ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

હવાઈ વહનપત્ર (air consignment note Air waybill)

હવાઈ વહનપત્ર (air consignment note, Air waybill) : હવાઈ માર્ગે માલ મોકલનારે (પ્રેષક) માલની સોંપણી માલગ્રહણ કરનાર(પ્રેષિત)ને સરળતાથી થાય તે માટે કરી આપેલો દસ્તાવેજ. રેલવે, ભારખટારા, જહાજ અને વિમાન દ્વારા માલ મોકલીને વ્યાપાર-ધંધો કરવામાં આવે છે. આંતરિક વ્યાપાર મહદ્અંશે માર્ગ-વ્યવહાર દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહદ્અંશે દરિયાઈ અને હવાઈ…

વધુ વાંચો >

હિસાબી પદ્ધતિ (accounting system)

હિસાબી પદ્ધતિ (accounting system) : ધંધા કે ઉદ્યોગોએ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે કરેલા નાણાકીય વ્યવહારોની નોંધણી કરીને વ્યવસાયમાં થયેલા નફા/નુકસાનને આધારે આર્થિક સધ્ધરતા જાણવા માટે વૈજ્ઞાનિક ઢબે દફતર રાખવાની પદ્ધતિ. પ્રત્યેક ધંધો કે ઉદ્યોગ પોતાના દૈનિક નાણાકીય વ્યવહારોના હિસાબકિતાબ રાખે છે, વર્ષાન્તે નફાનુકસાન ખાતું અને સરવૈયું તૈયાર કરે છે…

વધુ વાંચો >

હિસાબી વ્યવસ્થા

હિસાબી વ્યવસ્થા : ધંધાને સ્પર્શતા જે બનાવો બને તેને નોંધવા માટેની વ્યવસ્થા. હિસાબી વ્યવસ્થા ધંધાકીય એકમના સંદર્ભે થતા વ્યવહારો અને બનાવોના નાણાકીય તેમજ આર્થિક પાસાંઓને નોંધવા માટેની પ્રવિધિ, પ્રથા, દસ્તાવેજોનો સંપુટ અને જાળવણી છે. જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં જે હિસાબી પ્રથાઓ અમલમાં મુકાઈ હતી તેમાં એકનોંધી હિસાબી પ્રથા…

વધુ વાંચો >