કન્નડ સાહિત્ય

અર્ધનેમિનાથ પુરાણ

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અલ્લમ-પ્રભુ

અલ્લમ-પ્રભુ (બારમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ. કર્ણાટકમાં બારમી સદીમાં થઈ ગયેલા કવિઓમાં અલ્લમ-પ્રભુ શ્રેષ્ઠ ગણાય છે. વીરશૈવ સંપ્રદાયના ગુરુસ્થાને ગણાતા અલ્લમ-પ્રભુ અથવા પ્રભુદેવે પોતાના સમકાલીન બસવેશ્વર વગેરે સાધકો પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો. એમનાં કાવ્યોએ સામાજિક તથા ધાર્મિક ક્રાન્તિ માટે પર્યાપ્ત માત્રામાં સામગ્રી પૂરી પાડી હતી, એ દૃષ્ટિએ એમની…

વધુ વાંચો >

અશ્વત્થામા (2)

અશ્વત્થામા (2) (જ. 17 જૂન 1912; અ. 16 જાન્યુઆરી 1994) : કન્નડ ભાષાના પ્રસિદ્ધ કથાલેખક તથા નાટ્યકાર. મૂળ નામ અશ્વત્થ, નારાયણરાવ. નિવાસ મૈસૂર. ‘સણ્ણકથેગળુ’ નામથી એમના વાર્તાસંગ્રહના ચાર ખંડ પ્રકાશિત થયા છે. એમની વાર્તાઓમાં આધુનિકતાબોધ દૃષ્ટિએ પડે છે. એમની વાર્તાઓની પાર્શ્વભૂમિ કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પટભૂમિ પણ છે. ભિન્ન…

વધુ વાંચો >

અહલયે

અહલયે : પુ. તિ. શ્રીકંઠૈયાનું કન્નડ ગીતનાટક. તે રામાયણની અભિશપ્તા અહલ્યાની પ્રકરી પર આધારિત છે. નાટકમાં સંવાદ પણ ગીતોમાં જ છે. નાટકકાર રામાયણની અહલ્યાની કથાને યથાતથ વળગી રહ્યા નથી. મૂળ કથામાં અહલ્યા નિર્દોષ છે. ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારીને એના સતીત્વને કલંક લગાડે છે, જ્યારે આ નાટક અનુસાર અહલ્યાને ખબર છે…

વધુ વાંચો >

આદિ કવિ વાલ્મીકિ

આદિ કવિ વાલ્મીકિ : કન્નડ વિવેચનગ્રંથ. લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા મસ્તિ વ્યંકટેશ આયર (1891). એમાં રામાયણના રચયિતા આદિ કવિ વાલ્મીકિના વ્યક્તિત્વ અને કર્તૃત્વનું રસપ્રદ વિવેચન થયું છે. લેખકે એમાં સાબિત કર્યું છે કે રામાયણ પ્રથમ કાવ્ય છે, પછી ધાર્મિક ગ્રંથ. પછી રામાયણનું ક્ષેત્ર કેમ મર્યાદિત થતું ગયું, તેની ચર્ચા કરતાં તેઓ…

વધુ વાંચો >

આદિપુરાણ

આદિપુરાણ : પ્રાચીન કન્નડ મહાકાવ્ય (ઈ. સ. દસમી સદી). કન્નડના આદિકવિ પંપે (940 ઈ. સ.) બે કાવ્યો લખ્યાં છે, એક ધાર્મિક અને બીજું લૌકિક. આદિપુરાણ ધાર્મિક કાવ્ય છે, જે ચંપૂશૈલીમાં રચાયું છે. એમને આ ગ્રંથ લખવાની પ્રેરણા જિનસેનાચાર્યના સંસ્કૃત ગ્રંથ ‘પૂર્વપુરાણ’માંથી મળી હતી. એમાં જૈનોના પ્રથમ તીર્થંકરની કથા નિરૂપાયેલી છે.…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આયંગર, ગોરુરુ રામસ્વામી

આયંગર, ગોરુરુ રામસ્વામી (જ. 1904 , ગોરુરુ, તાલુકો હસન, કર્ણાટક; અ. 1991 ) : અગ્રગણ્ય કન્નડ વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર અને જીવનચરિત્રલેખક. 17 વર્ષની વયે અભ્યાસ છોડી અમદાવાદ આવી સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લીધો. તે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ગાંધીજી સાથે ઘણી મુસાફરી કરી. તેમણે મૈસૂર રાજ્યમાં ખાદી વસ્ત્રાલય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપનામાં…

વધુ વાંચો >

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’ (જ. 6 જૂન 1891, માસ્તિગૉવ, મૈસૂર; અ. 6  જૂન 1986) : કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. શાળામાં ભણતા હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. કૉલેજમાં ગયા પછી પણ કૉલેજના સામયિક ઉપરાંત કન્નડનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતાં રહેલાં.…

વધુ વાંચો >

આલુરુ વ્યંકટરાવ

આલુરુ વ્યંકટરાવ (જ. 1880, બીજાપુર; અ. 1964) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ તથા હોમરૂલ લીગની સ્થાપના કરેલી. 1906માં…

વધુ વાંચો >