એચ. એસ. પાર્વતી

અહલયે

અહલયે : પુ. તિ. શ્રીકંઠૈયાનું કન્નડ ગીતનાટક. તે રામાયણની અભિશપ્તા અહલ્યાની પ્રકરી પર આધારિત છે. નાટકમાં સંવાદ પણ ગીતોમાં જ છે. નાટકકાર રામાયણની અહલ્યાની કથાને યથાતથ વળગી રહ્યા નથી. મૂળ કથામાં અહલ્યા નિર્દોષ છે. ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારીને એના સતીત્વને કલંક લગાડે છે, જ્યારે આ નાટક અનુસાર અહલ્યાને ખબર છે…

વધુ વાંચો >

આદિ કવિ વાલ્મીકિ

આદિ કવિ વાલ્મીકિ : કન્નડ વિવેચનગ્રંથ. લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા મસ્તિ વ્યંકટેશ આયર (1891). એમાં રામાયણના રચયિતા આદિ કવિ વાલ્મીકિના વ્યક્તિત્વ અને કર્તૃત્વનું રસપ્રદ વિવેચન થયું છે. લેખકે એમાં સાબિત કર્યું છે કે રામાયણ પ્રથમ કાવ્ય છે, પછી ધાર્મિક ગ્રંથ. પછી રામાયણનું ક્ષેત્ર કેમ મર્યાદિત થતું ગયું, તેની ચર્ચા કરતાં તેઓ…

વધુ વાંચો >

આદિપુરાણ

આદિપુરાણ : પ્રાચીન કન્નડ મહાકાવ્ય (ઈ. સ. દસમી સદી). કન્નડના આદિકવિ પંપે (940 ઈ. સ.) બે કાવ્યો લખ્યાં છે, એક ધાર્મિક અને બીજું લૌકિક. આદિપુરાણ ધાર્મિક કાવ્ય છે, જે ચંપૂશૈલીમાં રચાયું છે. એમને આ ગ્રંથ લખવાની પ્રેરણા જિનસેનાચાર્યના સંસ્કૃત ગ્રંથ ‘પૂર્વપુરાણ’માંથી મળી હતી. એમાં જૈનોના પ્રથમ તીર્થંકરની કથા નિરૂપાયેલી છે.…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા…

વધુ વાંચો >

આયંગર, ગોરુરુ રામસ્વામી

આયંગર, ગોરુરુ રામસ્વામી (જ. 1904 , ગોરુરુ, તાલુકો હસન, કર્ણાટક; અ. 1991 ) : અગ્રગણ્ય કન્નડ વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર અને જીવનચરિત્રલેખક. 17 વર્ષની વયે અભ્યાસ છોડી અમદાવાદ આવી સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લીધો. તે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ગાંધીજી સાથે ઘણી મુસાફરી કરી. તેમણે મૈસૂર રાજ્યમાં ખાદી વસ્ત્રાલય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપનામાં…

વધુ વાંચો >

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’

આયંગર, માસ્તિ વ્યંકટેશ, ’શ્રીનિવાસ’ (જ. 6 જૂન 1891, માસ્તિગૉવ, મૈસૂર; અ. 6  જૂન 1986) : કન્નડ વાર્તાના જનક, કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. શાળામાં ભણતા હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. કૉલેજમાં ગયા પછી પણ કૉલેજના સામયિક ઉપરાંત કન્નડનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પણ તેમની કવિતા, વાર્તાઓ તથા નિબંધો પ્રગટ થતાં રહેલાં.…

વધુ વાંચો >

આલુરુ વ્યંકટરાવ

આલુરુ વ્યંકટરાવ (જ. 1880, બીજાપુર; અ. 1964) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ તથા હોમરૂલ લીગની સ્થાપના કરેલી. 1906માં…

વધુ વાંચો >

ઇન્દિરા-એમ. કે.

ઇન્દિરા, એમ. કે. (જ. 5 જાન્યુઆરી 1917, તીર્થહળ્ળિ, જિ. શિમોગા, કર્ણાટક; અ. 15 માર્ચ 1994) : કન્નડ ભાષાનાં મહિલા નવલકથાકાર. 7 ધોરણ સુધીનો અભ્યાસ. પછી હિંદી શીખ્યાં. પાછળથી નામાંકિત નવલકથાકાર નીવડેલા ત્રિવેણીના પરિચયથી લેખનકાર્ય માટે પ્રેરાયાં. જોકે લેખન શરૂ થયું ઉત્તરાવસ્થામાં. પ્રથમ નવલ ‘તુંગભદ્રા’ને સારો આવકાર અને બહોળી ખ્યાતિ સાંપડ્યાં.…

વધુ વાંચો >

કનકદાસ

કનકદાસ (1509થી 1607) : કર્ણાટકના હરિદાસો પૈકીના એક અગ્રણી સંત અને ભક્તકવિ. તે પુરન્દરદાસ જેટલા જ લોકપ્રિય હતા. ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાના બાડા ગામમાં ભગવાન વેંકટેશ્વરની કૃપાથી માતા વિરપય્યાની કૂખે તેમનો જન્મ થયાનું કહેવાય છે. પછી તેમનું તિમ્મપ્પા નાયક નામ રાખવામાં આવ્યું. તેમના પિતા વપય્યમ્મા બાડા ગામના સેનાપતિ હતા. કેટલાક…

વધુ વાંચો >

કન્નડ ભાષા અને સાહિત્ય

કન્નડ ભાષા અને સાહિત્ય દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અને કન્નડ નામે ઓળખાતા પ્રદેશની ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. કર્ણાટકનો ઉલ્લેખ વ્યાસોક્ત મહાભારતમાં તથા તમિળ ભાષાના પ્રાચીન ગ્રંથ ‘શિલપ્પદિકારમ્’(ઈ.સ.ની બીજી સદી)માં થયેલો છે તેમજ આ જ ગાળામાં રચાયેલા એક ગ્રીક નાટકમાં કન્નડ ભાષાના કેટલાક શબ્દો મળ્યા હોવાનું કહેવાય છે. આ જોતાં…

વધુ વાંચો >