ઑટોમોબાઇલ ઇજનેરી

ટ્રક

ટ્રક : ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. સને 1895માં Carl Beng દ્વારા ડિઝાઇન અને ત્યારબાદ આંતરદહન એન્જિનનું નિર્માણ કરવામાં આવ્યું. આ એન્જિન ભારે માલસામાનના પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. ત્યારબાદ 1896માં શ્રી ડેઈમલર તેમના ‘ડેઈમલર મોટર લાસવેગન’ નામના કારખાનામાં આંતરદહન એન્જિનથી ચાલતી ટ્રકનું નિર્માણ કર્યું.…

વધુ વાંચો >

ટ્રેઇલર

ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે…

વધુ વાંચો >

ટ્રૅક્ટર

ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન. હળ અને પશુ જેવાં કે બળદ અને ઘોડાનો ઉપયોગ અગાઉના સમયમાં, ખેતરને ખેડવામાં થતો. ખેતરની જમીનને નવા પાક માટે ખેડવી જરૂરી છે. હળની મદદથી આ ખેડાણ થતું. ઔદ્યોગિક ક્રાંતિ…

વધુ વાંચો >

ડીઝલ, રૂડૉલ્ફ

ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…

વધુ વાંચો >

બ્રેક

બ્રેક (Brake) : પદાર્થની ગતિ ઘટાડવા અથવા ગતિમાન પદાર્થની ગતિ રોકવા માટે વપરાતું સાધન. મોટાભાગની બ્રેક ગતિ કરતા યાંત્રિક ભાગ (element) ઉપર લાગુ પાડવામાં આવે છે. બ્રેક દ્વારા ગતિ કરતા ભાગની ગતિજ શક્તિ(kinetic energy)ને યાંત્રિક રીતે અથવા બીજી રીતે શોષવામાં આવે છે. યાંત્રિક બ્રેક સૌથી વધુ વપરાતી બ્રેક છે. આ…

વધુ વાંચો >

મોટરકાર

મોટરકાર : મુખ્યત્વે અંતર્દહન એન્જિનથી સ્વયંચાલિત (ઑટોમોબાઇલ) અને સામાન્ય રીતે ત્રણથી ચાર વ્યક્તિઓના યાત્રાપરિવહન માટે વપરાતું ચાર પૈડાંવાળું, ઘણું પ્રચલિત સાધન. આ સાધન ટ્રક, ટ્રૅકટર, જીપ, મોટરસાઇકલ અને મોપેડ જેવાં અન્ય ઑટોમોબાઇલ સાધનો જેવું સાધન છે. મોટરના મુખ્ય ભાગોમાં ચેસીસ કે જેના પર એન્જિન અને ગતિપ્રસારણ સાધનો (ક્લચથી ટાયર સુધીનાં)…

વધુ વાંચો >

મોટરસાઇકલ

મોટરસાઇકલ : ઇલેક્ટ્રિક મોટર કે મુખ્યત્વે આંતરદહન એન્જિનથી ચાલતી બે પૈડાંવાળી સાઇકલ. આવી મોટર-સાઇકલોમાં જેનાં પૈડાં નાનાં, એન્જિનની ગતિ પ્રમાણમાં વધુ હોય અને ગિયર બદલવાની વ્યવસ્થા હૅન્ડલમાં હોય તેમને સ્કૂટર કહે છે. જે મોટરસાઇકલોમાં પૈડાનો વ્યાસ ઘટાડ્યો ન હોય, પરંતુ વજનમાં હલકાં, એન્જિનની શક્તિ ઓછી, ગતિ બદલાવવાની વ્યવસ્થા (ગિયર વગરની)…

વધુ વાંચો >

લૅન્કેસ્ટર, ફ્રેડરિક વિલિયમ

લૅન્કેસ્ટર, ફ્રેડરિક વિલિયમ (જ. 1868, લંડન; અ. 1946) : મોટરકાર તથા વૈમાનિકીનો પ્રારંભિક સંશોધક. બ્રિટનમાં લૅન્કેસ્ટરે 1895માં સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે મોટરકાર બનાવેલી. તેમણે લૅન્કેસ્ટર એન્જિન કંપનીની 1899માં સ્થાપના કરી. પ્રસિદ્ધ મોટરકાર તથા અંતર્જલન એન્જિનના શોધક ડેઇમલરે સ્થાપેલી કંપનીમાં લૅન્કેસ્ટર સલાહકાર-તજ્જ્ઞ હતા. 1907-1908 દરમિયાન તેમણે વાયુગતિવિદ્યા (aero-dynamics) ઉપર બે ભાગમાં પુસ્તક…

વધુ વાંચો >

વાયુબ્રેક

વાયુબ્રેક : હવાના દબાણના તફાવત દ્વારા સક્રિય બનતી બ્રેક. વાયુબ્રેક (Air Brake) અથવા વધુ સ્પષ્ટ રીતે વર્ણવીએ તો દબાયેલી વાયુબ્રેક (compressed air brake) ભારે માલવાહક વાહનોની ગતિ ધીમી પાડવા અથવા તેને અટકાવવામાં વપરાય છે. આ પ્રકારની વાયુબ્રેકનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેઇલર અને રેલગાડીમાં થાય છે. અને 1872માં જ્યોર્જ વૉશિંગ્ટને સૌપ્રથમ…

વધુ વાંચો >

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)

શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…

વધુ વાંચો >