ખનિજ ઇજનેરી

બાયોટાઇટ

બાયોટાઇટ : અબરખ વર્ગનું ખનિજ. તે લેપિડોમિલેન, મૅંગેનોફિલાઇટ અને સિડેરોફિલાઇટ જેવા પ્રકારોમાં મળે છે. રાસા.બં. :  K(Mg,Fe)3 (Al,Fe)Si3O10(OH,F)2. સ્ફ.વ. : મૉનોક્લિનિક, ક્યારેક ટ્રાયગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકારના, ટૂંકા પ્રિઝમૅટિક; આડછેદ ષટ્કોણીય આકારો દર્શાવે છે. વિભાગીય સંભેદ-સપાટીઓ છૂટી પડી શકે એવી પતરીઓનાં દળદાર જૂથસ્વરૂપે મોટે ભાગે મળે છે. યુગ્મતા (001),…

વધુ વાંચો >

બિટુમિન

બિટુમિન : વિવિધ પ્રકારનાં ઘન કે અર્ધઘન હાઇડ્રોકાર્બન દ્રવ્યો માટે વપરાતું સામાન્ય નામ. જેમાં મુખ્યત્વે કાર્બન-હાઇડ્રોજન વધુ પ્રમાણમાં હોય અને ઑક્સિજન, નાઇટ્રોજન, ગંધક ઓછા પ્રમાણમાં હોય એવા ઘેરાથી કાળા રંગવાળા, ડામર જેવા, કુદરતી રીતે મળી આવતા, અચોક્કસ બંધારણવાળા ઘટ્ટ પ્રવાહીથી બરડ-ઘન સુધીની સ્થિતિ ધરાવતા કોઈ પણ હાઇડ્રોકાર્બન ખનિજ કે દ્રવ્યને…

વધુ વાંચો >

બિટુમિનસ કોલસો

બિટુમિનસ કોલસો : કોલસાનો એક પ્રકાર. કોલસાની ઉત્પત્તિ દરમિયાન તૈયાર થતી એક કક્ષા. સામાન્ય રીતે કોલસાનું વર્ગીકરણ તેમાં રહેલા કાર્બનના પ્રમાણ પરથી કરવામાં આવે છે. આ મુજબ કોલસાને ચાર મુખ્ય પ્રકારોમાં વહેંચેલો છે : (1) એન્થ્રેસાઇટ, (2) બિટુમિનસ કોલસો, (3) નિમ્ન બિટુમિનસ કોલસો, (4) લિગ્નાઇટ અથવા કથ્થાઈ કોલસો. આ ચારે…

વધુ વાંચો >

બિટોનાઇટ

બિટોનાઇટ (bytownite) : પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પાર સમૂહનું ખનિજ. રાસા. બં. : nNaAlSi3O8 સહિત mCaAl2Si2O8 જે સંજ્ઞાકીય સ્વરૂપે Ab30An70થી Ab10An90 સૂત્રથી રજૂ થાય છે. સ્ફ. વ. : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકાર, b-અક્ષમાં ચપટા; પ્રાપ્તિ વિરલ; મોટે ભાગે દળદાર-વિભાજનશીલ, દાણાદાર અથવા ઘનિષ્ઠ પણ મળે. યુગ્મસ્ફટિકો સામાન્ય રીતે મળે – યુગ્મતા કાર્લ્સબાડ, આલ્બાઇટ…

વધુ વાંચો >

બિસ્મથિનાઇટ

બિસ્મથિનાઇટ : બિસ્મથધારક ખનિજ. રાસા. બં. : Bi2S3 · સ્ફ · વ. : ઑર્થોર્હૉમ્બિક.સ્ફ.સ્વ.: સ્ફટિકો પ્રિઝમૅટિક, મજબૂતથી નાજુક, સોયાકાર, ઊર્ધ્વ ફલકો પર રેખાંકનો મળે. દળદાર, પત્રબંધીવાળા કે રેસાદાર વધુ શક્ય. અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ, સરળ; (100) અને (110) અપૂર્ણ. ભંગસપાટી : નથી હોતી, પરંતુ ખનિજ નમનીય, કતરણશીલ (sectile). ચમક…

