કૃષ્ણકાંત ગો. દેસાઈ
અનુવંશ અને પર્યાવરણ
અનુવંશ અને પર્યાવરણ : મનુષ્યનાં વ્યક્તિત્વ અને વર્તનનાં નિર્ણાયક પરિબળો. મનુષ્યના વર્તનનાં નિર્માણકર્તા પરિબળો તરીકે તેનાં માબાપ તથા પૂર્વજો પાસેથી મળેલાં આનુવંશિક તત્વો અને પર્યાવરણને ગણવામાં આવે છે. મેન્ડેલના વનસ્પતિ પરના પ્રયોગો દ્વારા આનુવંશિકતાના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નિયમો મનુષ્યને પણ લાગુ પડે છે. પરંતુ મનુષ્યનું વર્તન…
વધુ વાંચો >અભિક્રમિત અધ્યયન
અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે…
વધુ વાંચો >ઑક્સફર્ડ યુનિવર્સિટી
ઑક્સફર્ડ યુનિવર્સિટી : બ્રિટનની અગ્રગણ્ય યુનિવર્સિટી. 1167ની સાલમાં પૅરિસ યુનિવર્સિટીમાં બ્રિટિશ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો બંધ થતાં બારમી સદીના અંતભાગમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ. શરૂઆતમાં તે પૅરિસ યુનિવર્સિટીના નમૂના પર રચાઈ હોવાથી તેમાં ધર્મ, કાયદાશાસ્ત્ર, ચિકિત્સા અને વિનયનના અભ્યાસક્રમો શીખવાતા હતા. એ અરસામાં યુનિવર્સિટીનાં પોતાનાં મકાનો ન હતાં, પણ ભાડાનાં મકાનોમાં…
વધુ વાંચો >કેન્દ્રીય વિદ્યાલયો
કેન્દ્રીય વિદ્યાલયો : બીજા પગારપંચની ભલામણને આધારે સંરક્ષણ-કાર્યમાં રોકાયેલા કર્મચારીઓનાં સંતાનો તથા બદલીને કારણે સ્થળાંતર કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં સંતાનો માટે 1962થી ભારત સરકારે શરૂ કરેલાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનાં વિદ્યાલયો. તેમની સંખ્યા હાલ 500થી વધુ છે. ભારતભરમાં આ વિદ્યાલયો જ્યાં સૈન્યોની છાવણી હોય તથા કેન્દ્રીય સેવાના કર્મચારીઓ…
વધુ વાંચો >કેમ્બ્રિજ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી : ઇંગ્લૅન્ડની જગપ્રસિદ્ધ યુનિવર્સિટી. લંડનથી ઉત્તર દિશામાં 80 કિમી. દૂર કૅમ નદીને કાંઠે કેમ્બ્રિજ શહેરમાં આ યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા તરીકે સદીઓ પૂર્વે સ્થપાયેલી છે. 1209ની સાલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ ચાલી આવ્યા. ઑક્સફર્ડની મર્ટન કૉલેજના મૉડલ પર 1284માં પીટર હાઉસ નામની પહેલી કૉલેજ સ્થાપવામાં આવી. ત્યારપછીનાં 300…
વધુ વાંચો >કોલંબિયા યુનિવર્સિટી
કોલંબિયા યુનિવર્સિટી : ન્યૂયૉર્ક શહેરમાં આવેલી યુનિવર્સિટી. તેની સ્થાપના કિંગ્ઝ કૉલેજ તરીકે 1754માં પ્રૉટેસ્ટન્ટ એપિસ્કોપલ ચર્ચ તરફથી થઈ હતી. અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન થોડા સમય માટે બંધ રહ્યા પછી 1784માં તે ફરી ચાલુ થઈ ત્યારે તેનું નામ કોલંબિયા કૉલેજ પડ્યું. ઓગણીસમી સદી દરમિયાન તેમાં અનુસ્નાતક અને વ્યાવસાયિક કૉલેજોનો ઉમેરો થતો ગયો…
વધુ વાંચો >કોહ્લબર્ગ લૉરેન્સ
કોહ્લબર્ગ, લૉરેન્સ (જ. 25 ઑક્ટોબર 1927, બ્રોંક્સવિલ, યુ.એસ.; અ. 20 જાન્યુઆરી 1987, વિનટ્રોપ, મેસેચૂસેટ્સ) : બાળકો નૈતિક નિર્ણય કરવામાં જુદી જુદી છ કક્ષાઓમાંથી પસાર થાય છે તે પ્રતિપાદનથી જાણીતા થયેલ મનોવિજ્ઞાની. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની વેપારી સ્ટીમરોમાં કામ કરતાં પૅલેસ્ટાઇન નાવિક પર બ્રિટને લાદેલા પ્રતિબંધમાંથી પસાર થવામાં યહૂદી વસાહતીઓને મદદ…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ડાલ્ટન યોજના
ડાલ્ટન યોજના : 8થી 12 વર્ષની વયનાં બાળકોના શિક્ષણ માટેની એક યોજના. અમેરિકામાં 1920માં કુમાર હેલન પાર્કહર્સ્ટે મૅસેચૂસેટ્સ રાજ્યના ડાલ્ટન ગામમાં બાલવિદ્યાપીઠની પાઠશાળામાં આ યોજનાનો પ્રથમ પ્રયોગ કરેલો. ડાલ્ટન ગામને કારણે આ યોજના ડાલ્ટન પ્રયોગશાળા યોજના નામે જાણીતી થઈ હતી. આ સમય પહેલાં શાળાઓમાં ગોખણપટ્ટી અને સોટી દ્વારા શિક્ષણ અપાતું…
વધુ વાંચો >બનારસ હિંદુ યુનિવર્સિટી
બનારસ હિંદુ યુનિવર્સિટી : ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં આવેલી વિશિષ્ટ યુનિવર્સિટી. નામ પ્રમાણે તેમાં કેવળ હિંદુઓને જ પ્રવેશ અપાય છે એવું નથી. બધા ધર્મો અને જ્ઞાતિઓના લોકોને કશા ભેદભાવ વિના તેમાં પ્રવેશ અપાય છે. 1904માં આવી યુનિવર્સિટીની સ્થાપનાનો વિચાર પ્રસ્તુત થયો. તેના મુખ્ય પ્રેરક મહારાજા પ્રભુનારાયણ સિંહ હતા. પંડિત મદનમોહન માલવીય, મહારાજા…
વધુ વાંચો >