કાયદાશાસ્ત્ર
મિશૅલ, જૉન
મિશૅલ, જૉન (જ. 1913, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1988) : અમેરિકાના કાનૂની નિષ્ણાત અને કૅબિનેટના સભ્ય. તેઓ ન્યૂયૉર્કના મૂડીરોકાણના કાનૂની નિષ્ણાત હતા (1936–68). તેઓ શ્રીમંત હતા. તેઓ મ્યુનિસિપલ બૉન્ડ્ઝ વિશેના નિષ્ણાત સલાહકાર હતા. 1968ની પ્રમુખ નિક્સનની પ્રચાર-ઝુંબેશના તેઓ વ્યવસ્થાપક બન્યા. 1969થી ’73 દરમિયાન તેઓ ઍટર્ની-જનરલ તરીકે કામગીરી સંભાળતા રહ્યા. વિદ્યાર્થી જગતના…
વધુ વાંચો >મિશ્રા, જ્ઞાનસુધા
મિશ્રા, જ્ઞાનસુધા (જ. 28 એપ્રિલ 1949, રાંચી, ઝારખંડ) : સર્વોચ્ચ અદાલતનાં મહિલા ન્યાયાધીશ. તેમના પિતા સતીશચંદ્ર મિશ્રા પટણા વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના ભાઈ સ્વ. શૈલેશચંદ્ર મિશ્રા જાણીતા વરિષ્ઠ ઍડ્વોકેટ હતા. પટણાની કૉન્વેન્ટ શાળામાં તેમણે અભ્યાસ કર્યો અને પટણા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથેની અનુસ્નાતક પદવી મેળવી. આ જ યુનિવર્સિટીમાંથી તેઓ…
વધુ વાંચો >મુલ્લા, દીનશા એફ.
મુલ્લા, દીનશા એફ. (જ. 8 જાન્યુઆરી 1868; અ. 27 એપ્રિલ 1934) : ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી. આર્થિક ર્દષ્ટિએ સાધારણ સ્થિતિના કુટુંબમાં જન્મ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી સૉલિસિટર બન્યા. તેમણે પોતાની સૉલિસિટરની પેઢી સ્થાપી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ…
વધુ વાંચો >મુસ્લિમ કાયદો
મુસ્લિમ કાયદો : ભારતના દરેક મુસ્લિમને લાગુ પડતો કાયદો. તેનો મુખ્ય આધાર કુરાન છે. કુરાન દૈવી ગણાય છે, કેમ કે તે મહંમદ પયગંબરને પ્રભુએ આપેલ સંદેશ છે. મુસ્લિમો તેને અપરિવર્તનશીલ માને છે. કુરાનના આદેશો મારફતે તત્કાલીન સમાજમાં મહત્વના સામાજિક અને આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા. તેનાથી જુગાર, દારૂ, વ્યભિચાર અને…
વધુ વાંચો >મૂળભૂત અધિકારો
મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ. મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક મનુષ્યપિંડને કેટલીક કુદરતી શક્તિઓ મળેલી છે. તેનો વિકાસ સહજ અને સ્વાભાવિક ક્રમમાં થતો હોય છે. તેને દાબવાનો કે ડામવાનો પ્રયત્ન એ મનુષ્યના વ્યક્તિત્વના વિકાસનો વધ કરવા સમાન થઈ પડે. માનવની…
વધુ વાંચો >મૂળભૂત ફરજો
મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને પણ તે તેમના અધિકારો ભોગવવાની સગવડ અને વાતાવરણ પૂરાં પાડે એવી અપેક્ષા તેની પાસેથી રખાય છે. અન્યના અધિકારનો આ વિચાર અને તે અંગેની જવાબદારી એટલે ફરજ યા કર્તવ્ય. આ અર્થમાં…
વધુ વાંચો >મૃત્યુવેરો (Estate Duty)
મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ…
વધુ વાંચો >મૅજિસ્ટ્રેટ
મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે મેટ્રોપૉલિટન વિસ્તારમાં ‘મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ’ અને તે સિવાયના વિસ્તારોમાં ‘જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ’ સમજવો. જુદા જુદા વિસ્તારોની અદાલતોની રચના રાજ્ય સરકાર રાજ્યની વડી અદાલત સાથે વિચારવિનિમય કરીને કરે છે અને તેમાં ન્યાયાધીશોની નિમણૂક…
વધુ વાંચો >મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન
મૅન્લી, નૉર્મન વૉશિંગ્ટન (જ. 4 જુલાઈ 1893, જમૈકા; અ. 2 સપ્ટેમ્બર 1969, જમૈકા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધારાશાસ્ત્રી. જમૈકાના આઝાદીના ઘડવૈયા અને ત્યાંના વડાપ્રધાન. આ મૅન્લી-પરિવાર બે પેઢીથી જમૈકાને રાજકીય નેતૃત્વ પૂરું પાડે છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે નિર્ધનતાને કારણે લાકડાની લાટીમાં કામ કર્યું. આ દરમિયાન દેશના જનસાધારણને સમજવાની તક…
વધુ વાંચો >યુદ્ધ-અપરાધ
યુદ્ધ-અપરાધ : યુદ્ધને લગતાં આંતરરાષ્ટ્રીય કાયદા તથા પ્રણાલિકાનું સૈનિકો અથવા નાગરિકો દ્વારા યુદ્ધકાળ દરમિયાન થતું ઉલ્લંઘન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં યુદ્ધ-અપરાધોની વ્યાખ્યા સચોટ પણ મર્યાદિત બાબતોને આવરી લે તેવી હતી. તે વ્યાખ્યામાં યુદ્ધને લગતા પ્રવર્તમાન કાયદાઓનો ભંગ અને તેની સાથોસાથ યુદ્ધના માન્ય રીતરિવાજોના ભંગનો જ માત્ર સમાવેશ કરવામાં આવતો હતો.…
વધુ વાંચો >