કાશ્મીરી સાહિત્ય

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અખ્તર-મોહિઉદ્દીન

અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…

વધુ વાંચો >

અઝીઝ (દરવેશ)

અઝીઝ (દરવેશ) (જ. 1928) : આધુનિક કાશ્મીરી કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂંચમાં. સ્નાતકકક્ષા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. નાનપણથી જ કાવ્યરચના કરતા. કૉલેજમાં પણ શ્રેષ્ઠ કાવ્યપાઠ માટે પારિતોષિક મેળવેલું. આકાશવાણી કવિસંમેલનમાં અનેક વાર કાવ્યપઠન કરેલું. એમનો કાવ્યસંગ્રહ ‘જંગી ઝકુમ’ 1960માં પ્રગટ થયેલો. એમણે પાકિસ્તાની આક્રમણ સમયે દેશભક્તિનાં અને યુદ્ધોત્સાહનાં અનેક કાવ્યો…

વધુ વાંચો >

અબ્દુલ અહદ ‘આઝાદ’

અબ્દુલ અહદ ‘આઝાદ’ (જ. 1903, ચાદુરા; અ. 4 એપ્રિલ 1948, શ્રીનગર) : કાશ્મીરના ક્રાન્તિકારી સાહિત્યના સર્જક તથા સાંસ્કૃતિક નવજાગરણના પ્રણેતા. એમના પિતા સુલતાન દરવેશ સાહિત્ય-જગતમાં જાણીતા હતા. શરૂઆતમાં ‘અહદ’ તખલ્લુસથી લખતા, પણ પછીથી એમણે ‘જાંબાજ’ નામથી લખવા માંડ્યું. પુત્રના મૃત્યુથી ધર્મ પ્રત્યેનું એમનું દૃષ્ટિબિન્દુ બદલાયું, અને ‘આઝાદ’ તખલ્લુસથી લખવાનું શરૂ…

વધુ વાંચો >

અબ્દુલ અહદ નદીમ

અબ્દુલ અહદ નદીમ (19મી સદી) : કાશ્મીરી સૂફી કવિ. સૂફી પરંપરા અનુસાર ઈશ્વરને સનમરૂપે સંબોધીને તેમણે કાવ્યો લખ્યાં છે. એમનાં કાવ્યો ભક્તિમૂલક હોઈ, એમાં પરમાત્માના મિલનની ઝંખના અને વિરહવ્યથાનો સૂર સંભળાયા કરે છે. તેમની વિશેષતા એ છે કે, સનમ ઉપરાંત ઈશ્વરના પુરુષસ્વરૂપની પણ એટલા જ ભાવોદ્રેકથી ઉપાસના કરી છે. એમના…

વધુ વાંચો >

અબ્દુલ ‘બહાવ’

અબ્દુલ ‘બહાવ’ (1845-1914) : કાશ્મીરી લેખક. કાશ્મીરના હાજિત ગામમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. અનેક ફારસી ગ્રંથોનો તેમણે કાશ્મીરી છંદોબદ્ધ કવિતામાં અનુવાદ કર્યો છે, જેમાં મુખ્ય છે ફિરદૌસીનું ‘શાહનામા’ તથા હમીદુલ્લાહનું ‘અકબરનામા’. એમની મૌલિક રચનાઓમાં ઉલ્લેખપાત્ર છે, ‘હફ્ત કિસ્સા મકરેજન’, ‘કિસ્સા-એ-બહાર દરવેશ’, ‘કિસ્સા-એ-બહરામગર’, ‘સૈલાબનામા’ અને ‘કારિ પટવાર’. એમના બીજા એક…

વધુ વાંચો >

અર્ણિમિલ

અર્ણિમિલ (જ. આશરે 1734, કાશ્મીર; અ. 1778) : કાશ્મીરનાં ‘વાત્સન’ પ્રકારની કાવ્યરીતિનાં અગ્રણી કવયિત્રી. કાશ્મીરી પંડિતના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. કોઈ વિશેષ સગવડો તેમને સુલભ થઈ ન હતી; આમ છતાં, કવિતાનો પાઠ કરી શકવામાં તથા તેમાંથી અવતરણો ટાંકવામાં તેઓ પોતાના સાથીઓને ઝાંખા અને પાછા પાડી દે એવી તીવ્ર સ્મરણશક્તિ અને બુદ્ધિ…

વધુ વાંચો >

અલકેશ્વરી (રૂપભવાની)

અલકેશ્વરી (રૂપભવાની) (જ. 1621, શ્રીનગર; અ. 1721) : કાશ્મીરની પ્રસિદ્ધ મધ્યકાલીન સંત કવયિત્રી. પિતા માધવધર સંસ્કૃતના પંડિત. બાળપણથી જ પિતા પાસે આધ્યાત્મિક શિક્ષણ લીધું, પછી વર્ષો સુધી યોગસાધના કરી. યોગિનીઓની પરંપરામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. એમણે જે પદો લખ્યાં છે, તે કાશ્મીરી ‘વખ્ખ’ પ્રકારનાં છે. એમાં એમણે અગમનિગમને ઋજુતાથી ગાયો…

વધુ વાંચો >

અલિવાણી

અલિવાણી (ઓગણીસમી સદી) : કાશ્મીરી કવિ. એમણે કાશ્મીરની, લોકકથા ‘અકનંદુન’ને કાવ્યરૂપ આપ્યું છે. એ કથાકાવ્યે એમનું કથાકવિ તરીકે કાશ્મીરી સાહિત્યમાં સ્થાન નિશ્ચિત કરી આપ્યું છે. ગુજરાતી સગાળશાની કથાને તે કથા મળતી આવે છે. પોતે અતિથિને જે જોઈએ તે આપવાનું વચન આપેલું ત્યારે અતિથિનું રૂપ લઈને આવેલા ભગવાને એમના પુત્રનું માંસ…

વધુ વાંચો >

આજુર્દા, મોહંમદ ઝયાં

આજુર્દા, મોહંમદ ઝયાં (જ. 17 માર્ચ 1945, અમૃતસર, પંજાબ) : કાશ્મીરી લેખક. તેમના નિબંધસંગ્રહ ‘એસેઝ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. (ઉર્દૂ), બી.એડ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી 1973માં તેઓ કાશ્મીર યુનિવર્સિટીના ઉર્દૂ ભાષાના વિભાગમાં…

વધુ વાંચો >