ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
સંગોવન ઉદ્યોગ
સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી…
વધુ વાંચો >સંગ્રહ
સંગ્રહ : વર્ષ દરમિયાન અથવા ચોક્કસ ઋતુમાં ઊભી થતી માગ(demand)ને અનુરૂપ માલનો પુરવઠો (supply) જાળવી રાખવા માટે વિકસાવેલો ઉપાય. બધી જંગમ ચીજો તેના મૂળ સ્વરૂપમાં માગવામાં આવે ત્યારે અને તેટલી મળી શકે તે પ્રમાણે સાચવવી એટલે સંગ્રહ. આજે જે ઉત્પાદન થાય છે તે માંગની અપેક્ષાએ થાય છે. પ્રથમ માંગ ઊભી…
વધુ વાંચો >સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation)
સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation) : પેઢી અથવા જૂથે પોતાના અંદરોઅંદરના સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે વિકસાવેલી તંત્રરચના. પ્રત્યેક પેઢી તેના જુદા જુદા એકમો વચ્ચે માહિતીના સુગ્રથિત સંચાર માટે એવી વ્યવસ્થા (system) વિકસાવે છે કે જેથી સંચાલકોને નિર્ણયો લેવા, અમલ કરવા અને અંકુશ મૂકવામાં જરૂરી સહાય મળે. આ પ્રકારની સંચાલકીય સંચારવ્યવસ્થા હેઠળ વિવિધ…
વધુ વાંચો >સંચાલન (management)
સંચાલન (management) : પેઢી અથવા સંસ્થાના અધિકારી દ્વારા નિયુક્ત કાર્ય જાતે કરવાને બદલે પોતાના હાથ નીચેની વ્યક્તિઓ પાસે કરાવીને પેઢીનું અથવા સંસ્થાનું પૂર્વનિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવાની કુશળતા. વિશાળ કદની પેઢી અથવા સંસ્થામાં અનેક કર્મચારીઓ અને શ્રમજીવીઓ કામ કરતા હોય છે. તેમની પાસે વ્યવસ્થિત અને અસરકારક રીતે કામ કરાવીને સંચાલક ઉત્પાદનનાં…
વધુ વાંચો >સંચાલનીય અંકુશ
સંચાલનીય અંકુશ : કોઈ પણ ધંધાકીય કે બિનધંધાકીય સંગઠનમાં સત્તાની સોંપણીને આધારે સંચાલકો દ્વારા સતત ચકાસણીનું અને કાબૂ કેળવવાનું કાર્ય. તે વ્યક્તિના જૂથના કે વ્યવસ્થાતંત્રના વર્તન ઉપર અસર પાડવાની પ્રક્રિયા છે. તે લક્ષ્ય નક્કી કરવાની, સાધનો મેળવવાની, સંકલન કરવાની, સહકારવૃત્તિને ઉત્તેજન આપવાની, માહિતીસંચાર જાળવવાની, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા જાળવવાની અને…
વધુ વાંચો >સંપત્તિ
સંપત્તિ : બજારકિંમત હોય તેવી દરેક પ્રકારની મૂર્ત અને અમૂર્ત ધનદોલત. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સંપત્તિનાં ચાર મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં છે : (1) જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનાં ગુણ યા ક્ષમતા (ઉપયોગિતા) હોય, (ii) જે જોઈતા પ્રમાણમાં તથા જ્યાં તેનો ખપ હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો (શ્રમપ્રાપ્યતા) હોય,…
વધુ વાંચો >સંપત્તિવેરો
સંપત્તિવેરો : કરદાતાની સંચિત ચોખ્ખી મિલકત (accumulated/net wealth) ઉપર લેવામાં આવતો વાર્ષિક વેરો. પ્રત્યેક આકારણી-વર્ષ (assessment year) માટે કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરીને તેની પાસેથી સંપત્તિવેરો વસૂલ કરવામાં આવે છે. કરદાતા, પોતાના ઉપર લાગુ પડતા આ વેરાનું ભારણ (incidence of tax), કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી (shift) કરી શકતો નથી, તેથી…
વધુ વાંચો >સંયુક્ત ક્ષેત્ર
સંયુક્ત ક્ષેત્ર : જાહેર ક્ષેત્રની સંસ્થાએ આર્થિક હેતુઓ માટે ખાનગી ક્ષેત્ર સાથે શૅરમૂડીની ભાગીદારીમાં સ્થાપેલ અલગ કંપની અથવા સહકારી મંડળી. કેન્દ્ર, રાજ્ય અથવા તો સ્થાનિક સરકારી સંસ્થા 100 ટકા શૅરમૂડીરોકાણ કરીને જે અલગ કંપનીની સ્થાપના કરે છે તેને જાહેર ક્ષેત્રની કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેનો વહીવટ તેને સ્થાપનાર સંસ્થાના…
વધુ વાંચો >સંરક્ષણવાદ (protectionism)
સંરક્ષણવાદ (protectionism) : મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે ઉદ્ભવતી હરીફાઈ સામે દેશના (home) ઉદ્યોગો ટકી શકે તે માટે અથવા તેમના વિકાસને ઉત્તેજન આપવાના વિશિષ્ટ હેતુથી દાખલ કરવામાં આવતી વ્યાપારનીતિ. તે દેશની વાણિજ્યનીતિનો એક અગત્યનો ભાગ હોય છે. તે બે રીતે દાખલ કરવામાં આવતી હોય છે : (1) દેશના ઉત્પાદકોને આર્થિક મદદ…
વધુ વાંચો >