કીટકશાસ્ત્ર

બગાઈ

બગાઈ : કૂતરાં, ગાય, બળદ, ગધેડાં, ઊંટ જેવાં વાળવાળાં પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસીને તેમને હેરાન કરનાર દ્વિપક્ષા (Diptera) શ્રેણીના હિપ્પોબોસ્કીડી કુળનો એક કીટક. શાસ્ત્રીય નામ Hippobosca maculata L. છે. પુખ્ત કીટક શરીરે ચપટા, આશરે 0.75 સેમી. જેટલી લંબાઈના અને લાલાશ પડતા કથ્થાઈ રંગના હોય છે તથા શરીર પર પીળાં ટપકાં…

વધુ વાંચો >

બદામી ગેરુ

બદામી ગેરુ : ઘઉંના પાકને નુકસાન કરનાર ત્રણ પ્રકારનો ગેરુનો રોગ. આ ગેરુ કાળો અથવા દાંડીનો ગેરુ, બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ અને પીળો ગેરુ હોય છે. ઉપરના ત્રણ ગેરુ પૈકી પીળો ગેરુ ગુજરાતમાં જોવા મળતો નથી, જ્યારે કાળો અને બદામી ગેરુ દર વર્ષે જોવા મળે છે. તે વધતાઓછા…

વધુ વાંચો >

બળિયાનો રોગ (વનસ્પતિ)

બળિયાનો રોગ (વનસ્પતિ) : વનસ્પતિ-પાકોમાં ઝેન્થોમોનાસ જીવાણુથી થતો રોગ. આ જીવાણુઓ પાકોનાં પાન અને ફળ પર આક્રમણ કરે છે. આક્રમણવાળા ભાગની પેશીઓના કોષો પાણીપોચા થાય છે, પીળા પડે છે અને ત્યાં ટપકાં થાય છે. કેટલાક પાકોમાં આક્રમિત ટપકાંવાળો ભાગ બેઠેલો કે ઊપસેલો જોવા મળે છે, જ્યારે લીંબુનાં પાન અને ફળ…

વધુ વાંચો >

ભૂકી છારો

ભૂકી છારો : ઇરિસિફેસી કુળની ફૂગ અને યજમાન છોડ વચ્ચે ખોરાક માટે આંતરિક ઘર્ષણ થવાથી યજમાનના આક્રમિત ભાગમાં ઉદભવતો રોગ. આ કુળની છ જાતિની ફૂગો, 1,500થી વધુ જાતિની વનસ્પતિમાં રોગ કરતી નોંધાયેલી છે. ખાસ કરીને વેલાવાળી શાકભાજીના પાકો, કઠોળ પાકો, ફૂલછોડ અને ફળ પાકોમાં આ રોગ વિશેષ નુકસાન કરે છે.…

વધુ વાંચો >

ભૂતિયું ફૂદું

ભૂતિયું ફૂદું : તલના પાકને ઉપદ્રવકારક ફૂદાની જાતનો એક કીટક. તે ઍચેરૉન્ટિયા સ્ટિક્સ (Acherontia styx West)ના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના સ્ફિન્જિડી (Sphingidae) કુળમાં થાય છે. આ ફૂદું મોટું, બિહામણું અને કાળાશપડતા રંગનું હોવાથી તે ભૂતિયા ફૂદા તરીકે ઓળખાય છે. પુખ્ત કીટક કાળાશપડતા રાખોડી રંગનો અને…

વધુ વાંચો >

ભૂરાં કાંસિયાં

ભૂરાં કાંસિયાં : ડાંગરની એક ગૌણ જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળમાં કરવામાં આવેલ છે. શાસ્ત્રીય નામ Lepigma pygmaea B. છે. આ કીટક સમચતુષ્કોણ આકારના, નાના, ઘેરા લીલાશ પડતા ભૂરા રંગના, સુંવાળા, લગભગ 6 મિમી. લંબાઈના અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ…

વધુ વાંચો >

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

મચ્છર

મચ્છર (Mosquito) : માનવ તેમજ પાલતુ જાનવરોમાં ખતરનાક એવા કેટલાક રોગોનો ફેલાવો કરતા કીટકો. મચ્છરો દ્વિપક્ષ (diptera) શ્રેણીના ક્યુલિસિડી કુળના કીટકો છે અને તેઓ 36 પ્રજાતિઓમાં ફેલાયેલા છે. એનૉફિલીસ પ્રજાતિના કીટકોને લીધે માનવના રુધિરમાં પ્લાઝમોડિયમ પ્રજાતિના મલેરિયાનાં જંતુઓ પ્રવેશે છે, જ્યારે ક્યૂલેક્સ મચ્છર હાથીપગાનાં જંતુઓનો ફેલાવો કરે છે. પીતજ્વર વિષાણુઓનો…

વધુ વાંચો >

મધમાખી

મધમાખી (honey bee) : આર્થિક ર્દષ્ટિએ માનવીને અત્યંત લાભકારી કીટક. સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે. મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્યપ્રસાધન, મીણબત્તી (candles) અને ચોંટણ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. મધમાખીનું વર્ગીકરણ ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના એપૉઇડિયા અધિકુળ અને એપિડે કુળની એપિસ…

વધુ વાંચો >

મધિયો (કીટક)

મધિયો (કીટક) : ભૂખરા રંગનો, ફાચર આકારનો લગભગ 2થી 3 મિમી. લાંબો કીટક. તેનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના સિકાડેલિડી (Cicadellidae) કુળમાં કરવામાં આવે છે. મધિયાનો ઉપદ્રવ આંબા અને ચીકુના ઝાડ પર જોવા મળે છે. આંબા પર તેનો ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં હોય છે. આ કીટકની 3 મુખ્ય જાતો છે : (1)…

વધુ વાંચો >