ખનિજ ઇજનેરી

રુધરફૉર્ડાઇન

રુધરફૉર્ડાઇન : રાસા. બં. : UO2CO3. સ્ફટિકવર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : 3 મિમી. સુધીની લંબાઈના પટ્ટી જેવા છૂટા સ્ફટિકો; (001) ફલક સાથે લાંબા, (100) ફલક સાથે મોટા અને (010) ફલકવાળા ઓછા જોવા મળે. સૂક્ષ્મ રેસાદાર જૂથમાં પણ મળી આવે, વિકેન્દ્રિત ઝૂમખાં જેવા પણ હોય. કઠિનતા : નિર્ણીત નથી. ઘનતા :…

વધુ વાંચો >

રૂટાઇલ

રૂટાઇલ : ટિટેનિયમધારક ખનિજ. રાસા. બં. : TiO2. ઑક્સિજન 40 %, ટિટેનિયમ 60 %. 0.10 % સુધીનું લોહપ્રમાણ તેમાં હોય છે. આ ખનિજ એનાટેઝ (TiO2) અને બ્રુકાઇટ (TiO2) સાથે ત્રિરૂપતા ધરાવે છે. સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમૅટિક; c અક્ષને સમાંતર રેખાંકિત; પાતળા, લાંબા પ્રિઝમૅટિકથી સોયાકાર…

વધુ વાંચો >

રૂબેલાઇટ (rubellite)

રૂબેલાઇટ (rubellite) : રાતા કે રતાશ પડતા જાંબલી રંગમાં મળતો ટુર્મેલિનનો રત્નપ્રકાર. ટુર્મેલિન વિવિધ રંગોમાં મળતું હોય છે, પરંતુ તેના આ રંગના રત્નપ્રકારની ઘણી માંગ રહે છે. માણેક જેવા તેના રંગને કારણે જ તેનું નામ ‘રૂબેલાઇટ’ પડેલું છે. માણેક જેવો દેખાતો તેનો આ રંગ તેમાં રહેલી લિથિયમની માત્રાને કારણે હોય…

વધુ વાંચો >

રેડિયો-ઍક્ટિવ ખનિજો

રેડિયો-ઍક્ટિવ ખનિજો : રાસાયણિક બંધારણની દૃષ્ટિએ આવશ્યક રીતે યુરેનિયમ અથવા થોરિયમ જેવાં રેડિયો-ઍક્ટિવ તત્વો ધરાવતાં ખનિજો. આવાં 150 જેટલાં ખનિજો પ્રથમ વિભાગમાં આવે છે. તેમાં કેટલાંક વિરલ છે તો કેટલાંક હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયાં નથી. આર્થિક મહત્વની દૃષ્ટિએ મુખ્ય યુરેનિયમ ખનિજો તરીકે ઑક્સાઇડ યુરેનિનાઇટ (uraninite) તથા તેનો પિચ…

વધુ વાંચો >

રેતી (sand)

રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે.…

વધુ વાંચો >

રૉક ક્રિસ્ટલ

રૉક ક્રિસ્ટલ : ક્વાર્ટ્ઝના સર્વસામાન્ય નામથી ઓળખાતા ખનિજનો એક પ્રકાર. રાસાયણિક બંધારણ : SiO2. રૉક ક્રિસ્ટલ એ પૂર્ણ સ્ફટિકમય પારદર્શક ક્વાર્ટ્ઝ છે. તેને કાપીને સસ્તા ઝવેરાત (વલ્લમ હીરા) માટે; પ્યાલા, હાથા વગેરે જેવી સુશોભન-વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે. કાશ્મીર, કાલાબાગ, તાન્જોર વગેરે તેને માટેનાં પ્રાપ્તિસ્થાનો છે. ત્યાંથી યોગ્ય શુદ્ધતાવાળા અને…

વધુ વાંચો >

રહોડોક્રોસાઇટ (Rhodochrosite)

રહોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnCO3. સ્ફટિકવર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો રહોમ્બોહેડ્રલ, ભાગ્યે જ પ્રિઝમ સ્વરૂપવાળા કે સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર હોય. મોટેભાગે તો તે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી સ્તંભરૂપે, દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપના હોય. કઠિનતા : 3.5થી 4. ઘનતા : શુદ્ધ…

વધુ વાંચો >

રહોડોનાઇટ

રહોડોનાઇટ : પાયરૉક્સિન સમૂહમાં આવતું મગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnSiO3. સ્ફટિક વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે મેજ-આકાર, (001)ને સમાંતર, ખરબચડા, ગોળ ધારવાળા દળદાર, વિભાજનશીલથી ઘનિષ્ઠ; આ ઉપરાંત સૂક્ષ્મ દાણાદારથી સ્થૂળ દાણાદાર. કઠિનતા : 5.5થી 6.5. ઘનતા : 3.57થી 3.76. સંભેદ : (110) પૂર્ણ, (10) પૂર્ણ, (001) સારી.…

વધુ વાંચો >

લાઇમોનાઇટ

લાઇમોનાઇટ : લોહધાતુખનિજ. જલયુક્ત ફેરિક લોહ ઑક્સાઇડ માટે વપરાતો સામાન્ય શબ્દ. લોહઅયસ્કને નામે જાણીતું બનેલું, કુદરતી અસ્ફટિકમય, દળદાર દ્રવ્ય. અશુદ્ધ ગોઇથાઇટ[FeO(OH)]ને પણ લાઇમોનાઇટ તરીકે ઓળખાવાય છે. જલયુક્ત લોહ ઑક્સાઇડ અને લોહ હાઇડ્રૉક્સાઇડના મિશ્રણથી બનેલી દ્રવ્યશ્રેણી માટે પણ આ શબ્દ વ્યાપક રીતે વપરાય છે. પહેલાં તેને ચોક્કસ બંધારણ(2Fe2O3.3H2O અથવા સમકક્ષ)વાળું ખનિજ…

વધુ વાંચો >

લાર્વિકાઇટ

લાર્વિકાઇટ : અગ્નિકૃત ખડક સાયનાઇટનો એક પ્રકાર. વિપુલ પ્રમાણમાં રહેલા ઍનૉર્થૉક્લેઝ-ફેલ્સ્પારના ચતુષ્કોણીય મહાસ્ફટિકો સાથેનો નૅફેલિનધારક સ્થૂળ દાણાદાર સાયનાઇટ ખડક. ટાઇટેનોગાઇટ, બાર્કેવિકાઇટ અને લેપિડોમિલેન ગૌણ ખનિજો તરીકે તથા ઍપેટાઇટ, ઝકૉર્ન, ઑલિવિન અને મૅગ્નેટાઇટ જેવાં અપારદર્શક ઑક્સાઇડ ખનિજો અનુષંગી ઘટકો તરીકે તેમાં રહેલાં હોય છે. લોહ-મૅગ્નેશિયન ખનિજો તેમાં વિખેરણ-સ્વરૂપે જોવા મળે છે.…

વધુ વાંચો >