ઉર્દૂ સાહિત્ય

રાજિન્દર, મદનમોહન

રાજિન્દર, મદનમોહન (જ. 21 ઑગસ્ટ 1923, અંબાલા કૅન્ટૉન્મેન્ટ, હરિયાણા) : ઉર્દૂ અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે અને પંજાબ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી તથા ફારસીમાં ઑનર્સ થયા. તેઓ નવી દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાના જૉઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાંથી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય શરૂ કર્યું. તેમની…

વધુ વાંચો >

રામલાલ

રામલાલ (જ. 1923) : ઉર્દૂના જાણીતા આધુનિક નવલકથાકાર. કથાલેખનમાં તેઓ પરંપરાગત તત્ત્વો તેમજ લાક્ષણિકતાઓને પ્રશંસે છે અને આવકારે છે, જ્યારે મનોવૈજ્ઞાનિક માવજત અથવા મૌલિક ટૅક્નિકને ટાળે છે. કથાઘટક પરત્વે તેમનું સબળ પ્રભુત્વ છે. પરિણામે તેમનું કથાસાહિત્ય ખૂબ રસપ્રદ બન્યું છે. તેમનું નિરભિમાનીપણું આશ્ર્ચર્યકારક છે. તેઓ પોતાની મર્યાદાઓથી બરાબર માહિતગાર છે…

વધુ વાંચો >

રાયપુરી, અખ્તરહુસેન

રાયપુરી, અખ્તરહુસેન (જ. 12 જૂન 1912, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 1991, કરાંચી) : ઉર્દૂ ભાષાના સમીક્ષક, વાર્તાકાર અને અનુવાદક. જાણીતા ઉર્દૂ લેખક સૈયદ અકબરહુસેનના પુત્ર. 1928માં મૅટ્રિક થયા બાદ 1931માં વિદ્યાસાગર કૉલેજ, કોલકાતામાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કરી. પછી ઇતિહાસના વિષય સાથે અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઔરંગાબાદ ખાતે મૌલવી અબ્દુલહક…

વધુ વાંચો >

રાહી, માસૂમ રઝા

રાહી, માસૂમ રઝા (જ. 1927, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ; અ. ) : હિંદી-ઉર્દૂના અગ્રણી કવિ અને નવલકથાકાર. પ્રતિષ્ઠિત મુસ્લિમ શિયા પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને ઉર્દૂમાં તેમણે એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ‘ઇન્ડિયન પર્સનાલિટી ઇન ઉર્દૂ લિટરેચર’ – એ તેમના મહાનિબંધનો વિષય હતો.…

વધુ વાંચો >

‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન

‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન (જ. ?; અ. ?) : ઉર્દૂ કવિ અને અનુવાદક. તેમના પિતા છેલ્લી સાત પેઢીથી દક્ષિણની આદિલશાહી હકૂમત(બીજાપુર)ના વફાદાર ઉમરાવ હતા. તેઓ ખત્તાતી(શિષ્ટલિપિ)ના નિષ્ણાત હતા. રુસ્તમી આદિલશાહી હાકેમ મોહંમદ આદિલશાહના માનીતા દરબારી કવિ હતા. તેમણે અનેક ગઝલો તથા પ્રશસ્તિ-કાવ્યો(કસીદા)ની રચના કરી છે. તેમને તેમના મહાકાવ્ય ‘ખાવરનામા’થી ખૂબ પ્રસિદ્ધિ…

વધુ વાંચો >

લખનવી, આરઝૂ

લખનવી, આરઝૂ (જ. 16 ફેબ્રુઆરી 1873;  અ. 16 એપ્રિલ 1951, કરાંચી) :  જાણીતા ઉર્દૂ કવિ. તેમણે ગઝલ તથા ગીત-રચનામાં નવી ભાત પાડી હતી. તેઓ ઉર્દૂના પ્રથમ કવિ હતા, જેમણે ફિલ્મો માટે ગીતો લખ્યાં હતાં. તેમનું મૂળ નામ સૈયદ અનવારહુસેન હતું. તેમના પિતામહ સૈયદ જાન અલીખાન પોતાના પિતા મીર શિહામ અલીખાન…

વધુ વાંચો >

લાઇક ખદીજા (શ્રીમતી)

લાઇક ખદીજા (શ્રીમતી) (જ. 10 ફેબ્રુઆરી 1938, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : ઉર્દૂ લેખિકા. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.ફિલ., પીએચ.ડી. અને ડિપ્લોમા ઇન પર્શિયનની પદવીઓ મેળવી. પછી ગુલબર્ગ યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને નિવૃત્ત થયાં. 1987માં ઉર્દૂ અકાદમીના જર્નલ ‘ફસીલ’નું સંપાદન કર્યું. 1987થી 1990 સુધી તેમણે કર્ણાટક ઉર્દૂ અકાદમી…

વધુ વાંચો >

લારી, નૂરુલ ઐન

લારી, નૂરુલ ઐન (જ. 4 જુલાઈ 1932, લાર, જિ. દેવરિયા, ઉત્તરપ્રદેશ) :  ઉર્દૂ પંડિત અને વિવેચક. તેમણે તેમનું તખલ્લુસ ‘અહમર લારી’ રાખેલું. ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ગોરખપુર યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રેરિત સંશોધન પ્રૉજેક્ટના પ્રમુખ સંશોધક રહેલા. 1968 –93 સુધી તેઓ એ જ યુનિવર્સિટીના ઉર્દૂ…

વધુ વાંચો >

લુધિયાનવી, સાહિર

લુધિયાનવી, સાહિર (જ. 1921, લુધિયાણા, પંજાબ; અ. 25 ઑક્ટોબર 1980, મુંબઈ) : હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકાર. મૂળ નામ અબ્દુલ હાયી. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતામાં રુચિ જાગતાં પોતે પણ કવિતા કરતા થયા. યુવાન વયે, 1945માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ પ્રગટ થયો. ‘ગાતા જાયે, બનજારા’…

વધુ વાંચો >

લોન, અલી મુહમ્મદ

લોન, અલી મુહમ્મદ (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી અને ઉર્દૂ નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પિતા મારફત શરૂઆતમાં તેમને ફારસીની ઉત્તમ કૃતિઓનું શિક્ષણ મળ્યું. 1946માં તેઓ પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી, બી.એ. થયા અને ‘ખિદમત’ના સહ-સંપાદક બન્યા. દેશના ભાગલા બાદ તેઓ કાશ્મીર મિલિશિયામાં રાજકીય કમાન્ડર તરીકે જોડાયા. 1948માં તેઓ ‘રેડિયો કાશ્મીર’માં ક્લાર્ક…

વધુ વાંચો >