કાન્તિભાઈ શાહ

વિમલપ્રબંધ

વિમલપ્રબંધ : વિમલ મંત્રી વિશે કવિ લાવણ્યસમયે ગુજરાતી ભાષામાં રચેલી કૃતિ. આ ગ્રંથની રચના મધ્યકાળમાં થયેલા તપગચ્છના શ્રી સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય લાવણ્યસમયે ઈ. સ. 1512/સં. 1568માં કરી છે. એમણે રચેલી નાનીમોટી કથામૂલક કૃતિઓમાં ‘વિમલપ્રબંધ’ સૌથી મહત્વની કૃતિ છે. આ કૃતિ ‘વિમલરાસ’ એવા અપરનામે પણ ઓળખાયેલી છે. પ્રબંધ, રાસ અને…

વધુ વાંચો >

શાહ, વાડીલાલ મોતીલાલ

શાહ, વાડીલાલ મોતીલાલ (જ. 11 જુલાઈ 1878, વીરમગામ, ગુજરાત; અ. 21 નવેમ્બર 1931) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને સુધારાવાદી નિબંધલેખક. સ્થાનકવાસી જૈન કુટુંબમાં જન્મ. તીવ્ર જ્ઞાનપિપાસુ અને લેખક. પિતા મોતીલાલ તરફથી સંસ્કારવારસો મળ્યો. પ્રાથમિક શિક્ષણ વીરમગામમાં. માધ્યમિક શિક્ષણ માટે 14 વર્ષની વયે અમદાવાદમાં ટ્યૂશન કરતાં કરતાં ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાં…

વધુ વાંચો >

સમયસુંદર

સમયસુંદર [જ. ? સાંચોર, રાજસ્થાન; અ. 1646 (સં. 1702, ચૈત્ર સુદ 13), અમદાવાદ] : મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુકવિ. તેમનો જન્મ પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમનું જન્મવર્ષ નિશ્ચિત રીતે ઉપલબ્ધ નથી. પરંતુ એમની ગુજરાતી કૃતિ ‘સાંબ-પ્રદ્યુમ્ન રાસ’નું સૌથી વહેલું…

વધુ વાંચો >

સંદેશક રાસ (ચૌદમી સદી)

સંદેશક રાસ (ચૌદમી સદી) : અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિ દ્વારા ઉત્તર ગૌર્જર અપભ્રંશકાળમાં, ચારણી ડિંગળની પૂર્વભૂમિકારૂપ ‘અવહ’ પ્રકારની અપભ્રંશ ભાષામાં રચાયેલી વિપ્રલંભ શૃંગારની એક વિશિષ્ટ કાવ્યકૃતિ. મૂળમાં તો તાળી કે દાંડિયાના તાલ સાથે રાસ રમાતા ને ખેલાતા. પછી આ રાસ રમતાં જેનું ગાન થાય તેવી રચના પણ ‘રાસ’ કહેવાવા…

વધુ વાંચો >

સોમસુંદરસૂરિ

સોમસુંદરસૂરિ (જ. 1374/સં. 1430 મહા વદ 14, શુક્રવાર, પાલનપુર; અ. 1443/સં. 1499) : પ્રસિદ્ધ જૈનાચાર્ય. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન શ્રેષ્ઠી અને માતાનું નામ માલ્હણદેવી. એમનું સંસારી નામ સોમ. માતાપિતાની સંમતિથી સાત વર્ષની કુમળી વયે 1381(સં. 1437)માં એમને દીક્ષા અપાઈ. એમના દીક્ષાગુરુ આચાર્ય જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા…

વધુ વાંચો >