કીટકશાસ્ત્ર

દાડમની જીવાત

દાડમની જીવાત : મહત્વના દાડમના પાકને ભારતમાં આશરે 45 જાતિના કીટકોથી નુકસાન થાય છે. આ પાકમાં ઝાડના બીજા ભાગો કરતાં ફળમાં આવી જીવાતોથી વધારે નુક્સાન થાય છે. ફળને નુકસાન કરતું દાડમનું પતંગિયું અગત્યની જીવાત ગણાય છે. દાડમના પતંગિયાનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના લાયકેનિડી કુળમાં સમાવેશ થયેલ છે. પતંગિયું મધ્યમ કદનું, ભૂખરા…

વધુ વાંચો >

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ (જ. 20 માર્ચ 1909, પૉર્ટ લાવેકા, ટૅક્સાસ; અ. 17 માર્ચ 2000, અર્લિગન, વર્જિનિયા) : કીટકોના વંધ્યીકરણ પરત્વે નોંધપાત્ર ફાળો આપનાર અમેરિકાના પ્રખર કીટક-વિજ્ઞાની. માનવ તેમજ ઘેટાં અને બકરાંની ત્વચાના રોગ માટે જવાબદાર ગુંજનમાખી(blow fly)ના નર પર એક્સ કિરણોના વિકિરણથી વંધ્યીકરણ સિદ્ધ થાય છે. આ પ્રયોગ માટે તેમણે…

વધુ વાંચો >

નીકોશિયાના

નીકોશિયાના : જુઓ, તમાકુ.

વધુ વાંચો >

નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા)

નુકસાનકારક પ્રાણીઓ (કૃષિવિદ્યા) : ખેતી-પાકો અને ખેતીમાં ઉપયોગી તેવા પશુધનને નુકસાન કરતાં પ્રાણીઓ. તેમાં કીટક, કરચલા, પેડીવર્મ, અળસિયાં, ગોકળગાય, કનડી, વાગોળ, વાંદરાં, શિયાળ, સસલાં, હરણ, સાબર, કાળિયાર, નીલગાય, રીંછ અને હાથી જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેનો ઉપદ્રવ ક્યારેક વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિસ્તાર મુજબ નુકસાનની તીવ્રતા અલગ અલગ…

વધુ વાંચો >

ન્યૂમોકોકસ

ન્યૂમોકોકસ : મનુષ્યમાં મુખ્યત્વે ગળા અને શ્વાસનળીના ન્યુમોનિયા તેમ જ ફેફસાના લોબર ન્યુમોનિયા રોગ ઉત્પન્ન કરતો જીવાણુ. વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ. પહેલાં આ જીવાણુ ડિપ્લોકોકસ ન્યુમોનિ તરીકે જાણીતો હતો. આ જીવાણુની શોધ 1881માં પાશ્ચર અને સ્ટનબર્ગે કરી. લૅક્ટોબૅસિલેસી કુળની સ્ટ્રેપ્ટોકોક્સ પ્રજાતિનો આ જીવાણુ ગ્રામધની(gram positive) ગ્રામ પૉઝિટિવ હોય છે. તેનો…

વધુ વાંચો >

પચરંગિયો

પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની…

વધુ વાંચો >

પરમિયો (gonorrhoea)

પરમિયો (gonorrhoea) : નિસેરિયા ગોનોકોકાઈ નામના જીવાણુ(bacteria)થી થતો જાતીય સંસર્ગ વડે ફેલાતો ચેપી રોગ. પરમિયાના જીવાણુઓને યુગ્મગોળાણુ (diplococci) કહે છે. તે ગોળ છે અને બે-બેની જોડમાં જોવા મળે છે. તે ગ્રામ-પદ્ધતિથી અભિરંજિત થતા નથી માટે તેને ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુ પણ કહે છે. સામાન્ય રીતે તેનો ચેપ લાગ્યા પછી 2થી 10…

વધુ વાંચો >

પાનકથીરી

પાનકથીરી : ખેતીપાકોમાં નુકસાન કરતી જુદી જુદી જીવાતો પૈકી કીટક સિવાયની જીવાતોમાં ચૂસિયા પ્રકારની એક મહત્વની જીવાત. પાનકથીરી એ સંધિપાદ (Arthropoda) સમુદાયનું અષ્ટપદી (Arachnida) વર્ગનું એકેરીના (Acarina) શ્રેણીનું પ્રાણી છે. આ જીવાત અડધા મિમી. જેટલી લંબાઈની પોચા શરીરવાળી અને વિવિધ રંગની હોય છે. તેનું માથું વક્ષ સાથે જોડાયેલું હોય છે.…

વધુ વાંચો >

પાનકોરિયું

પાનકોરિયું : ખેતી-પાકોમાં નુકસાનકર્તા રોમપક્ષ (Lepidoptera), ઢાલપક્ષ (Coleoptera) અને ડિપ્ટેરા (Diptera) શ્રેણીના કેટલાક કીટકો. રોમપક્ષ શ્રેણીની માદા પાનકોરિયા પાનની સપાટી પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. જ્યારે ઢાલપક્ષ અને ડિપ્ટેરા શ્રેણીમાં સમાવેશ થતી જાતિમાં માદા કીટક પોતાના તીક્ષ્ણ અંડ-નિક્ષેપક અંગ દ્વારા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી નાની…

વધુ વાંચો >

પાન ખાનારી ઇયળ

પાન ખાનારી ઇયળ : પ્રોડેનિયા લિટુરા : પાન ખાઈને પાકને નુકસાન કરતાં રોમપક્ષ શ્રેણીનાં કેટલાંક ફૂદાં. આ રાષ્ટ્રવ્યાપી જીવાતને, પાન ખાનારી ઇયળ ઉપરાંત, પ્રોડેનિયા, તમાકુનાં પાન ખાનારી ઇયળ, કૉટન લીફ વર્મ, થડ કાપી ખાનાર ઇયળ, ટામેટીનાં પાન ખાનાર ઇયળ વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તેનો નોક્ટ્યુઇડે કુળમાં સમાવેશ થયેલ…

વધુ વાંચો >