કિશોર પંડ્યા
મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick)
મોદિયાનો, પૅટ્રિક (Modiano, Patrick) (જ. 30 જુલાઈ 1945, બોલોગ્ને, બિલાંકોટે, ફ્રાંસ) : 2014નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રાંસના નવલકથાકાર. તેઓ પૅટ્રિક મોદિયાનો તરીકે વધારે જાણીતા છે. તેમનાં સાહિત્યિક લખાણોના 30 કરતાં પણ વધારે ભાષામાં અનુવાદ થયા છે. નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયા પછી તેમની નવલકથાઓના અંગ્રેજીમાં અનુવાદ થયા હતા. પૅટ્રિકનો જન્મ…
વધુ વાંચો >મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye)
મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye) (જ. 17 ફેબ્રુઆરી 1955 ગાઓમી, શેંડિંગ, ચીન) : 2012નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચીનના નવલકથાકાર અને લઘુકથા-લેખક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ થઈ અને તેઓ ભણવાનું છોડીને ખેતીકામમાં જોડાઈ ગયા હતા.…
વધુ વાંચો >વિશ્વ આહાર કાર્યક્રમ
વિશ્વ આહાર કાર્યક્રમ (World Food Programme) : (The World Food Programme – WFP) વિશ્વ આહાર કાર્યક્રમ ચલાવતી સંસ્થા. (સ્થાપના : 19 ડિસેમ્બર, 1961) શાંતિ માટેનો 2020નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં આહાર અને સહાય આપવાનું કાર્ય કરતી સંસ્થા. વિશ્વમાં માનવતાને લક્ષ્યમાં રાખીને…
વધુ વાંચો >શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle)
શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle) (જ. 11 ડિસેમ્બર 1968 જુવીસી-સૂર-ઑર્ગે, ફ્રાંસ) : ફ્રાંસના પ્રાધ્યાપક અને રસાયણશાસ્ત્રનો 2020નો નોબેલ પુરસ્કાર અમેરિકાના જેનિફર ડાઉના સાથે મેળવનાર તથા સૂક્ષ્મજીવશાસ્ત્ર, જનીનવિદ્યા અને જૈવરસાયણમાં સંશોધન કરનાર. તેઓ 2015થી બર્લિનમાં આવેલી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન બાયૉલૉજીમાં નિયામક તરીકે સેવા આપે છે. 2019માં તેમણે મેક્સ પ્લાંક એકમની…
વધુ વાંચો >સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa)
સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa) (જ. 2 જુલાઈ 1923, પ્રોવેન્ટ, પોઝનાન, ક્યોર્નિક, પોલૅન્ડ; અ. 1 ફેબ્રુઆરી 2012, ક્રેકયોવ, પોલૅન્ડ) : આખું નામ મારિયા વિસ્લાવા અન્ના સિમ્બૉર્સ્કા. 1996નો નોબેલ પુરસ્કાર મેળવનાર પોલિશ ભાષાનાં કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક. તેમના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્લાવને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન પછી 1924માં તેઓ તોરુન આવ્યા.…
વધુ વાંચો >હેન્ડ્કે, પીટર (Handke, Peter)
હેન્ડ્કે, પીટર (Handke, Peter) (જ. 6 ડિસેમ્બર 1942, ગ્રીફેન, ઑસ્ટ્રિયા) : 2019નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયાના નવલકથાકાર, નાટ્યલેખક, કવિ, નિબંધકાર, ફિલ્મનિર્દેશક અને પટકથા લેખક. તેમના પિતા એરિફ શ્યોનેમાન બૅંકમાં ક્લર્ક અને જર્મન સૈનિક હતા. પિતાને તો પોતે મોટા થયા ત્યાં સુધી તેમણે જોયા નહોતા. પછી તેમની માતા મારિયા ટ્રામ…
વધુ વાંચો >