ઉ. જ. સાંડેસરા

કુબેર

કુબેર : ધનાધ્યક્ષ અને યક્ષ-રાક્ષસ ગુહ્યકોના અધિપતિ. ઉત્તર દિશાના લોકપાલ. એનું એક નામ સોમ છે તેથી ઉત્તર દિશા સૌમ્યા કહેવાય છે. વિશ્રવા ઋષિ અને માતા ઇલવિલાના પુત્ર છે, તેથી વૈશ્રવણ અને ઐલવિલ નામોથી ઓળખાય છે. તેની પત્નીનું નામ ભદ્રા. શરીર અત્યંત બેડોળ. ત્રણ ચરણ, આઠ દાંત સાથે જન્મેલ. ડાબી આંખ…

વધુ વાંચો >

કુંતી

કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ…

વધુ વાંચો >

કૂર્મ

કૂર્મ : શ્રી વિષ્ણુનો એક અવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી તે ક્ષીરસાગરમાં ડૂબવા લાગ્યો, ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું (કાચબાનું) રૂપ લીધું અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વૈશાખ શુક્લ…

વધુ વાંચો >

કૂર્મપુરાણ ‘કૌર્મપુરાણ’

કૂર્મપુરાણ, ‘કૌર્મપુરાણ’ : અઢાર મહાપુરાણો પૈકીનું એક સાત્વિક મહાપુરાણ. એના અધિષ્ઠાતા દેવ શિવ. એના વક્તા વ્યાસ. રચનાનો સમય ઈ.સ.ની બીજીથી પાંચમી સદી. ‘નારદપુરાણ’ (1-106-3) ‘ભાગવતપુરાણ’ (12-13-8) અનુસાર એની શ્લોકસંખ્યા સત્તર હજાર છે, જ્યારે ‘અગ્નિપુરાણ’ (272-19) અનુસાર શ્લોકસંખ્યા આઠ હજાર છે. કેટલાક વિદ્વાનોના મતે ‘કૂર્મપુરાણ’ મૂળે પાંચરાત્ર (વૈષ્ણવ) પુરાણ હતું, પરંતુ…

વધુ વાંચો >

કૃષ્ણ

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણપ્રેમ

કૃષ્ણપ્રેમ (જ. 10 મે 1898, ચેલ્ટનહૅમ, ઇંગ્લૅન્ડ; અ. 14 નવેમ્બર 1965, આલમોડા) : અંગ્રેજ કૃષ્ણભક્ત. સરળ સાધુસ્વભાવ, મૂળ નામ રોનાલ્ડ હૅન્રી નિક્સન. પહેલા વિશ્વયુદ્ધ સમયે 1917માં હવાઈદળમાં પાઇલટ તરીકે જોડાયા; જર્મની ઉપર બૉમ્બમારો કરવા ઊપડ્યા ત્યારે કાફલામાંનાં બધાં વિમાન તૂટ્યાં, પરંતુ એક બલવંત શ્યામ હાથે એમને બચાવ્યા. યુદ્ધ પછી કૅમ્બ્રિજમાં…

વધુ વાંચો >

કૌરવ

કૌરવ : સોમવંશી સંવરણ અને તપતીના પુત્ર કુરુ રાજા હસ્તીના વંશજો અને એક જાતિવિશેષ. કૌરવોનો પ્રદેશ તે કુરુજાંગલ અથવા કુરુક્ષેત્ર. કુરુના મહાન તપથી કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર અને પરમ પવિત્ર તીર્થસ્થાન બન્યું. કુરુઓ અને કુરુક્ષેત્રનો નિર્દેશ વૈદિક વાઙ્મયમાં છે. પાંડુના પુત્રો પાંડવો સાથેના વિરોધ અને મહાયુદ્ધના કારણે કૌરવો એટલે ધૃતરાષ્ટ્રના એકસો પુત્રો…

વધુ વાંચો >