ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)
પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…
વધુ વાંચો >પૅકેજિંગ
પૅકેજિંગ : તૈયાર પાકો માલ ગ્રાહક સુધી પહોંચાડવા માટે તેના ઉપર યોગ્ય આવરણ ચઢાવીને તેનું રક્ષણ કરવાની પદ્ધતિ. ઉત્પાદકનું મુખ્ય ધ્યેય માલને ગ્રાહક સુધી પહોંચાડીને નફો કરવાનું હોય છે. આ માલની હેરફેર સરળ તથા સલામત બનાવવા, માલમાં ભેળસેળ થતી અટકાવવા અને ગ્રાહકોને આકર્ષવા માટે શીશીઓ, ડબ્બા-ડબ્બીઓ, બંડલો, ખોખાં અને પેટીઓમાં…
વધુ વાંચો >પેશગી પ્રથા (imprest system)
પેશગી પ્રથા (imprest system) : મોટાં વ્યાપારી ગૃહોમાં થતા ગૌણ રોકડ ખર્ચને હિસાબી ચોપડામાં નોંધવા માટેની અત્યંત અનુકૂળ પ્રથા. આ પ્રથા અનુસાર અઠવાડિયું, પખવાડિયું કે મહિનો એવી કોઈ નિશ્ર્ચિત અવધિ દરમિયાન ધંધામાં થતા પરચૂરણ ખર્ચની ચુકવણી માટે પર્યાપ્ત ચોક્કસ રકમ મુખ્ય કૅશિયર દ્વારા નાયબ કૅશિયરને અગાઉથી આપવામાં આવે છે. નાયબ…
વધુ વાંચો >પૉલ સ્વરાજ
પૉલ, સ્વરાજ (જ. 18 ફેબ્રુઆરી 1931, જલંધર) : ભારતીય મૂળના ઇંગ્લૅન્ડના ઉદ્યોગપતિ, ત્યાંની ઉમરાવસભાના સભ્ય, અગ્રણી દાનવીર અને રાજકારણી. હાલના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના ખેડૂતકુટુંબમાં જન્મ. પિતાનું નામ પ્યારેલાલ અને માતાનું નામ માંગવતી. દેશના ભાગલા પૂર્વે લાહોરમાં વ્યાપાર કરતા આ પરિવારે 192૦ના અરસામાં તે વખતના પંજાબ પ્રાંતના જલંધર શહેરમાં સ્થળાંતર…
વધુ વાંચો >પ્રતિનિવેશન (subrogation)
પ્રતિનિવેશન (subrogation) : વીમાના વિધાનમાં વીમા કંપનીને પ્રાપ્ત થતો વિશિષ્ટ અધિકાર. ક્ષતિપૂર્તિની વિવિધ પૉલિસી અન્વયે પૉલિસીધારકને જો સૂચિત હાનિ થાય તો સંમત રકમની મર્યાદામાં તે ભરપાઈ કરવા વીમા કંપની બંધાય છે. આ સાથે જ પૉલિસીધારકને સામાન્ય ધારા હેઠળ અથવા અન્ય ધારા કે પારસ્પરિક લખાણ હેઠળ આવું નુકસાન અન્ય વ્યક્તિ કે…
વધુ વાંચો >પ્રીમિયમની ચુકવણી (payment of premium)
પ્રીમિયમની ચુકવણી (payment of premium) : વીમાવિધાનમાં વીમાના કરાર એટલે કે પૉલિસીની મહત્વની શરતોમાંની એક. બે પક્ષો વચ્ચેની સમજૂતીને ઘણી વાર લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. આવી લેખિત સમજૂતીને કરાર કહે છે. સામાન્ય કરારનાં છ કે સાત લક્ષણો છે : પ્રસ્તાવ, પ્રસ્તાવની સ્વીકૃતિ, પ્રતિદેય (consideration), વિષયવસ્તુની વૈધતા, સંજ્ઞાન (consensus) અને…
વધુ વાંચો >પ્રેમચંદ રાયચંદ
પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ…
વધુ વાંચો >પ્રેમાભાઈ હીમાભાઈ
પ્રેમાભાઈ હીમાભાઈ (જ. 1815, અમદાવાદ; અ. 1887, અમદાવાદ) : અમદાવાદના દાનવીર નગરશેઠ. ભારતના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી નગરશેઠનો ઇલકાબ મેળવનાર શાંતિદાસ ઝવેરી(1590–1660)ના વંશજ પ્રેમાભાઈ વીશા ઓસવાળ જૈન હતા. તેઓ ધનિક કુટુંબના હતા. તેઓ અફીણ અને રૂનો વેપાર, ધીરધાર તથા શરાફી જેવા પરંપરાગત વ્યવસાયો દ્વારા શ્રીમંત બન્યા હતા. પ્રેમાભાઈ, ફૉર્બ્સ, ભોળાનાથ…
વધુ વાંચો >પ્રૉક્સી
પ્રૉક્સી : કંપનીની સભામાં તેના સભ્યના બદલે અન્ય વ્યક્તિએ હાજર રહીને મત આપવાનો અધિકાર. દેશવિદેશમાં રહેતા કંપનીના સભ્યો વિવિધ કારણોસર કંપનીની સભામાં હાજર રહી શકતા નથી. તેઓ કંપનીના સાચા માલિકો હોવા છતાં કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. આથી તેઓ પોતાનો અભિપ્રાય આપી, વહીવટમાં ભાગ લઈ પોતાનો ફાળો આપી શકે…
વધુ વાંચો >પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ
પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ : કોઈ એક કાર્યક્રમ(programme)ના ભાગ-સ્વરૂપની પરિયોજના(project)ને પૂરી કરવા માટે સમયનો અંદાજ કાઢીને તેનું સંચાલન કરવાની પદ્ધતિ. સરકાર, સંસ્થા અથવા પેઢીના કોઈ વ્યાપક કાર્યક્રમમાં સમાવિષ્ટ જુદી જુદી પરિયોજનાઓ તે કાર્યક્રમનો ભાગ હોવાથી પ્રત્યેક પરિયોજનાનું સંચાલન સ્વતંત્ર રીતે કરવામાં આવે છે; છતાં તેના ઉપર કોઈ વરિષ્ઠ તંત્રની પ્રત્યક્ષ અથવા પરોક્ષ દેખરેખ…
વધુ વાંચો >