ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

ઍંડિયન ગ્રૂપ

ઍંડિયન ગ્રૂપ : દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક આર્થિક સંગઠન. કાર્ટેજેના કરાર હેઠળ 1969માં તેની સ્થાપના. બોલિવિયા, કોલંબિયા, પેજુ, ઇક્વેડોર તથા ચિલી – આ પાંચ સ્થાપક સભ્ય દેશો. 1973માં વેનેઝુએલા જોડાયું. 1976માં ચિલીએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધેલું. 1997માં પેરુએ પછીનાં પાંચ વર્ષ માટે પોતાનું સભ્યપદ મોકૂફ રખાવ્યું હતું. તે જ…

વધુ વાંચો >

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC)

ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) : હાઇડ્રૉકાર્બન પદાર્થોના અન્વેષણ (exploration) અને વિનિયોજન (exploitation) માટે ભારત સરકારે 1956માં સ્થાપેલ નિગમ. ઔદ્યોગિક વિકાસ દ્વારા ભારતના જનસમૂહના જીવનધોરણનો ઉત્કર્ષ સાધવા માટે ગણનાપાત્ર જથ્થામાં ઊર્જાની આવશ્યકતા અવગણી શકાય નહિ. કુદરતી વાયુ તેમજ ખનિજતેલ ઊર્જાના મુખ્ય સ્રોતો છે. તેની ઉપલબ્ધિ માટે 1956માં ભારત સરકારે…

વધુ વાંચો >

ઑડિટિંગ

ઑડિટિંગ : હિસાબોની તપાસની કાર્યવાહી. ઑડિટિંગ એ હિસાબી ચોપડા, ખાતાં અને વાઉચરોની એવી તપાસ છે, જેથી તપાસનારને સંતોષ થાય કે તેને આપવામાં આવેલી માહિતી અને ખુલાસા તથા હિસાબી ચોપડાના આધારે તૈયાર કરેલું પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે, તેમજ ધંધાનું નફાનુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે અને…

વધુ વાંચો >

ઓપન જનરલ લાયસન્સ (OGL)

ઓપન જનરલ લાયસન્સ (OGL) : પરદેશથી વસ્તુની આયાત માટે પરવાના સુલભ કરવાની જોગવાઈ. મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અને ખાસ કરીને પોતાના દેશનાં આર્થિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી, જેના ફળસ્વરૂપે આયાતો અંકુશિત બની. બધી જ આયાતોનું સ્વરૂપ એકસરખું હોતું…

વધુ વાંચો >

ઑપેક

ઑપેક (Organisation of Petroleum Exporting Countries – OPEC) : ખનિજ-તેલનું ઉત્પાદન તથા તેની કિંમતોનું નિયમન કરવાના હેતુથી ખનિજ-તેલ નિકાસ કરતા દેશોએ 1960માં સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. જાન્યુઆરી, 1961થી સંસ્થાએ ઔપચારિક રીતે કાર્યારંભ કર્યો હતો. પૂરતા પ્રમાણમાં ખનિજ-તેલનો ચોખ્ખો નિકાસયોગ્ય જથ્થો ધરાવતા તથા સમાન આર્થિક હિતોને વરેલા દેશો તેના સભ્ય થઈ શકે…

વધુ વાંચો >

ઓવરડ્રાફટ

ઓવરડ્રાફટ : ગ્રાહકની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી થાય તે હેતુથી બૅંક દ્વારા અપાતા ધિરાણનો એક પ્રકાર. આ પ્રકારનું ધિરાણ અમુક રકમ અને અમુક મુદત માટે મંજૂર કરવામાં આવતું હોય છે. આ સગવડ બૅંક માં ચાલુ ખાતું (current account) ધરાવનાર ગ્રાહકને અપાતી હોય છે. ગ્રાહકની શાખપાત્રતા તથા સધ્ધરતા અનુસાર આ પ્રકારનું…

વધુ વાંચો >

ઓવેન, રૉબર્ટ

ઓવેન, રૉબર્ટ (જ. 14 મે 1771, યુ. કે.; અ. 17 નવેમ્બર 1858, યુ. કે.) : ઇંગ્લૅન્ડના સમાજવાદી ઉદ્યોગપતિ અને આદર્શપ્રેમી પ્રયોગલક્ષી ચિંતક. 10 વર્ષની ઉંમરે વણકર તરીકે તાલીમ લીધી. 19 વર્ષની ઉંમરે મૅંચેસ્ટરની એક મોટી મિલમાં સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ટૂંક સમયમાં તેમણે પોતાની કાર્યદક્ષતાથી મિલને દેશની પ્રથમ પંક્તિની મિલ બનાવી. તેના…

વધુ વાંચો >

ઓશન લાઇનર

ઓશન લાઇનર : નિયત કરેલાં બંદરો વચ્ચે, નિયત કરેલા પ્રવાસમાર્ગે સફર કરતું જહાજ. બે પ્રકારનાં જહાજ હોય છે  (1) માલવાહક અને (2) પ્રવાસીવાહક. કોઈ પણ બંદરે માગણી કરવાથી બંદરનો માલ લઈ જતી આગબોટો(tramp ship)ના કરતાં માલવાહક જહાજોની ગતિ વધુ હોય છે, કારણ કે તેમને નિયત સમયે માલ પહોંચાડવાનો હોય છે.…

વધુ વાંચો >

ઔદ્યોગિક ધિરાણ

ઔદ્યોગિક ધિરાણ : ઔદ્યોગિક એકમોની વિભિન્ન પ્રકારની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતી વ્યવસ્થા. વસ્તુઓના ઉત્પાદન માટે જમીન, મકાન અને યંત્રો જેવાં વાસ્તવિક સાધનોની જરૂર પડે છે. તેની ખરીદી માટે ઔદ્યોગિક એકમો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એ જરૂરી છે. આ એકમો સમક્ષ નાણાપ્રાપ્તિના બે માર્ગો છે : આંતરિક માર્ગો – એમાં ઘસારાભંડોળ…

વધુ વાંચો >

ઔદ્યોગિક મેળો

ઔદ્યોગિક મેળો : ઔદ્યોગિક ચીજવસ્તુઓનો પ્રચાર કરવાના તથા વેચાણ વધારવાના હેતુથી ચોક્કસ સ્થળે ચોક્કસ સમય દરમિયાન યોજાતું વિશિષ્ટ પ્રદર્શન. વ્યાપાર અને વાણિજ્યની આધુનિક પ્રવૃત્તિમાં પ્રયોજિત કે ઉત્પાદિત વસ્તુના પ્રચારને સવિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને તેના પર ઉત્પાદકો દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે, જેને વેચાણખર્ચ કહેવામાં આવે છે. ઔદ્યોગિક…

વધુ વાંચો >