કે. એ. જમના
આટરુપ્પડૈ
આટરુપ્પડૈ : તમિળ કવિતાપ્રકાર. શાબ્દિક અર્થ છે માર્ગ-નિર્દેશક કવિતાઓ. સંઘકાલીન પત્તુપ્પાટ્ટુ(10 દીર્ઘ કાવ્યો)માં 5 આટરુપ્પડૈ છે. એમાં કોઈ દાનવીર આશ્રયદાતા પાસેથી પુરસ્કાર મેળવી ઘરે પાછો ફરતો કલાકાર પોતાના કોઈ નિર્ધન મિત્રના મળવાથી તેને તે આશ્રયદાતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેને લાગે છે કે આશ્રયદાતાની રાજધાની સુધી પહોંચાડનારા માર્ગનો દરેક…
વધુ વાંચો >ઇળંગોવડિગળ
ઇળંગોવડિગળ (ઈ. સ.ની બીજી શતાબ્દી) : પ્રાચીન તમિળ કવિ. તે ચેર સમ્રાટ શેંગુટ્ટુવનના નાના ભાઈ હતા, પણ મોટા ભાઈ વૈષ્ણવ અને પોતે જૈન હતા. તેમs છતાં તેમણે અન્ય ધર્મનાં દેવ-દેવીઓનું ભાવપૂર્વક મહિમાગાન કર્યું છે. એમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘શિલ્પદ્દીકારમ્’. તમિળનું એ પ્રથમ મહાકાવ્ય ત્રણ કાંડોમાં વહેંચાયેલું છે : ‘પુહારવકાંડમ્’,…
વધુ વાંચો >ઉયિરોવિયમ (1948)
ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા…
વધુ વાંચો >ઉલા
ઉલા : તમિળના 96 કાવ્યપ્રકારોમાંનો એક. ઉલા પ્રેમકાવ્યનો પ્રકાર છે. એ પ્રકારમાં કવિ નગરની વીથિઓમાં ફરતાં ફરતાં રાજા અથવા ઈશ્વરની પ્રતિ જુદી જુદી વયના કન્યાના પ્રેમનું વિવિધ પ્રકારે નિરૂપણ કરતો હોય છે. પ્રારંભિક ઉલાકૃતિઓમાં જીવાત્માના પરમાત્મા પ્રત્યેના પ્રેમનું વર્ણન હતું. એમાં ભક્તિની સાત સ્થિતિઓનું વર્ણન કરવા કવિઓએ સાત જુદી જુદી…
વધુ વાંચો >ઐંકુરુનૂરુ
ઐંકુરુનૂરુ : તમિળ ભાષાના સંઘકાલીન ગણાતા આઠ પૈકીનો એક પદ્યસંગ્રહ. આ સંગ્રહમાં 3થી 6 પંક્તિઓનાં 500 પદ સંગૃહીત છે. સંગ્રહના પાંચ વિભાગ છે. આ પદોના ક્રમશ: ઓરમ, પોગિયાર, અમ્મૂવનાર, કપિલર, ઓદલો આંદૈયાર અને વેયનાર છે. મંગલાચરણનાં પદ વેરુમ્દેવનારે રચ્યાં છે. કૂડલૂર કિળાર નામે કવિએ ભિન્ન ભિન્ન કવિઓનાં પદોનો સંગ્રહ કર્યો…
વધુ વાંચો >ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી)
ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી) : તમિળના મધ્યકાલીન કવિ. એમની અસાધારણ કવિત્વશક્તિને કારણે વિદ્વાનોએ એમને ‘કવિચક્રવર્તી’ તથા ‘સર્વજ્ઞકવિ’ જેવી ઉપાધિઓ આપેલી. એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓમાં ‘ઇટ્ટિ એયુપંદુ’, ‘મૂવરઉલા’, ‘તક્કયાગ ભરણી’, ‘અરુંબૈ તોળ્ળાયિરમ્’, ‘ગાંગેયન નાળાવિર કોવૈ’, ‘કુલોતુંગન ચોળન પિપ્ળૈત્તમમિળ’ ઇત્યાદિ છે. ‘કમ્બ રામાયણમ્’ના ઉત્તરકાંડની રચના ઓટ્ટ કૂત્તરે કરી હતી એમ વિદ્વાનો માને છે.…
વધુ વાંચો >કપિલર
કપિલર : ઈ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી સદીની વચ્ચેના તમિળ સાહિત્યના સંગમકાળના પ્રસિદ્ધ કવિ. કુશાગ્ર બુદ્ધિને કારણે નાની વયમાં જ તેમણે તમિળ સાહિત્ય તથા વ્યાકરણ વિશે સારું જ્ઞાન મેળવ્યું હતું. ત્રીજા સંઘના સભ્ય તરીકે એમને અવ્વેયાર અને ભરણર જેવા મહાન કવિઓ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. એમના સમયના કેટલાક…
વધુ વાંચો >
આરુમુગ નાવલર
આરુમુગ નાવલર (જ. 18 ડિસેમ્બર 1822, નલ્લૂર, શ્રીલંકા; અ. 5 ડિસેમ્બર 1879, જાફના, શ્રીલંકા) : તમિળ લેખક. એ સરસ વ્યાખ્યાતા હોવાને કારણે તિરુવાવડુદુરૈ મઠના અધિપતિઓએ એમને ‘નાવલર’(શ્રેષ્ઠ વક્તા)ની ઉપાધિ આપી હતી. એમણે ‘તુરુકકુરળ’, ‘તોલકાપ્પિયમ્’, ‘તિરુક્કોવૈયાર’, ‘પેરિયપુરાણમ્’, ‘કંદપુરાણમ્’, ‘ચૂડામણિ નિઘંટુ’, ‘નન્નૂલ વિરુત્તિ ઉરૈ’ વગેરે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરીને એ પુસ્તકો પર…
વધુ વાંચો >