ઉર્દૂ સાહિત્ય
મૌલવી, ચિરાગ અલી
મૌલવી, ચિરાગ અલી (જ. 1844, મેરઠ; અ. 15 જૂન 1895, મુંબઈ) : ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના સફળ મુલકી અધિકારી, સર સૈયદ એહમદખાનની અલીગઢ ચળવળના પ્રખર હિમાયતી તથા ઉર્દૂ લેખક. આખું નામ મૌલવી ચિરાગઅલી નવાબ આઝમ યાર જંગ. તેઓ મૂળ કાશ્મીરી હતા અને તેમના પિતા ખુદાબક્ષે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને મુલ્કી સેવામાં…
વધુ વાંચો >મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા
મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા (જ. 1832; અ. 1910) : ઉર્દૂમાં ‘તારીખે હિન્દ’ નામના ઇતિહાસવિષયક પુસ્તકના પ્રખ્યાત લેખક. તેમના પિતા હાફિઝ સનાઉલ્લા, દિલ્હીના સુલતાન બહાદુરશાહના દીકરા મિર્ઝા કૂચકના શિક્ષક હતા. મૌલવી મુહમ્મદ ઝકાઉલ્લાએ દિલ્હી કૉલેજમાં શિક્ષણ મેળવીને ત્યાં જ ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે આગ્રા કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક,…
વધુ વાંચો >મૌલાના અબુલઆલા મૌદૂદી
મૌલાના અબુલઆલા મૌદૂદી (જ. 25 સપ્ટેમ્બર 1903, હૈદરાબાદ, ઔરંગાબાદ રાજ્ય; અ. 1972) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉર્દૂ-ફારસીના વિદ્વાન, ઇસ્લામિયાતના તજજ્ઞ અને જમાઅતે ઇસ્લામના સ્થાપક. સ્થાનિક રીતે જ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જ ધાર્મિક તાલીમ પણ મેળવવાનું ચાલુ રાખ્યું. 11 વરસની ઉંમરે મૌલવીની પરીક્ષા પાસ કરી. લખવાનો ભારે શોખ હતો…
વધુ વાંચો >મૌલાના મુહંમદઅલી જૌહર
મૌલાના મુહંમદઅલી જૌહર (જ. 10 ડિસેમ્બર 1878; અ. 4 જાન્યુઆરી 1931, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી શાસન વિરુદ્ધની આઝાદીની ચળવળના અગ્રિમ કાર્યકર, કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા તથા કૉંગ્રેસપ્રમુખ અને ઉર્દૂ ભાષાના કવિ તથા અંગ્રેજી પત્રકાર. તેમનું નામ મુહંમદઅલી અને તખલ્લુસ ‘જૌહર’ હતું. તેમણે ગુજરાતમાં વડોદરાના ગાયકવાડી રાજ્યમાં મુલકી સેવામાં જોડાઈને કારકિર્દીની…
વધુ વાંચો >મૌલાના શૌકત અલી
મૌલાના શૌકત અલી (જ. 10 માર્ચ 1873, રામપુર સ્ટેટ, ઉત્તરપ્રદેશ; અ. 26 નવેમ્બર 1938, દિલ્હી) : રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓના નિષ્ઠાવાન કાર્યકર. પિતા અબ્દુલ અલીખાન રામપુર સ્ટેટના નવાબ યૂસુફઅલીખાન નઝીમના દરબારી હતા, જે 1880માં 31 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તે વખતે બીબી અમ્મા તરીકે ઓળખાતાં હિંમતવાન અને ર્દઢ સંકલ્પવાળાં વિધવા…
વધુ વાંચો >યગાના ચંગેઝી
યગાના ચંગેઝી (જ. 17 ઑક્ટોબર 1884, અઝીમાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 4 ફેબ્રુઆરી 1956, લખનઉ) : ઉર્દૂ કવિ અને સમીક્ષક. તેમનું પૂરું નામ મિર્ઝા વાજિદહુસેન હતું. તેમણે પ્રારંભમાં ‘યાસ’ તખલ્લુસ સાથે લેખનકાર્ય શરૂ કર્યું. પાછળથી તેઓ ‘યગાના ચંગેઝી’ના નામે જાણીતા થયા. તેમનો વંશીય સંબંધ ચંગેઝખાન સુધી પહોંચતો હોવાનું તેઓ માને છે.…
વધુ વાંચો >યાદેં
યાદેં (1961) : ઉર્દૂ કવિ અખ્તર-ઉલ-ઈમાન રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ પરંપરાગત ગઝલ-લેખનથી કર્યો હતો; પણ આ પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં એક પણ ગઝલનો સમાવેશ નથી. 1942થી 1961 સુધીના લાંબા ગાળાને આવરી લેતા આ પુસ્તકમાં ‘ગિરદાબ’, ‘તારિક : સય્યારા’ અને ‘આબે…
વધુ વાંચો >યૂસુફ નાઝિમ
યૂસુફ નાઝિમ (જ. 7 નવેમ્બર 1918, જાલના, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક સૈયદ મોહમ્મદ યૂસુફ નાઝિમ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ. એ. . તેમણે નિવૃત્તિ પર્યંત સરકારી નોકરીમાં ફરજ બજાવી, સાથોસાથ સાહિત્યસર્જન પણ કર્યું. તેમણે રાજ્ય ઉર્દૂ અકાદમીના સભ્યસચિવ અને અંજુમને તરક્કીએ ઉર્દૂ(મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે ઉર્દૂમાં 17 ગ્રંથો…
વધુ વાંચો >યૂસુફ હુસેનખાન
યૂસુફ હુસેનખાન (જ. 1902, હૈદરાબાદ; અ. 1979) : ઉર્દૂના લેખક, ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક. તેમના પુસ્તક ‘હાફિઝ ઔર ઇકબાલ’(1976)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનના તેઓ નાના ભાઈ. ઇટાવા ખાતે શાળાકીય શિક્ષણ; જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી બી.એ.. 1926માં પૅરિસ ગયા. 1930માં ઇતિહાસ વિષયમાં ડી.…
વધુ વાંચો >રઝવી મસૂદ હસન
રઝવી, મસૂદ હસન (જ. 1893, જિ. ઉન્નાવ, લખનઉ; અ. 1975, લખનઉ) : ઉર્દૂ સાહિત્યના સંતુલિત કાવ્ય-સમીક્ષક અને લેખક. તેમણે ‘અદીબ’ ઉપનામ રાખેલું. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉચ્ચશિક્ષણ અર્થે લખનઉ આવ્યા અને 1918માં લખનઉની કેનિંગ કૉલેજમાંથી બી.એ. થયા. ફારસી સાથે એમ.એ. કર્યું. તેમાં પ્રથમ કક્ષા અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. 1920માં…
વધુ વાંચો >