ઉર્દૂ સાહિત્ય

શમિમ નિખાત

શમિમ નિખાત (જ. ?) : ઉર્દૂ લેખિકા. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન-કામગીરી સંભાળી. તેઓ દિલ્હી યુનિવર્સિટી અને રોહતક યુનિવર્સિટી, જામિયા મિલિયાના બૉર્ડ ઑવ્ સ્ટડિઝનાં સભ્ય; ઉર્દૂ અકાદમી, દિલ્હીનાં સભ્ય-સંચાલિકા તથા પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, દિલ્હીનાં સભ્ય રહ્યાં. તેમણે ઉર્દૂમાં 5…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

‘શરાર’, મૌલાના અબ્દુલ હલીમ

‘શરાર’, મૌલાના અબ્દુલ હલીમ (જ. 1860, લખનૌ; અ. 1926) : ઉર્દૂ લેખક. તેમનું શરૂઆતનું શિક્ષણ કોલકાતા પાસે મુતિઆ બુર્જ ખાતે થયું. ત્યાં તેમના પિતા હકીમ તફઝ્ઝુલ હુસેન દેશનિકાલ કરાયેલ અવધના નવાબ વાજિદ અલી શાહની નોકરીમાં હતા. શાહજાદાઓની સોબતની વિનાશકારી અસરથી વંચિત રાખવા તેમના પિતાએ તેમને લખનૌ મોકલી દીધા. ત્યાં વિખ્યાત…

વધુ વાંચો >

શહનાઝ નબી

શહનાઝ નબી (જ. ?) : ઉર્દૂ કવયિત્રી અને વિવેચક. તેમણે કોલકાતા યુનિવર્સિટી તરફથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કોલકાતા યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગનાં સિનિયર પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત. તેઓ પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમીની સરકારી સંસ્થાનાં સભ્ય; અંજુમન જામહૂરિયત પસંદ મુસાન્નેફીન(જનવાદી લેખક સંઘના ઉર્દૂ એકમ)નાં સેક્રેટરી પણ રહ્યાં. તેમણે ઉર્દૂ તથા…

વધુ વાંચો >

શહરયાર

શહરયાર (જ. 16 માર્ચ 1936, આન્વલ, જિ. બરેલી) : જાણીતા ઉર્દૂ સાહિત્યકાર. ‘શહરયાર’ના ઉપનામથી લખતા અખલાક મોહમદખાં નામના આ ઉર્દૂ સાહિત્યકારની કૃતિ ‘ખ્વાબ કા દર બંધ હૈ’-ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે અલીગઢ યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો…

વધુ વાંચો >

શાદ આઝિમાબાદી

શાદ આઝિમાબાદી (જ. 1846, પટણા, બિહાર; અ. 1927) : ઉર્દૂ કવિ. તેમનું મૂળ નામ સૈયદ અલી મહમ્મદ હતું. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ શાહ વિલાયતહુસેન પાસે પૌરસ્ત્ય પદ્ધતિથી મેળવ્યું. ઉર્દૂના યુગપ્રવર્તક કવિઓ પૈકીના તેઓ એક હતા. 18૩1થી 1905 દરમિયાન અતિશયોક્તિભર્યા કામોત્તેજક ભાવવાળી નવતર અભિવ્યક્તિની કવિતામાં સરાહના થતી હતી. આમ છતાં શાદે…

વધુ વાંચો >

શાદ આરિફી

શાદ આરિફી (જ. 1900 લોહારુ, પંજાબમાં તત્કાલીન દેશીરાજ્ય; અ. 1964) : ઉર્દૂ કવિ. તેમનું ખરું નામ અહ્મદ અલી ખાન હતું. પિતા આરિફુલ્લાખાન પોલીસ ઇન્સ્પેક્ટર હતા. શાદની 18 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં રામપુર સ્ટેટમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. તેમણે શાળામાં ગયા વિના અદિબ, મુનશી અને ઉર્દૂ, ફારસી અને…

વધુ વાંચો >

શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ)

શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ) (જ. 1 સપ્ટેમ્બર 19૩5, રુદૌલી, ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ પંડિત. તેમણે બી.એ. (ઑનર્સ); તથા લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના પ્રાધ્યાપક; ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં પ્રમોશન ઑવ્ ઉર્દૂ બ્યૂરોમાં મુખ્ય પ્રકાશન-અધિકારી (1975-79); 197૩-75; 1979-90 દરમિયાન…

વધુ વાંચો >

શાહ, અબ્દુલ વહાબ

શાહ, અબ્દુલ વહાબ : ગુજરાતના અણહિલપુર પાટણના એક સુન્ની વિદ્વાન અને મુઘલ શહેનશાહ ઔરંગઝેબે નીમેલા મુઘલ સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાત. પિતાને કેદ કરીને મુઘલ સામ્રાજ્યના માલિક બન્યા પછી ઔરંગઝેબે ઇસ્લામના નિયમ પ્રમાણે જુમાની નમાજમાં પોતાનો ખુતબો પઢવા માટે કાજીને વિનંતી કરી; પરંતુ તે સમયના સામ્રાજ્યના કાઝી-ઉલ્-કુઝ્ઝાતે, પિતાની હયાતીમાં પુત્રના નામનો ખુતબો પઢવાનો…

વધુ વાંચો >

શાહ, અબ્દુસ સલામ

શાહ, અબ્દુસ સલામ (જ. 1 જાન્યુઆરી 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ, આરબ કલ્ચર ઍન્ડ સિવિલાઇઝેશન ઍન્ડ અરેબિક લિટરેચરમાં એમ.એ. તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ લખનૌ યુનિવર્સિટીમાં અરબી વિભાગમાં રીડરપદેથી અધ્યાપનકાર્ય સંભાળે છે. તેમણે તેમની કારકિર્દી અમેરિકામાં મિનેસોટા યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડિઝ…

વધુ વાંચો >