વધુ વાંચો >

બેરાઇટ

બેરાઇટ (barite) : અગત્યનાં ઔદ્યોગિક ખનિજો પૈકીનું એક. તે બેરાઇટીસ (barytes) નામથી પણ ઓળખાય છે. ગ્રીક શબ્દ ‘barys’ (વજનદાર) પરથી આ નામ પડેલું મનાય છે. રાસા. બં. : BaSO4. સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો પાતળાથી જાડા મેજ આકાર, ક્યારેક મોટાં, લાંબાં કે ટૂંકાં પ્રિઝમૅટિક સ્વરૂપોમાં મળે; ચોમેર…

વધુ વાંચો >

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl)

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl) : બેરિલિયમતત્વધારક ખનિજ. રાસા. બં. : 3BeO·Al2O3·6SiO2. (BeO = 14 %, Be = 5 %). સિલિકેટના પ્રકારો પૈકી સાયક્લોસિલિકેટ. પ્રકારો : પન્નું, ઍક્વામરીન, મૉર્ગેનાઇટ, ગોશેનાઇટ અને હેલિયોડૉર. સ્ફ. વર્ગ : હેક્ઝાગૉનલ, સમમિતિ-બેરિલ પ્રકાર. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકાથી લાંબા, પ્રિઝમેટિક — અને (0001) ફલકોવાળા સર્વસામાન્ય;…

વધુ વાંચો >

બૉક્સાઇટ

બૉક્સાઇટ (bauxite) ઍલ્યુમિનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. દક્ષિણ ફ્રાંસમાં આવેલ લા બૉક્સમાંથી મળતા લાલ, અપ્રત્યાસ્થ (nonplastic), માટી જેવા પદાર્થનું 1821માં બર્થિયરે સૌપ્રથમ પૃથક્કરણ કર્યું હતું. 1845–47ના અરસામાં ડૂફ્રેનોઈએ તેને બૉક્ઝાઇટ (bauxite) નામ આપેલું. 1861માં સેંટ-ક્લેર ડુહવીલે તેને સુધારીને હાલ પ્રચલિત બૉક્સાઇટ નામ આપ્યું હતું. તે સજલ (hydrous) ઍલ્યુમિના, ખાસ કરીને…

વધુ વાંચો >

બૉગ લોહખનિજ

બૉગ લોહખનિજ (bog-iron ore) : જલયુક્ત લોહધાતુખનિજ અથવા લિમોનાઇટનો મૃદુ છિદ્રાળુ પ્રકાર. પ્રાપ્તિસ્થિતિની ર્દષ્ટિએ તે મોટેભાગે પંકસરોવરો કે ખાડાઓમાં રેતીવાળી સપાટી પર પડ સ્વરૂપે કે નરમ ગઠ્ઠાને સ્વરૂપે જમાવટ પામેલો જોવા મળે છે. તેની સાથે મૅંગેનીઝ ધાતુખનિજોનાં પડ અને ચૂનાયુક્ત દ્રવ્ય પણ રહેલાં હોય છે. આ પ્રકારના નિક્ષેપોમાં શુદ્ધ લોહપ્રમાણ…

વધુ વાંચો >

બોરેટ-નિક્ષેપો

બોરેટ-નિક્ષેપો : બોરોનધારક ખનિજોથી બનેલા નિક્ષેપો. બોરેટ એટલે બોરિક ઍસિડનો ક્ષાર, ધરાવતું સંયોજન. કુદરતી રીતે મળતાં સ્ફટિકમય ઘનસ્વરૂપો કે જેમાં બોરોન ઑક્સિજન સાથે રાસાયણિક રીતે સંયોજાયેલું હોય એવાં ઘણાં ખનિજોથી બનેલા જટિલ સમૂહને બોરેટ તરીકે ઓળખાવાય છે. એવોગાર્ડાઇટ (K·Cs)BF4 અને ફેરૂસાઇટ(NaBF4)ના અપવાદને બાદ કરતાં જાણીતાં બધાં જ બોરોન-ખનિજો બોરેટ કહેવાય.…

વધુ વાંચો >