષ્ય (limit)
લક્ષ્ય (limit) : વિધેયનું લક્ષ્ય (limit of a function). વિધેય y = f(x)માં xની કિંમત બદલાય તેમ yની કિંમત પણ બદલાય છે. વિધેયમાં નિરપેક્ષ ચલરાશિ xમાં થતા ફેરફાર પર અમુક નિયંત્રણો મૂકવામાં આવે ત્યારે સાપેક્ષ ચલરાશિ y ફેરફાર પામીને અમુક કિંમત નજીક ને નજીક જાય છે. આમ વિધેયનું મૂલ્ય જે…
વધુ વાંચો >લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on)
લબેગ, આંરી લેઑન (Lebesgue, Henri Le’on) (જ. 28 જૂન 1875, બિવેસ બુવે (Beauvais), ફ્રાન્સ; અ. 26 જુલાઈ 1941, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, લબેગ-માપનનો સિદ્ધાંત (measure theory) અને લબેગ-સંકલનના સિદ્ધાંત અંગેના કૃતિત્વ માટે જાણીતા છે. ગણના લબેગ-માપન પર આધારિત અને રીમાન સંકલન કરતાં વધારે વ્યાપક એવો સંકલનનો ખ્યાલ ઓગણીસમી સદીના અંતમાં…
વધુ વાંચો >લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ
લાઇબ્નિત્ઝ-ગૉટફ્રીડ, વિલ્હેલ્મ (જ. 1 જુલાઈ 1646, લિપઝિગ; અ. 14 નવેમ્બર 1716, હૅનોવર) : વિદ્વાન જર્મન ફિલસૂફ, અધ્યાત્મવિદ્ અને ન્યૂટનના સમકાલીન ગણિતશાસ્ત્રી. જર્મનીના ત્રીસ વર્ષના મહાવિધ્વંસક યુદ્ધ પછીના ગાળામાં લિપઝિગ(જર્મની)ના પાવન લુથેરન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમણે નિકોલાઈની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા નૈતિક ફિલસૂફી(moral philosophy)ના અધ્યાપક હતા.…
વધુ વાંચો >લાપ્લાસ, પિયર સાયમન દ
લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે. લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ…
વધુ વાંચો >લિયુવીલ, જૉસેફ
લિયુવીલ, જૉસેફ (જ. 24 માર્ચ 1809, સેન્ટ ઓમર; અ. 8 સપ્ટેમ્બર 1882, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, જેમણે સુરેખ વિકલ સમીકરણના સિદ્ધાંતો વિકસાવ્યા. 1838થી 1851ના ગાળામાં તેઓ ઇકોલ પૉલિટૅકનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ભોગવતા હતા; ત્યારબાદ 1851થી 1879ના ગાળામાં કૉલેજ દ’ ફ્રાન્સમાં કામ કર્યું. 1848માં તેઓ બંધારણસભામાં ચૂંટાયા, પરંતુ તેમની રાજકીય કારકિર્દી માત્ર…
વધુ વાંચો >